પાકિસ્તાને અખનૂર સેક્ટરમાં 4 કલાક કર્યો ગોળીબાર, ભારતે આપ્યો સણસણતો જવાબ
પાકિસ્તાન સેનાએ રવિવાર મોડી રાત્રે લગભગ 3 વગ્યે અખનુર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. તેનો ભારતીય સેનાએ સણસણતો જવાબ આપ્યો છે. ત્યારબાદ આ ગોળીબાર સોમવાર સવારે 06:30 વાગે બંધ થઇ ગયો હતો.
Trending Photos
જમ્મૂ: પાકિસ્તાનની સેનાએ સોમવારે ફરી એકવાર સીમા પર સીઝફાયર ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનની સેના તરફથી અખનુર સેક્ટરમાં ગામ અને અગ્રિમ ભારતીય ચોકીઓઓ પણ લગભગ 4 કલાક ગોળીબાર કર્યો છે. પાકિસ્તાન સેનાએ રવિવાર મોડી રાત્રે લગભગ 3 વગ્યે અખનુર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. તેનો ભારતીય સેનાએ સણસણતો જવાબ આપ્યો છે. ત્યારબાદ આ ગોળીબાર સોમવાર સવારે 06:30 વાગે બંધ થઇ ગયો હતો.
રક્ષા વિભાગના એક પ્રવક્તાએ કહ્યું કે, બોર્ડર પારછી ગોળીબાર મોડી રાત્રે લગભગ ત્રણ વાગે શરૂ થઇ જે સવારે સાડા છ વાગ્યા સુધી ચાલ્યો હતો. તેમણે જણાવ્યું કે પાકિસ્તાને વગર કોઇ ઉશ્કેરણીએ અગ્રિમ ચોકીઓ અને ગામ પર મોર્ટાર અને નાના શેલ શરૂ કરવામાં આવ્યા હતા.
પ્રવક્તાએ કહ્યું કે, ભારતીય સેનાએ પણ તેનો સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત તરફથી કોઇ જાનહાની થયાની કોઇ સમાચાર નથી. રાજોરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં શનિવાર બપોરે બે કલાક સુધી બોર્ડર પારથી થયેલા ગોળીબાર ઉપરાંત શુક્રવાર રાતથી નિયંત્રણ રેખા પર શાંતિ હતી.
આ શાંતિ કાળમાં બોર્ડર પાસેના રહેવાસીઓને બોર્ડર પારથી ગોળીબારથી ધણી રાહત મળી, વિશેષકર પુંછ અને રાજોરી જિલ્લામાં જ્યાં પાકિસ્તાને 50થી વધારે વખત સંધર્ષ વિરામનું ઉલ્લંધન કર્યું છે. તેમા એક પરિવારના સભ્યો સહિત ચાર લોકોનું મોત થયું છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.
જૈશ-એ-મોહમ્મદના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા બાદ ભારતે 26 ફેબ્રુઆરીએ ખૈબર પખ્તુનખ્વા જિલ્લાના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શિબિર પર હુમલા કર્યા બાદ પાકિસ્તાન દ્વારા સંધર્ષ વિરામનુ ઉલ્લંઘન વધી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે