CBI રિમાન્ડમાં ચિદમ્બરમે આ રીતે પસાર કરી રાત, સવારે ચા પીધા બાદ ફરીથી પૂછપરછ શરૂ

આઈએનએક્સ મીડિયા મામલે પૂછપરછ માટે સ્પેશિયલ કોર્ટ દ્વારા સીબીઆઈની પાંચ દિવસની રિમાન્ડમાં છે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ. મોડી રાત સુધી તેમની પૂછપરછ ચાલી.

CBI રિમાન્ડમાં ચિદમ્બરમે આ રીતે પસાર કરી રાત, સવારે ચા પીધા બાદ ફરીથી પૂછપરછ શરૂ

નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા મામલે પૂછપરછ માટે સ્પેશિયલ કોર્ટ દ્વારા સીબીઆઈની પાંચ દિવસની રિમાન્ડમાં છે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ. મોડી રાત સુધી તેમની પૂછપરછ ચાલી. ત્યારબાદ તેમને સૂવા મળ્યું. જો કે સવારે 7 વાગ્યા પહેલા તેઓ ઉઠી ગયા અને ત્યારબાદ ચા પીને તેમની ફરીથી પૂછપરછ ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ગુરુવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમને આઈએનએક્સ મીડિયા મામલે પૂછપરછ માટે સીબીઆઈની પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા હતાં. સ્પેશિયલ જજ અજય કુમાર કુહારે આ ચુકાદો આપ્યો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જજે ચુકાદો અનામત રાખ્યો હતો. થોડા સમય બાદ ચુકાદો આપવામાં આવ્યો.

જુઓ LIVE TV

કોર્ટે એમ પણ કહ્યું કે ચિદમ્બરના પરિવારના સભ્યો અને તેમના વકીલ તેમને મળવા માટે સ્વતંત્ર હશે. સીબીઆઈનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વરિષ્ઠ કોંગ્રેસી નેતા ચિદમ્બરમની કસ્ટડીની માગણી કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news