ગૂડ ન્યૂઝ : ડુંગળીના ભાવ નીચે લાવવા સરકારે ઉઠાવ્યા આ પગલાં, જાણો

ONION PRICE: ડુંગળીના ભાવ (Onion Prices) ગૃહિણીઓને રડાવી રહ્યા છે. ડુંગળી ડોલર કરતાં મોંઘી બની છે અને ભાવ આસમાને જઇ રહ્યા છે. આ સંજોગોમાં ભાવ ઓછા કરવા માટે સરકારે અસરકારક પગલાં ઉઠાવ્યા છે. એક સપ્તાહમાં ભાવ ઘટવાની આશા છે. સરકારે ડુંગળીની આયાત માટે ઘણા દેશો પાસે ડિમાન્ડ કરી છે. જેની આવક શરૂ થતાં જ ડુંગળીના ભાવમાં ઘટાડો આવશે એવી સંભાવના છે.

ગૂડ ન્યૂઝ : ડુંગળીના ભાવ નીચે લાવવા સરકારે ઉઠાવ્યા આ પગલાં, જાણો

નવી દિલ્હી : ડુંગળીના ભાવ આસમાનને સ્પર્શી રહ્યા છે ત્યારે ભાવને કાબુમાં લેવા માટે સરકાર હરકતમાં આવી છે. સરકારે ડુંગળીની આયાત માટે ઘણા દેશો પાસે ડિમાન્ડ કરી છે. જેની આવક શરૂ થતાં ડુંગળીના ભાવમાં ઘટાડો થશે એવી આશા સેવાઇ રહી છે. દેશમાં 15 જાન્યુઆરી સુધી 21 હજાર ટન ડુંગળીની આયાત થવાની સંભાવના છે. 

આ ઉપરાંત MMTC એ 15,000 ટન ડુંગળી આયાત કરવા માટે નવા ત્રણ ટેન્ડર પ્રસિધ્ધ કર્યા છે. દેશના બજારમાં જુંગળીની ઉપલબ્ધતા વધારવા માટે સરકાર પુરતા પ્રયાસ કરી રહી છે. આયાત અને સ્થાનિક સ્તરે નવી ડુંગળીની આવક વધતાં ડુંગળીની અછત પુરી થવાની આશા છે. 

કેન્દ્રિય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલયના અનુસાર દેશમાં વિદેશ વ્યાપારની સૌથી મોટી કંપની MMTC ને 4,000 ટન ડુંગળી તુર્કીથી આયાત કરવા માટે નવો પરવાનો આપવામાં આવ્યો છે. આ ડુંગળી જાન્યુઆરીના મધ્ય સુધી દેશમાં આવી જશે. સાથોસાથ 15,000 ટન ડુંગળી આયાત કરવા માટે નવા ત્રણ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. 

આ પહેલા કંપની તુર્કીથી 11,000 ટન અને મિસ્રથી 6,090 ટન ડુંગળી આયાત કરવા માટે કરાર કરી ચુકી છે. કહેવાઇ રહ્યું છે કે 6,090 ટન ડુંગળી મિસ્રથી આગામી કેટલાક દિવસોમાં આવી જશે જ્યારે તુર્કીથી 11,000 ટન ડુંગળી આ મહિનાના અંત સુધીમાં કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આવી જશે. 

એમએમટીસીને અત્યાર સુધી 21,090 ટનથી વધુ ડુંગળી આયાત કરવા ટેન્ડર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 15,000 ટન ડુંગળી આયાત કરવા માટે નવા ટેન્ડર પ્રસિધ્ધ કરવાના નિર્દેશ આપાવમાં આવ્યા છે. 

ત્રણ ટેન્ડરમાં 5,000 ટનનું વૈશ્વિક ટેન્ડર છે એટલે કે કોઇ પણ દેશથી 5,000 ટન ડુંગળી મંગાવવામાં આવશે, તુર્કીથી 5,000 ટન અને યૂરોપીય સંઘથી 5,000 ટન ડુંગળી મંગાવવાનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. અહીં નોંધનિય છે કે કેન્દ્ર સરકારે 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news