ચોમાસુ સત્રના પ્રથમ દિવસે 24 સાંસદો કોરોના પોઝિટિવ, પ્રવેશ વર્મા-અનંત હેગડે-મીનાક્ષી લેખી ઝપેટમાં


Parliament Monsoon Session 2020: સંસદના ચોમાસુ સત્રની આજથી શરૂઆત થઈ ગઈ છે. પરંતુ સત્ર શરૂ થયાની સાથે કોરોનાનો હુમલો પણ થઈ ગયો છે. અત્યાર સુધી કરેલા ટેસ્ટિંગમાં કુલ 24 સાંસદોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 

 ચોમાસુ સત્રના પ્રથમ દિવસે 24 સાંસદો કોરોના પોઝિટિવ, પ્રવેશ વર્મા-અનંત હેગડે-મીનાક્ષી લેખી ઝપેટમાં

નવી દિલ્હીઃ  દેશના 24 સાંસદોનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા, કર્ણાટકથી ભાજપના સાંસદ અનંત કુમાર હેગડે સામેલ છે.સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા આ સાંસદોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. 

— ANI (@ANI) September 14, 2020

સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા સાંસદોનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાંથી અત્યાર સુધી 24 સાંસદોનો રિપોર્ટ આવી ચુક્યો છે. સાંસદોના ટેસ્ટ માટે સંસદ પરિસરમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે સંસદના નિચલા ગૃહ એટલે કે લોકસભાની કાર્યવાહી સવારે 9 કલાકે શરૂ થઈ હતી. સાંસદોની હાજરી પૂરવાની રીત પણ બદલી ગઈ છે. હવે સાંસદો એટેન્ડેન્સ રજીસ્ટર એપ દ્વારા પોતાની હાજરી નોંધાવશે. સોમવારે ઘણા સાંસદોએ આ પ્રક્રિયાને સમજી હતી. લોકસભામાં સાંસદોના ડેસ્કની આગળ કાચની શીલ્ડ લગાવવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news