લો બોલો ! રાફેલ પુજન મુદ્દે રાજનાથ સિંહના બચાવમાં પાકિસ્તાની આર્મીનો સંદેશ

ભારત વિરુદ્ધ સતત નિવેદનબાજી કરનારા પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફૂરે ગુરૂવારે સંરક્ષણમંત્રી રાજનાથસિંહની રાફેલની શસ્ત્ર પુજાનો બચાવ કર્યો. ફ્રાંસ તરફથી પહેલા રાફેલ ફાઇટર જેટ મળ્યા બાદ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે શસ્ત્ર પુજા કરી હતી જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ. હવે પાકિસ્તાની આર્મીના પ્રવક્તા આસિફ ગફુરે કહ્યું કે, રાફેલ પુજામાં કાંઇ પણ ખોટુ નથી કારણ કે તે ધર્મની અનુરૂપ છે.
લો બોલો ! રાફેલ પુજન મુદ્દે રાજનાથ સિંહના બચાવમાં પાકિસ્તાની આર્મીનો સંદેશ

નવી દિલ્હી : ભારત વિરુદ્ધ સતત નિવેદનબાજી કરનારા પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફૂરે ગુરૂવારે સંરક્ષણમંત્રી રાજનાથસિંહની રાફેલની શસ્ત્ર પુજાનો બચાવ કર્યો. ફ્રાંસ તરફથી પહેલા રાફેલ ફાઇટર જેટ મળ્યા બાદ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે શસ્ત્ર પુજા કરી હતી જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઇ. હવે પાકિસ્તાની આર્મીના પ્રવક્તા આસિફ ગફુરે કહ્યું કે, રાફેલ પુજામાં કાંઇ પણ ખોટુ નથી કારણ કે તે ધર્મની અનુરૂપ છે.

શી જિનપિંગ ચેન્નાઈ પહોંચ્યા, મહાબલીપુરમમાં PM મોદી સાથે થશે અનૌપચારિક વાતચીત
ગફુરે ટ્વીટ કર્યું, રાફેલ પુજામાં કંઇ પણ ખોટુ નથી કારણ કે આ ધર્મ સમ્મત છે અને તેનું સન્માન કરવામાં આવવું જોઇએ. કૃપા કરીને યાદ રાખો... તે માત્ર મશી નથી કે જે મહત્વ ધરાવે છે પરંતુ મશીનને ચલાવવાનું જનુન અને સંકલ્પનું મહત્વ ધરાવે છે. જો કે ત્યાર બાદ આસિફ ગફુરે પોતાની વાયુસેના પાસે હાલની શાહીન મિસાઇલનો પણ ઉલ્લેખ કરી દીધો. ગફુરે લખ્યું કે પાકિસ્તાની એરફોર્સને શાહીન પર ગર્વ છે. આ અગાઉ ઇમરાન ખાન સરકારમાં મંત્રી ફવાદ ચૌધરીએ ભારતને મળેલા ફ્રાંસીસી ફાઇટર વિમાન રાફેલની મજાક ઉડાવી હતી. ગુરૂવારે ફવાદ ચૌધરીએ લીંબુ મરચા સાથેની રાફેલ વિમાનની એક તસ્વીર ટ્વીટ કરીને વ્યંગ કર્યો હતો.

PM મોદી પહોંચ્યા મહાબલીપુરમ, શી જિનપિંગ સાથે આ મુદ્દાઓ પર થઈ શકે છે વાતચીત 
8 ઓક્ટોબરે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે 36 ફ્રાંસીસી રાફેલ ફાઇટર જેટની પહેલી ખેપ રિસીવ કરી હતી. વિજયા દશમી પ્રસંગે તેમણે શસ્ત્રપુજન પણ કર્યું હતું. સંરક્ષણ મંત્રીએ રાફેલ એરક્રાફ્ટ પર ઓમ લખ્યું હતું અને ફુલ, નારિયેળ ચડાવ્યા હતા. રાફેલને ખરાબ નજરથી બચાવવા માટે લીંબુ પણ લટકાવ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસ પાર્ટીએ શસ્ત્ર પુજાની ટીકા કરી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ સિંહની શસ્ત્ર પુજાનો તમાશો કહ્યો હતો. કોંગ્રેસ નેતા ઉદિત રાજે પણ વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે, જે દિવસે આ દેશમાં અંધવિશ્વાસ ખતમ થઇ જશે તે દિવસે ભારત પોતાનાં રાફેલ ફાઇટર જેટ બનાવવાનું ચાલુ કરી દેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news