ધર્મ પરિવર્તન મામલે ચોંકાવનારો ખુલાસો! બ્રાહ્મણ યુવતીઓને કરાતી હતી ટાર્ગેટ, સાંભળો આ Audio
ધર્માતરણ મામલે ધરપકડ કરાયેલા મૌલાના કલીમ સિદ્દીકી પર થઈ રહેલા ખુલાસા ખુબ જ ચોંકાવનારા છે અને હવે ખબર પડી રહી છે કે મૌલાના કલીમ સિદ્દીકી જેહાદી વિચારવાળા છે.
Trending Photos
લખનઉ: ધર્માતરણ મામલે ધરપકડ કરાયેલા મૌલાના કલીમ સિદ્દીકી પર થઈ રહેલા ખુલાસા ખુબ જ ચોંકાવનારા છે અને હવે ખબર પડી રહી છે કે મૌલાના કલીમ સિદ્દીકી જેહાદી વિચારવાળા છે. તેમનું માનવું છે કે દરેક હિન્દુએ મુસલમાન બની જવું જોઈએ અને હવે આ મામલે પાકિસ્તાનનું કનેક્શન પણ સામે આવ્યું છે. કહેવાય છે કે કલીમ સિદ્દીકીના પાકિસ્તાન સાથે સંબંધ હતા અને ફંડિંગ અંગે પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન તરફથી ટેક્નિકલ સપોર્ટ પણ મળી રહ્યો હતો.
જેહાદી છે મૌલાના કલીમ સિદ્દીકી
મૌલાના કલીમ સિદ્દીકીનું નામ મોટું છે. મહોબ્બત તો 24 કલાક તેમની જુબાનથી ટપક્યા કરે છે અને ખુબ ભણેલા ગણેલા હોવાનું પણ કહેવાય છે. કહે છે કે મેરઠથી બીએસસીની ડિગ્રી લીધી છે અને તેમની ઉંમર હવે 63-64 થઈ ચૂકી છે. પરંતુ મૌલાના કલીમ સિદ્દીકી જેહાદી તબીયતના છે. તેમનું માનવું છે કે દરરોજ એક લાખ 24 હજાર લોકો નરકની આગમાં હોમાઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે મુસલમાન બની જાઓ અને જન્નત મેળવો.
5 લાખથી વધુ ગેરકાયદે ધર્મપરિવર્તન
મૌલાના કલીમ સિદ્દીકીનો ટાર્ગેટ તો સમગ્ર ધરતીને મુસલમાન બનાવવાનો છે. પરંતુ ભારતમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ ગેરકાયદેસર ધર્મપરિવર્તન કરાવી ચૂક્યા છે. ધર્મપરિવર્તન માટે કોઈ પણ નિયમ, કાયદો, વિધાન સંવિધાનના ચીથરા સુદ્ધા ઉડાવી શકે છે.
વિદેશી ફંડિંગ મેળવવાનો ગંભીર આરોપ
યુપી એટીએસએ ગેરકાયદેસર ધર્મપરિવર્તન કેસ મામલે મુઝફ્ફરનગરના મૌલાના કલીમ સિદ્દીકીની ધરપકડ કરી છે. કલીમ સિદ્દીકીને મેરઠના લિસાડીગેટ પોલીસ મથક વિસ્તારથી પકડવામાં આવ્યો હતો. જમીયત-એવલીઉલ્લાહ અને ગ્લોબલ પીસ સેન્ટરના પ્રેસિડેન્ટ કલીમ સિદ્દીકી પર ગેરકાયદેસર ધર્માંતરણ રેકેટ ચલાવવાનો અને હવાલાથી વિદેશી ફંડિંગ મેળવવાનો ગંભીર આરોપ છે. મૌલાના પર હવાલા દ્વારા 3 કરોડ રૂપિયા ગેરકાયદેસર ફંડિંગ મેળવવાનો ખુલાસો થયો છે. જેમાંથી દોઢ કરોડ તો બહેરીનથી આવ્યા છે અને બાકીના ફંડની તપાસ ચાલુ છે.
#EXCLUSIVE : मौलाना कलीम के वायरल ऑडियो से बड़ा खुलासा, धर्मांतरण के लिए निशाने पर थी ब्राह्मण की लड़कियां, सुनें ऑडियो #MaulanaKaleemSiddiqui #MaulanaKaleemSiddiquiAudio
अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwSi4S pic.twitter.com/JdYVevSapk
— Zee News (@ZeeNews) September 23, 2021
આ રીતે ખુલી મૌલાના કલીમ સિદ્દીકીની કુંડળી
તેઓ ફક્ત ફંડિંગથી જ ધર્મપરિવર્તન જેહાદની લડાઈ નહતા લડતા પરંતુ તેઓ પોતાની મૌલાના છબીનો ઉપયોગ લોકોને ડરાવવા, ધમકાવવા અને જન્નત-દોજખનો મર્મ સમજાવવા માટે પણ કરતા હતા. મૌલાના કલીમ સિદ્દીકીના અનેક વીડિયો એવા મળી જશે, જેમાં તે પોતાની વાતોથી હિન્દુઓને મુસલમાન બનાવવાની જેહાદી કોશિશ કરતા જોવા મળશે. પરંતુ તેમના ગુનાની કુંડળી તો ત્યારે ખુલી જ્યારે દવાહ સેન્ટરવાળા ઉમર ગૌતમે તેમની પોલ ખોલી.
20 જૂનના રોજ પકડાયેલા ઉમર ગૌતમે પૂછપરછમાં કલીમ સિદ્દીકીનું નામ લીધુ હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ ઉમર ગૌતમે જ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ધર્મપરિવર્તન માટે ફંડિંગનું કામ કલામ સિદ્દીકી પણ કરે છે. ઉમર ગૌતમના દાવા મુજબ કલીમ સિદ્દીકીએ અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોનું ધર્મપરિવર્તન કરાવ્યું છે. કલીમ સિદ્દીકીની ધરપકડ અગાઉ યુપી એટીએસ જ્યારે ઉમર ગૌતમના ગુનાના પુરાવા ભેગા કરવા લાગી તો જાણવા મળ્યું કે દિવ્યાંગો, ગરીબ-લાચાર લોકો, યુવતીઓનું ગેરકાયદેસર ધર્મપરિવર્તન કરાવવાના આ રેકેટને 57 કરોડ રૂપિયાથી વધુનું ગેરકાયદેસર ફંડિંગ કરાયું હતું. અને તે પૈસા ક્યાં વપરાયા તેનો કોઈ હિસાબ નહતો. ત્યારબાદ 10 લોકોની ધરપકડ કરવામાં આવી. 6 આરોપીઓ વિરુદ્ધ તો ચાર્જશીટ પણ થઈ છે. 4 આરોપીઓની તપાસ હજુ ચાલુ છે. હવે આ પાંચમો મૌલાના એટીસને હાથ ચડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે