હવે ખરો ખેલ શરૂ! આગામી લોકસભા ચૂંટણીમાં NDA ને ટક્કર આપશે વિપક્ષનું મહાગઠબંધન 'INDIA'
હાલ વિપક્ષની બેંગલુરુમાં બેઠક ચાલી રહી છે. ગઈ કાલે એટલે કે 17 જુલાઈએ બેઠકનો પહેલો દિવસ અનૌપચારિક હતો, જેમાં ચર્ચા બાદ ડિનરનું આયોજન થયું હતું. ત્યારબાદ આજે ઔપચારિક બેઠક થઈ. જેમાં મહાગઠબંધનના નામ પર વિચાર વિમર્શ થયો. ગત રાતની બેઠકમાં તમામ પક્ષોને નામ સૂચવવા માટે કહ્યું હતું અને આજની બેઠક દરમિયાન તેના પર ચર્ચા કરવામાં આવી અને આજની બેઠક દરમિયાન તેના પર ચર્ચા થઈ
Trending Photos
વિપક્ષી દળોની બેંગલુરુમાં ચાલી રહેલી બેઠકમાં નક્કી થયું છે કે હવે તેમના ગઠબંધનનું નામ INDIA હશે. કોંગ્રેસના નેતૃત્વવાળું આ ગઠબંધન પહેલા UPA ના નામથી ઓળખાતું હતું. હવે તે તમામ વિપક્ષી દળો INDIA ગઠબંધનનો ભાગ રહેશે. આ INDIA નું આખુ નામ 'ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઈન્ક્લુઝિવ એલાયન્સ' રાખવામાં આવ્યું છે.
અત્રે જણાવવાનું કે હાલ વિપક્ષની બેંગલુરુમાં બેઠક ચાલી રહી છે. ગઈ કાલે એટલે કે 17 જુલાઈએ બેઠકનો પહેલો દિવસ અનૌપચારિક હતો, જેમાં ચર્ચા બાદ ડિનરનું આયોજન થયું હતું. ત્યારબાદ આજે ઔપચારિક બેઠક થઈ. જેમાં મહાગઠબંધનના નામ પર વિચાર વિમર્શ થયો. ગત રાતની બેઠકમાં તમામ પક્ષોને નામ સૂચવવા માટે કહ્યું હતું અને આજની બેઠક દરમિયાન તેના પર ચર્ચા કરવામાં આવી અને આજની બેઠક દરમિયાન તેના પર ચર્ચા થઈ અને સર્વસંમતિથી INDIA નામ રાખવામાં આવ્યું.
ભાજપના નેતા સહયોગીઓને સાથે લાવવાની દોડમાં
બેંગલુરુમાં ચાલી રહેલી આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે મને ખુશી છે કે 26 પાર્ટીઓ બેગી થઈને કામ કરવા માટે હાજર છે. હાલ અમારા બધાની મળીને 11 રાજ્યોમાં સરકાર છે. ભાજપને એકલા 303 સીટો નથી મળી. તેણે પોતાના સહયોગીઓના મતોનો ઉપયોગ કર્યો અને સત્તામાં આવી અને પછી તેમને બહાર કરી દીધા.
Opposition alliance named INDIA - Indian National Democratic Inclusive Alliance, confirms RJD & Shiv Sena(UBT) pic.twitter.com/SxrEquNpaA
— ANI (@ANI) July 18, 2023
ખડગેએ કહ્યું કે ભાજપ અધ્યક્ષ અને તેમના નેતા પોતાના જૂના સહયોગીઓ સાથે સમાધાન કરવા માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં દોડ લગાવી રહ્યા છે. તેમને ડર છે કે જે એક્તા અહીં જોવા મળી રહી છે તેનું પરિણામ આગામી વર્ષે તેમની હાર હશે. દરેક સંસ્થાને વિપક્ષ વિરુદ્ધ હથિયાર બનાવવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે આ બેઠકમાં અમારો ઈરાદો મારા માટે સત્તા મેળવવાનો નથી. તે લોકતંત્ર, ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાયની રક્ષા કરવાનો છે. આવો આપણે ભારતને પ્રગતિ, કલ્યાણ અને સાચા લોકતંત્રના પથ પર પાછા લઈ જવાનો સંકલ્પ લઈએ.
કોંગ્રેસને પીએમ પદમાં નથી રસ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે મે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે અમે આ પીએમ પદ કે સત્તા માટે નથી કરતા. મે ચેન્નાઈમાં સ્ટાલિનના જન્મદિવસે પણ કહ્યું હતું કે કોંગ્રેસની સત્તા ને પીએમ પદમાં રસ નથી. આ બેઠકમાં અમારો ઈરાદો અમારા માટે સત્તા મેળવવાનો નથી. આ આપણા બંધારણ, લોકતંત્ર, ધર્મનિરપેક્ષતા અને સામાજિક ન્યાયની રક્ષા માટે છે.
તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે અમારા આપસી મતભેદો છે. પરંતુ એ એટલા મોટા નથી કે અમે તેમને બાજુ પર ન મૂકી શકીએ. તેમણે કહ્યું કે સામાન્ય લોકો માટે,મોંઘવારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે, બેરોજગારી સામે ઝઝૂમી રહેલા યુવાઓ માટે, ગરીબો માટે અમારા મતભેદોને પાછળ છોડી શકીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે