'ઓપરેશન ઓલ આઉટ'થી રોષે ભરાયા આતંકી, કરી શકે છે મોટો હુમલો

Operation All Out: સુરક્ષા દળના 'ઓપરેશન ઓલ આઉટ'થી આંતકી સંગઠનોની કમર તૂટી ગઈ છે. એવામાં કેટલાક આતંકી સંગઠનો રોષે ભરાયા છે. આતંકી સગંઠન લશ્કર અબ જમ્મુ-કાશ્મીરમાં મોટો હુમલો કરવાના ફિરાકમાં છે.

'ઓપરેશન ઓલ આઉટ'થી રોષે ભરાયા આતંકી, કરી શકે છે મોટો હુમલો

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં સિક્યોરિટી ફોર્સના 'ઓપરેશન ઓલ આઉટ'થી આતંકી રોષે ભરાયા છે. આ ઓપરેશને આતંકી સંગઠનોની કમર તોડી નાખી છે. આ અંગે ZEE News પાસે Exclusive જાણકારી છે.

ગુપ્તચર એજન્સીઓએ આપી જાણકારી
ગુપ્તચર એજન્સીઓના અહેવાલથી મળતી જાણકારી અનુસાર, આતંકવાદી ઘટનાઓ પર લગામ લગાવવા માટે સિક્યોરિટી ફોર્સે જમ્મુ કાશ્મીરમાં 'ઓપરેશન ઓલ આઉટ' શુરૂ કર્યું હતું. આ ઓપરેશન દ્વારા ફોર્સે આતંકી સંગઠનોની કમર તોડી નાખી છે.

હુમલો કરવાની બનાવી રહ્યા છે યોજના
મળતી જાણકારી અનુસાર, હવે આતંકી ફરીથી હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તેને લઇને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા મોટું ષડયંત્ર રચી રહ્યા છે. લશ્કરના 5 આતંકી કાશ્મીરમાં હુમલો કરવાના ફિરાકમાં છે.

હાલ POK માં છે આતંકી
એવામાં ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. એલર્ટમાં ખુલાસો કર્યો છે કે લશ્કરના 5 આતંકી, જેમાં એક કમાન્ડર પણ સામેલ છે તે જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ પાંચ આતંકી હાલ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કચરબન ગામમાં લશ્કરના લોન્ચિંગ પેડ પર હાજર છે અને જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે.

એલર્ટ જાહેર કર્યું
ગુપ્તચર એજન્સીઓએ આ ઇનપુટને તમામ એજન્સીઓને શેર કરી એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, હાલમાં જ ગૃહ મંત્રાલયે લશ્કર ચીફ હફીઝ સઈદના પુત્ર હાફિઝ તલહા સઈદને UAPA હેઠળ ડેઝીનેટિડ ટેરેરિસ્ટ જાહેર કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news