પાકિસ્તાની નાગરિક મુનાબાવમાં સરહદ પાર કરીને ઘુસી આવ્યો, BSFના હાથે પકડાયો

રાજસ્થાનના બાડમેર જિલ્લાના મુનાબાવ અકલી ગામને અડીને આવેલી પાકિસ્તાની સરહદ પર એક નાગરિક તારની વાડ પાર કરીને ભારતીય સરહદમાં ઘુસી આવ્યો હતો 
 

પાકિસ્તાની નાગરિક મુનાબાવમાં સરહદ પાર કરીને ઘુસી આવ્યો, BSFના હાથે પકડાયો

જયપુરઃ રાજસ્થાનના બાડમેર જિલ્લાના મુનાબાવ અકલી ગામને અડીને આવેલી પાકિસ્તાની સરહદ પર એક નાગરિક તારની વાડ પાર કરીને ભારતીય સરહદમાં ઘુસી આવ્યો હતો. ગ્રામીણોને આ યુવક શંકાસ્પદ જણાતા તેમણે બીએસએફને જાણ કરી હતી. બીએસએફ તેને પકડીને લઈ ગઈ છે અને તે એકલો જ આવ્યો છે કે પછી તેની સાથા બીજા પણ કેટલાક લોકો સરહદમાં ઘુસી આવ્યા છે તેની માહિતી મેળવી રહી છે. 

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસેલા છે અને બંને પક્ષે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. કાશ્મીરમાં એલઓસી પરથી તો ઘણી વખત ઘુસણખોરી કરવામાં આવે છે, પરંતુ રાજસ્થાનની બોર્ડર પર ક્યારેક જ આવી ઘટના જોવા મળતી હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજસ્થાન સરહદને તારની વાડથી સીલ કરવામાં આવી છે. અહીં દાણચોરો અને ક્યારેક ઘુસણખોરો બોર્ડર ક્રોસ કરીને ઘુસી આવતા હોય છે. 

ખેતરમાં મળ્યા ફુગ્ગા
શ્રીગંગાનગર-હનુમાનગઢ માર્ગ પર લાલગઢ છાવણીની નજીક લાલગઢ જાટાન ગામના એક ખેતરમાં પાકિસ્તાની ફુગ્ગા મળી આવ્યા હતા. બલવંત સિંહના ખેતરમાંથી 17 ફુગ્ગા મળ્યા હતા, જેમાંથી ત્રણ ફુગ્ગામાં હવા ભરેલી હતી. આ ફુગ્ગા પર 'આઈ લવ પાકિસ્તાન' લખેલું છે. પોલીસે જણાવ્યું કે, સરહદ પર આ પ્રકારની ઘટનાઓ અવાર-નવાર જોવા મળતી હોય છે, તેમાં શંકાસ્પદ જેવું કશું જ નથી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news