Viral Video: પાણીપુરીવાળો કેટલું કમાય? આ Video જોઈને તમારી આંખો પહોળી થઈ જશે

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોએ કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરતા લોકોના મગજ ફેરવી નાખ્યા છે. કારણ છે આ પાણીપુરીવાળાની કમાણી. આ ક્લિપમાં એક વ્યક્તિ રસ્તા કિનારે પાણીપુરીની લારી ચલાવે છે અને જ્યારે તેની કમાણી વિશે તેને પૂછવામાં આવ્યું તો તેણે બધાના મોંઢા બંધ થઈ જાય તેવો જવાબ આપ્યો. 

Viral Video: પાણીપુરીવાળો કેટલું કમાય? આ Video જોઈને તમારી આંખો પહોળી થઈ જશે

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોએ કોર્પોરેટ સેક્ટરમાં નોકરી કરતા લોકોના મગજ ફેરવી નાખ્યા છે. કારણ છે આ પાણીપુરીવાળાની કમાણી. આ ક્લિપમાં એક વ્યક્તિ રસ્તા કિનારે પાણીપુરીની લારી ચલાવે છે અને જ્યારે તેની કમાણી વિશે તેને પૂછવામાં આવ્યું તો તેણે બધાના મોંઢા બંધ થઈ જાય તેવો જવાબ આપ્યો. રસ્તાના કિનારે પાણીપુરી વેચતા એક પાણીપુરીવાળાનો આ વીડિયો વાયરલ થયેલો વીડિયો છે. કોણ હશે જેને પાણીપુરી ન ભાવતી હોય? તમે પણ ક્યારેક તો બહારની પાણીપુરીનો ચટાકો લેતા જ હશો. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે આ પાણીપુરીવાળા કમાય છે કેટલું?

જો ન વિચાર્યું હોય તો આ વીડિયો ચોક્કસપણે જોઈ લેજો. કારણ કે આ વીડિયો જોઈને કોર્પોરેટમાં જોબ કરનારા લોકો પણ પાણીપુરીની લારી ચલાવવાનું વિચારતા હશે. કારણ કે જ્યારે પાણીપુરીવાળાએ પોતાનો એક દિવસનો નેટ પ્રોફિટ જણાવ્યો તો ઈન્ટરનેટ પર તો લોકોએ ફટાફટ હિસાબ કરી નાખ્યો. 

એક દિવસનો પ્રોફિટ
વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે યુવક રસ્તાના કિનારે પાણીપુરીની લારી ચલાવે છે. વીડિયો બનાવતા વ્યક્તિએ જ્યારે આ પાણીપુરીવાળાને પૂછ્યું કે તમારો ડેઈલી પ્રોફિટ કેટલો છે? તેના પર પાણીપુરીવાળાએ કહ્યું કે 25 તો વ્યક્તિએ અંદાજો લગાવ્યો કે 25 હજાર રૂપિયા?

જેના પર ભૈયાજીએ ક્લિયર કરીને કહ્યું કે દરરોજ 2500 રૂપિયા કમાય છે. પછી તો શું લોકોએ 30 દિવસનો હિસાબ પણ લગાવી લીધો. એ જોતા મહિને 75000 રૂપિયા થાય. બસ આ રકમ બાદ હવે પબ્લિક પોતાની કોર્પોરેટ જોબને જાણે કોસવા લાગી છે. 

જુઓ Video

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay (@vijay_vox_)

 

No description available.

આ વીડિયો પાંચ ડિસેમ્બરે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @vijay_vox_ થી પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે- રિલેટેબલ! છેલ્લી માહિતી મુજબ આ રિલને 15 લાખ લાઈક્સ અને 3 હજાર કમેન્ટ્સ સાથે 40 મિલિયન (4 કરોડ) વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકોએ વીડિયો જોયા બાદ પોતાના મની વાત પણ કમેન્ટ સેક્શનમાં લખી છે. જ્યાં તમામ યૂઝર વ્યક્તિના દિવસભરના પ્રોફિટને જાણ્યા બાદ હિસાબ લગાવવા લાગ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news