Jammu-Kashmir માં આતંકવાદી હુમલા માટે Social Media નો ઉપયોગ, Pakistan કરી રહ્યું છે મોટું કાવતરું
તમને જણાવી દઇએ કે એજન્સીઓએ લગભગ 100 એવા એકાઉન્ટ્સ (Fake Social Media Accounts)ની ઓળખ કરી છે, જે ટેલીગ્રામ (Telegram), ફેસબુક (Facebook) અને ટ્વિટર (Twitter) પર એક્ટિવ છે.
Trending Photos
શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી હુમલા માટે (Terrorist's Attack in Jammu-Kashmir) આતંકવાદી સંગઠન સોશિયલ મીડિયા (Social Media)નો ઉપયોગ કરી રહ્યા છે. આતંકવાદી સોશિયલ મીડિયા પર અલગ-અલગ નામથી બનેલા એકાઉન્ટ્સ (Fake Social Media Accounts) દ્રારા કાશ્મીરમાં હાજર આતંકવાદીઓને હુમલાના નિર્દેશ આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા દ્વારા આતંકવાદી હુમલાનું કાવતરું
તમને જણાવી દઇએ કે એજન્સીઓએ લગભગ 100 એવા એકાઉન્ટ્સ (Fake Social Media Accounts)ની ઓળખ કરી છે, જે ટેલીગ્રામ (Telegram), ફેસબુક (Facebook) અને ટ્વિટર (Twitter) પર એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર એવા જ એક એકાઉન્ટ દ્વારા ગત થોડા દિવસોથી સુરક્ષા એજન્સીઓના કેમ્પ અને પોલીસ સ્ટેશન પર હુમલાની સાથે-સાથે લોન વુલ્ફ એટેક કરવાનાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
ગુપ્તચર એજન્સીઓને મળી મોટી સફળતા
Zee મીડિયાને મળી જાણકારીના અનુસાર, ગુપ્તચર એજન્સીઓએ જે એકાઉન્ટ્સની ઓળખ કરી છે. તેમને પાકિસ્તાન (Pakistan)થી ઓપરેટ કરવામાં આવી રહ્યા ચે. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે પાકિસ્તાન ગુપ્તચર એજન્સીઓ આઇએસઆઇ (ISI)આતંકવાદીઓને હુમલાના ટાર્ગેટ આપવા માટે એવા એકાઉન્ટ્સનો સહારો લઇ રહ્યા છે.
આતંકવાદી સંગઠનોમાં ખળભળાટ
જોવામાં આવે તો જે પ્રકારે સુરક્ષા એજન્સીઓએ જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાનથી મળનાર હવાલાની ફડિંગ અને સીમા પાર અવાર નવાર થનાર ઘૂસણખોરીને ખૂબ ઓછી કરવામાં આવી છે. તેને આતંકવાદી સંગઠનોમાં ખળભળાટ મચી ગયો છે.
પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓના આકાઓએ આ વાતનો ડર સતાવી રહ્યો છે ફોન અથવા સેટેલાઇટનો ઉપયોગ સુરક્ષિત નથી, એવામાં અલગ-અલગ નામથી સોશિયલ મીડિયા પર એકાઉન્ટ્સ બનાવવામાં આવેલા એજન્સીઓની આ એકાઉન્ટ્સ પર નજર છે. કોઇપણ કાવતરાને સફળ થવા દેવામાં નહી આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે