પાલઘર મોબ લિન્ચિંગ: જંગલોમાં છૂપાયેલા હત્યાના આરોપીઓને શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે પોલીસ

મહારાષ્ટ્રમાં પાલઘરના ગડચિંચલે ગામમાં બે સાધુઓ અને એક ડ્રાઈવરના મોબ લિન્ચિંગ મામલે તપાસમાં લાગેલી પોલીસ અને સીઆઈડીને શક છે કે આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ ગામના અનેક લોકો પાસેના જંગલોમાં છૂપાયેલા છે. પોલીસે હવે ડ્રોન દ્વારા આ લોકોની શોધ શરૂ કરી દીધી છે. 

પાલઘર મોબ લિન્ચિંગ: જંગલોમાં છૂપાયેલા હત્યાના આરોપીઓને શોધવા આકાશ પાતાળ એક કરી રહી છે પોલીસ

હર્ષદ પાટિલ, પાલઘર: મહારાષ્ટ્રમાં પાલઘરના ગડચિંચલે ગામમાં બે સાધુઓ અને એક ડ્રાઈવરના મોબ લિન્ચિંગ મામલે તપાસમાં લાગેલી પોલીસ અને સીઆઈડીને શક છે કે આ હત્યાકાંડને અંજામ આપ્યા બાદ ગામના અનેક લોકો પાસેના જંગલોમાં છૂપાયેલા છે. પોલીસે હવે ડ્રોન દ્વારા આ લોકોની શોધ શરૂ કરી દીધી છે. 

આ સાથે જ હજુ પણ ગડચિંચલે ગામમાં 150-200 જેટલા પોલીસ જવાનો તૈનાત છે. જે ગામ પર લોકોની હરકતો પર નજર રાખી રહ્યાં છે અને એ જાણવાની કોશિશ કરી રહ્યાં છે કે હત્યાકાંડમાં સામેલ બાકીના લોકો ક્યાં છૂપાયેલા છે. મહારાષ્ટ્ર પોલીસ 300થી વધુ આરોપીઓની ડ્રોનની મદદથી શોધ કરી રહી છે. પોલીસે આ મામલે અગાઉ 101 લોકોને પકડ્યા છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે 16 એપ્રિલના રોજ પાલઘરમાં બે સાધુઓ અને તેમના ડ્રાઈવરની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ મામલે થયેલી એફઆઈઆરમાં 5 આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. જેમાં જયરામ ભાવર, મહેશ સીતારામ રાવતે, ગણેશ દેવજી રાવ, રામદાસ રૂપજી અસારે અને સુનીલ સોમજી રાવતે સામેલ છે. જેમના પર કલમ 302 હત્યા, 120 બી, 427, 147, 148, 149, 188 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news