ભારતીય સેનાના અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવી પાકિસ્તાન ચલાવી રહ્યું છે પ્રોપગેન્ડા
પાકિસ્તાને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોના ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવવા માટે 200થી વધારે હેડલર્સને હાયર કર્યા છે
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદથી અકળાયેલા પાકિસ્તાને હવે સોશિયલ મીડિયા દ્વારા ભારતની સામે ષડયંત્ર રચવાનું શરૂ કર્યું છે. મળતી માહીત અનુસાર પાકિસ્તાને ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોના ટ્વિટર પર ફેક એકાઉન્ટ બનાવવા માટે 200થી વધારે હેડલર્સને હાયર કર્યા છે. પાકિસ્તાને આ હાયરિંગ ભારતીય સેનાના અધિકારીઓના નામનો ઉપયોગ કરી તેમના નકલી પ્રચાર કરવા માટે કર્યો છે.
પાકિસ્તાન દ્વારા સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવી રહેલા આ ફેક એકાઉન્ટ વિશે ભારતીય સેનાએ ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફરિયાદ કરી છે.
આ પણ વાંચો:- અયોધ્યા કેસ: CJIએ કહ્યું- 18 ઓક્ટોબર સુધીમાં દલીલો પૂર્ણ કરો, ચુકાદો લખવા માટે અમને 4 અઠવાડિયાની જરૂર છે
એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ગત એક મહિતાનામાં 50થી વધારે ટ્વિટર એકાઉન્ટને સમાપ્ત કરવામાં આવ્યા છે અને 1000થી વધુ અકાઉન્ટ પર કાર્યવાહી ચાલી રહી છે.
આ તમામ ખાતા પાકિસ્તાની સેનાની ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા પીઓકે ને જમ્મુ કાશ્મીરની સ્થિતિ વિશે ખોટી જાણકારી આપવા માટે કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત હાલમાં જ પાક સેનાએ પીઓકેમાં કેટલાક ફેક વીડિયો શૂટ કર્યા છે, જેમાં તેમણે જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા અત્યાચર કરવામાં આવતો હોવાનો ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે