ઉપરાષ્ટ્રપતિએ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું-'હવે ફક્ત PoK પર જ વાત થશે'

જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત પર ભારતે ફરી એકવાર જડબાતોડ જવાબ આપ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે કહ્યું કે પાકિસ્તાન સાથે હવે જમ્મુ અને કાશ્મીરને લઈને કોઈ વાત નહીં થાય.

ઉપરાષ્ટ્રપતિએ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું-'હવે ફક્ત PoK પર જ વાત થશે'

વિશાખાપટ્ટનમ: જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની વાતચીત પર ભારતે ફરી એકવાર જડબાતોડ જવાબ આપ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે કહ્યું કે પાકિસ્તાન સાથે હવે જમ્મુ અને કાશ્મીરને લઈને કોઈ વાત નહીં થાય. પાકિસ્તાન સાથે જો વાત થશે તો ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ને લઈને વાત થશે. 

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત નેવલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી લેબોરેટરી (NSTL)ના ગોલ્ડન જ્યુબિલી સમારોહને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિ નાયડુએ કહ્યું કે અમે કોઈની સાથે યુદ્ધ કરતા નથી, પરંતુ જે અમારા પર હુમલો કરશે તેને અમે જડબાતોડ જવાબ  આપીશું. અમે યુદ્ધોન્માદી નથી. અમે કોઈના મામલામાં હસ્તક્ષેપ કરતા નથી. આથી કોઈ અમારામાં દખલ કરે તે ઈચ્છતા નથી. 

— VicePresidentOfIndia (@VPSecretariat) August 28, 2019

ઉપરાષ્ટ્રપતિએ કડક શબ્દોમાં કહી દીધુ કે કાશ્મીર અમારો આંતરિક મામલો છે. પાકિસ્તાન સાથે હવે ફક્ત પીઓકે પર જ વાત થશે. નેવલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી લેબોરેટરીના ગોલ્ડન જ્યુબીલી સમારોહના અવસરે ઉપરાષ્ટ્રપતિએ પોસ્ટલ કવર પણ બહાર પાડ્યું. 

જુઓ LIVE TV

આ અગાઉ ઉપરાષ્ટ્રપતિએ ટ્વીટ કરીને જણાવ્યું કે 'આજે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત ડીઆરડીઓમાં નેવી વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રયોગશાળામાં નેવી હથિયાર અને સિસ્ટમને પ્રદર્શિત કરનારી એક પ્રદર્શની દરમિયાન હું અહીં NSTLના સ્વર્ણ જયંતી સમારોહમાં ભાગ લેવા માટે આવ્યો છું.'

— VicePresidentOfIndia (@VPSecretariat) August 28, 2019

તે પહેલા વિશાખાપટ્ટનમ પહોંચ્યા ત્યારે ઉપરાષ્ટ્રપતિનું આંધ્ર પ્રદેશના ટુરિઝમ મિનિસ્ટર મુત્તમસેત્તી શ્રીનિવાસ રાવે સ્વાગત કર્યું. અત્રે જણાવવાનું કે આ અગાઉ 18 ઓગસ્ટના રોજ પંચકૂલામાં પણ એક રેલી દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે ત્યાં સુધી કોઈ વાત નહીં થાય જ્યાં સુધી તે આતંકવાદ પર  રોક ન લગાવે. જો વાતચીત થશે તો ફક્ત પીઓકે ઉપર  થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news