હંગામા મામલે મોટી કાર્યવાહી, રાજ્યસભાના 19 સાંસદ અઠવાડિયા માટે સસ્પેન્ડ
સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. મોંઘવારી, બેરોજગારી, જીએસટી અને તપાસ એજન્સીઓની કાર્યવાહી મુદ્દે વિપક્ષનો સતત હંગામો ચાલુ છે. હંગામાના પગલે રાજ્યસભાના 19 સભ્યોને સદનમાંથી એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. આ અગાઉ સોમવારે કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા.
Trending Photos
Parliament Monsoon Session 2022: સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. મોંઘવારી, બેરોજગારી, જીએસટી અને તપાસ એજન્સીઓની કાર્યવાહી મુદ્દે વિપક્ષનો સતત હંગામો ચાલુ છે. હંગામાના પગલે રાજ્યસભાના 19 સભ્યોને સદનમાંથી એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. આ અગાઉ સોમવારે કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા.
વિપક્ષના 19 સાંસદ સસ્પેન્ડ
સદનમાં ગેરવર્તણૂંક કરવા બદલ રાજ્યસભામાંથી વિપક્ષના 19 સાંસદોને રાજ્યસભામાંથી અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ટીએમસીના સુષ્મિતા દેવ, મૌસમ નૂર, શાંતા છેત્રી, ડો. શાંતનુ સેન, અભી રંજન બિસ્વાર, મોહમ્મદ નદીમુલ હક, ડીએમકેના એમ હમામેદ અબ્દુલ્લા, ટીઆરએસના બી. લિંગા યાદવ, સીપીઆઈ(એમ)ના એ.એ રહિમ, ટીઆરએસ રવિહન્દ્રા વદીરાજુ, ડીએમકેના એસ કલ્યાણસુંદરમ, ડીએમકેના આર ગિરિરાજન, ડીએમકેના એન આર ઈલાંગો, સીપીઆઈ(એમ)ના ડો.વી શિવસુંદરન, ડીએમકેના એમ શાંનમુગમ, ટીઆરએસના દામોદર રાવ દિવકોન્ડા, સીપીઆઈના સંતોષકુમાર પી અને ડીએમકેના ડો.કનીમોઝી એનવીએન સોમુ સામેલ છે.
19 opposition Rajya Sabha MPs suspended for the remaining part of the week for storming well of the House and raising slogans https://t.co/cyLSmWIvd3 pic.twitter.com/wGvlQQLNF5
— ANI (@ANI) July 26, 2022
રાજ્યસભામાં હંગામો
પ્રશ્નકાળ દરમિયાન રાજ્યસભામાં વિપક્ષના સાંસદોએ ખુબ હંગામો કર્યો. ઉપસભાપતિ હરિવંશે વિપક્ષી સાંસદો દ્વારા બેનરો લહેરાવવા બદલ ખુબ નારાજગી પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આ સદનની ગરિમા વિરુદ્ધ છે. વિપક્ષના સંસદો અલગ અલગ મુદ્દાઓ પર વિરોધ જતાવી રહ્યા હતા અને વેલમાં પહોંચી ગયા હતા. વારંવાર આગ્રહ કરવા છતાં વિપક્ષી સભ્યો પોતાની સીટ પર ગયા નહીં. વિપક્ષના સાંસદો સરકાર પર નિશાન સાધી રહ્યા હતા. ઉપસભાપતિ સભ્યોને પ્રશ્નકાળ સંચાલિત કરવા દેવાની અપીલ કરતા રહ્યા પરંતુ સભ્યો માન્યા નહીં. ત્યારબાદ ઉપસભાપતિએ સદનની કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત પણ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે