બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ પર વિપક્ષી પાર્ટીઓ અને ચૂંટણી કમિશનની આજે બેઠક

આ પાર્ટીઓમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, બસપા, જદ (એસ), તેલુગૂ દેશમ પાર્ટી, રાકાંપા, સપા, માકપા, રાજદ, દ્વમુક, ભાકપા, વાઇએસઆર કોંગ્રેસ, કેરલ કોંગ્રેસ મણિ અને એઆઇયૂડીએફ સામેલ છે.

બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ પર વિપક્ષી પાર્ટીઓ અને ચૂંટણી કમિશનની આજે બેઠક

નવી દિલ્હી: વિપક્ષી પાર્ટીઓ અને ચૂંટણી કમિશન વચ્ચે સોમવારે પ્રસ્તાવિત બેઠકમાં મોટાભાગની પાર્ટીઓ આગામી ચૂંતણીમાં મતપત્રની વકિલાત કરશે. ચૂંટણી કમિશને સોમવારે સાત રાષ્ટ્રીય અને 51 રાજ્ય સ્તરીય પાર્ટીઓને ચૂંટણી સંબંધી મુદ્દાઓ પર ચર્ચા માટે આયોજિત બેઠકમાં આમંત્રિત કરી છે. તેમાં મતદાર યાદીએ, રાજકીય પક્ષોનો ખર્ચ અને વાર્ષિક અંકેક્ષિત રિપોર્ટ સમય પર દાખલ કરવા સહિત ઘણા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. એનડીએના ઘટક દળ શિકસેના સહિત 67 રાજકિય પક્ષોના મતપત્ર દ્વારા ચૂંટણી કરવા પર ભાર મુક્યો છે. 

આ પાર્ટીઓમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, બસપા, જદ (એસ), તેલુગૂ દેશમ પાર્ટી, રાકાંપા, સપા, માકપા, રાજદ, દ્વમુક, ભાકપા, વાઇએસઆર કોંગ્રેસ, કેરલ કોંગ્રેસ મણિ અને એઆઇયૂડીએફ સામેલ છે. વિપક્ષી પાર્ટીના એક નેતાએ આઇએએનએસે કહ્યું 'અમે નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી માટે મતપત્ર પર ભાર મુકશે. અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ઇવીએમ ટેંપર પ્રૂફ નથી.'

તેમણે કહ્યું કે 'અમે સાથે જ એ મુદ્દો પણ ઉઠાવીશું કે ચૂંટણી ખર્ચ ઉમેદવારની સાથે રાજકીય પક્ષોનો પણ નિર્ધારિત હોવો જોઇએ.'' ચૂંટણી કમિશન આ બેઠકમાં જોકે એજન્ડામાં કેંદ્ર અને રાજ્યમાં એકસાથે ચૂંટણી કરાવવાના મુદ્દે સામેલ કરવામાં આવ્યા નથી. મોટાભાગની વિપક્ષી પાર્ટીઓએ વિધિ આયોગની સમક્ષ કહ્યું કે આ વ્યાવહરિક નથી. 

(ઇનપુટ-આએએનએસ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news