પાક.ની નાપાક હરકતો ચાલુ, સીઝ ફાયરમાં 3 નાગરિકોનાં મોત, 2 રેન્જર્સ ઠાર મરાયા
ભારતીય સૈનિકોની કાર્યવાહીમાં બે પાકિસ્તાની રેન્જર્સને ઠાર મારવામાં આવ્યા છે, સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, સીઝફાયરનું ઉલ્લંઘન ચાલી રહ્યું છે
Trending Photos
જમ્મુ : વિંગ કમાન્ડર અભિનંદનને પરત મોકલીને શાંતિની વાતો કરનારા પાકિસ્તાનનું બેવડું વલણ સામે આવ્યું છે. એક તરફ શુક્રવારેસાંજે અભિનંદન ભારત પરત ફરી રહ્યા હતા તો બીજી તરફ પાકિસ્તાન સીમા પારથી ગોળીબાર પણ કરી રહ્યો હતો. એલઓસી પાકિસ્તાની સેના તરફથી સીઝફાયર ઉલ્લંઘનમાં 3 નાગરિકોનાં મોત થયાના સમાચાર છે. શુક્રવારે સાંજથી જ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન ચાલી રહ્યું છે, જેનું ભારતીય સુરક્ષાદળો દ્વારા મુંહતોડ જવાબ અપાઇ રહ્યો છે.
પાકિસ્તાની અખબાર ડોનના અનુસાર ભારતીય સૈનિકોની કાર્યવાહીમાં બે પાકિસ્તાની રેન્જર્સ ઠાર મરાયા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે શનિવારે પણ પાકિસ્તાનની તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. રાજોરી જિલ્લા પર રહેલી એલઓસી સીમામાં પાકિસ્તાનનાં સીઝફાયર ઉલ્લંઘનનું ભારતીય સૈનિકોની તરફથી મુંહતોડ જવાબ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી બપોરે 12.30 વાગ્યે નૌશેરા સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવ્યો.
પાકિસ્તાની ફાયરિંગમાં એક મહિલા અને બે બાળકોનાં મોત
આ અગાઉ પુંછ જિલ્લાનાં કૃષ્ણા ખીણ સેક્ટર પાકિસ્તાનનું ફાયરિંગમાં એક યુવતી અને બે બાળકોનાં મોત થયા હતા. આ ઉપરાંત બે સૈનિકો સહિત અનેક લોકોના ઘાયલ થયા હોવાનાં સમાચાર પણ આવી રહ્યા છે. અત્યાર સુધી પાકિસ્તાની ફાયરિંગમાં ભારતીયોનાં મરવાની સંખ્યા વધીને 4 થઇ ચુકી છે.
5માં દિવસે પણ બંધ રહી શિક્ષણ સંસ્થાઓ
પાકિસ્તાન તરફથી હાલમાં જ થયેલા ફાયરિંગમાં કોઇ ભારતિય નાગરીકના હતાહત થયા હોવાના સમાચાર નથી. જો કે પાકિસ્તાન ફાયરિંગને ધ્યાને રાખીને એલઓસીનાં 5 કિલોમીટરનાં વર્તળમાં રહેલી શિક્ષણ સંસ્થાઓ બંધ કરવામાં આવી. ડિફેન્સ પ્રવક્તાએ કહ્યું કે, ભારતીય સુરક્ષા દળ હાઇએલર્ટ પર છે. આંતરરાષ્ટ્રીય સીમા અને એલઓસી પર કડક નજર રાખવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે