ઓનલાઈન શોપિંગ કરવી મોંઘી પડી, વોટ્સએપ પર લિંક મોકલીને 1 રૂપિયો મોકલવા કહ્યું- પછી ખાતામાંથી 2 લાખ ઉડાવી લીધા

Online shopping: જેમ-જેમ ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તેમ-તેમ સાયબર ક્રાઈમના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ઓર્ડર ડિલીવરી સમયે સરનામાને ખોટું ગણાવીને ઠગ એક લિંક મોકલે છે અને અપડેટ કરવા માટે કહે છે. જ્યારે લોકો આવું કરે છે ત્યારે ઠગ યૂપીઆઈની ડિટેઈલ હેક કરીને રૂપિયા કાઢી લે છે. 

ઓનલાઈન શોપિંગ કરવી મોંઘી પડી, વોટ્સએપ પર લિંક મોકલીને 1 રૂપિયો મોકલવા કહ્યું- પછી ખાતામાંથી 2 લાખ ઉડાવી લીધા

Online shopping: જેમ-જેમ ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તેમ-તેમ સાયબર ક્રાઈમના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ઓર્ડર ડિલીવરી સમયે સરનામાને ખોટું ગણાવીને ઠગ એક લિંક મોકલે છે અને અપડેટ કરવા માટે કહે છે. જ્યારે લોકો આવું કરે છે ત્યારે ઠગ યૂપીઆઈની ડિટેઈલ હેક કરીને રૂપિયા કાઢી લે છે. આ મહિને 14થી 16 ફેબ્રુઆરીની વચ્ચે છત્તીસગઢના રાયગઢ સ્થિત બંગલાપરા નિવાસી એક રેલવે કર્મચારીના ખાતામાંથી ઠગે 2 લાખ 72 હજાર રૂપિયા કાઢી લીધા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પછી પોલીસે આરોપી સામે કેસ નોંધાવ્યો છે.

ઓનલાઈન ફ્રોડનો શિકાર બનેલ નીરદ બરન મિત્રા નામના શખ્સે પોલીસને જણાવ્યું કે તેણે 6 ફેબ્રુઆરીએ એમેઝોન મોબાઈલ એપથી ઘરના સામાનનો ઓર્ડર કર્યો. 10 ફેબ્રુઆરીએ તેના પર એક વ્યક્તિનો ફોન આવ્યો. તે વ્યક્તિએ તેને ઓર્ડરની ડિલીવરી માટે જે સરનામું આપ્યું છે તે ખોટું આપ્યાનું રટણ કર્યુ. આથી સામાનની ડિલીવરી નહીં થઈ શકે. તેણે કહ્યું કે સરનામું સુધારવા માટે તમારા વોટ્સ એપ પર એક લિંક મોકલી રહ્યો છે. તે લિંક પર એક રૂપિયો નાંખો. તેનાથી એડ્રસ અપડેટ થઈ જશે. જેના પછી નીરદે લિંક પર ક્લીક કર્યુ અને યૂપીઆઈથી એક રૂપિયો નાંખ્યો. 

No description available.

3 દિવસની અંદર 5 ટ્રાન્જેક્શન દ્વારા 2 લાખથી વધારેની ઉઠાંતરી:
જ્યારે 17 ફેબ્રુઆરીએ તેણે એકાઉન્ટ બેલેન્સ ચેક કર્યુ તો ખ્યાલ આવ્યો કે 14 ફેબ્રુઆરીએ ખાતામાંથી 2 વખત 98 હજાર 800 અને પછી 1100 રૂપિયા કાઢવામાં આવ્યા હતા. 15 ફેબ્રુઆરીએ 39,999 અને 29,999 રૂપિયા કાઢવામાં આવ્યા. ત્યારબાદ 16 ફેબ્રુઆરીએ 99,999 રૂપિયા કાઢવામાં આવ્યા.  આમ 3 દિવસની અંદર 5 ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા. અને ખાતામાંથી કુલ 2 લાખ 79 હજાર 898 રૂપિયા કાઢવામાં આવ્યા. ફરિયાદ પછી બેંકે 17 ફેબ્રુઆરીએ એકાઉન્ટને હોલ્ડ કરી દેવામાં આવ્યું.

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news