Organic Farming: ગજબ ભેજું...આ વ્યક્તિ ઘરના ધાબે ખેતી કરીને દર વર્ષે કમાય છે 70 લાખ રૂપિયા 

Organic Farming On Terrace Of House:  ઓર્ગેનિક ખેતીમાં કેમિકલ ફર્ટિલાઈઝર અને કીટનાશકોનો ઉપયોગ થતો નથી અને રામવીર પણ આ જ કરે છે. પરંતુ તેઓ પોતાના ઘરના ધાબે ઓર્ગેનિક ખેતી કરે છે અને તેનાથી વાર્ષિક લગભગ 70 લાખ રૂપિયાની કમાણી કરે છે. 

Organic Farming: ગજબ ભેજું...આ વ્યક્તિ ઘરના ધાબે ખેતી કરીને દર વર્ષે કમાય છે 70 લાખ રૂપિયા 

Organic Farming On Terrace Of House: દુનિયામાં ખાણીપીણીના તરીકાઓની તો ખુબ ચર્ચા થઈ રહી છે. લોકો હવે ખાવા પીવાને લઈને ખુબ સતર્કતા વર્તી રહ્યા છે. પરંતુ એ વાત પણ સાચી છે કે ખાવા મામલે કેમિકલ્સનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે જ્યારે બીજી બાજુ ઓર્ગેનિક ખેતીનું ચલણ પણ ઝડપથી વધી રહ્યું છે. અનેક લોકો એવા છે જે આ પ્રકારે ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જેમાંથી એક રામવીર પણ છે. 

ઘરના ધાબે ઓર્ગેનિક ખેતી
ઉત્તર પ્રદેશના બરેલીના રહીશ રામવીર એકવાર ફરીથી ચર્ચામાં છે. આમ તો તેઓ ઓર્ગેનિક ખેતી લાંબા સમયથી કરી રહ્યા છે પરંતુ તેઓ ખુબ જ હોશિયારીથી આ કામ કરે છે. ઓર્ગેનિક ખેતીમાં કેમિકલ ફર્ટિલાઈઝર અને કીટનાશકોનો ઉપયોગ થતો નથી અને રામવીર પણ આ જ કરે છે. પરંતુ તેઓ પોતાના ઘરના ધાબે ઓર્ગેનિક ખેતી કરે છે અને તેનાથી વાર્ષિક લગભગ 70 લાખ રૂપિયાની કમાણી કરે છે. 

ઘરને ખેતરમાં ફેરવી નાખ્યું
મીડિયા રિપોર્ટ્સ મુજબ રામવીર પાસે વિમ્પા ઓર્ગેનિક અને હાઈડ્રોપોનિક્સ નામની એક કંપની છે. તેમણે પોતાના ઘરને લગભગ ખેતરમાં ફેરવી નાખ્યું છે. રાનવીર ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે પહેલા મીડિયામાં કામ કર્યું અને ત્યારબાદ ગામડે પાછા ફરીને ખેતીમાં મન પરોવ્યું. પહેલા ઓર્ગેનિક ખેતીમાં હાથ અજમાવ્યો અને સફળતા મળી તો હાઈડ્રોપોનિક સિસ્ટમથી શાકભાજી ઉગાડવા લાગ્યા. હાલમાં જ ગ્રીન બેલ્ટ એન્ડ રોડ ઈન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ એરિક સોલહેમે પણ રામવીર અંગે ટ્વીટ કરી હતી. 

આ Video પણ ખાસ જુઓ...

સફળ ઓર્ગેનિક ફાર્મર તરીકે ઓળખ
તેમણે પોતાના ત્રણ માળના ઘરને સંપૂર્ણ રીતે હાઈડ્રોપોનિક સિસ્ટમમાં ફેરવી દીધુ છે. 10 હજારથી વધુ પ્લાન્ટ લાગેલા છે. એટલું જ નહીં તેઓ દેશના અલગ અલગ રાજ્યોમાં અન્ય લોકોના ઘરમાં પણ હાઈડ્રોપોનિક સિસ્ટમ મોડલ ડેવલપ કરી રહ્યા છે. તેનાથી વાર્ષિક 70થી 80 લાખ રૂપિયાનો તેમનો બિઝનેસ થઈ રહ્યો છે. તેઓ કહે છે કે લોકો કેમિકલનો ભોગ બની રહ્યા છે. જો  આપણે આપણી જાતને અને પોતાના લોકોને બચાવવા હોય તો પોતે ખેતી કરવી પડશે અને તે પણ ઓર્ગેનિક રીતે. રામવીર સમય સાથે ઓર્ગેનિક ફાર્મિકનો દાયરો વધારતા ગયા અને સફળ ઓર્ગેનિક ફાર્મર તરીકે તેમની ઓળખ બની. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news