One Nation One Election: 2029 માં વન નેશન વન ઈલેક્શનને લાગૂ કરાવવા આ 3 ત્રણ કાયદામાં કરવો પડશે ફેરફાર

What is One Nation One Election: રામનાથ કોવિંદની આગેવાનીવાળી સમિતિએ વન નેશન વન ઈલેક્શનના મુદ્દા પર 62 પાર્ટીઓનો સંપર્ક કર્યો હતો. તેના પર 47 રાજકીય દળોમાં 32એ એક સાથે ચૂંટણી કરાવવાના વિચારનું સમર્થન કર્યું છે, જ્યારે 15 પાર્ટીઓએ તેનો વિરોધ કર્યો છે. 
 

One Nation One Election: 2029 માં વન નેશન વન ઈલેક્શનને લાગૂ કરાવવા આ 3 ત્રણ કાયદામાં કરવો પડશે ફેરફાર

નવી દિલ્હીઃ Lok Sabha Election 2024: મોદી સરકારના એજન્ડામાં સામેલ એક દેશ એક ચૂંટણીને લઈને ગુરૂવારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાનો 18000 પેજનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપી દીધો છે. આ સાથે હાઈ લેવલ કમિટીએ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવાની ભલામણ કરી છે. સાથે કહ્યું કે ત્યારબાદ 100 દિવસની અંદર લોકલ મ્યુનિસિપલ ચૂંટણી કરાવી શકાય છે. 

સમિતિએ ભલામણમાં કહ્યું કે જો કોઈ રાજ્યમાં ત્રિશંકુ કે અવિશ્વાસ પ્રસ્તાવ જેવી કોઈ સ્થિતિ બને છે તો લોકસભાની રચના માટે ફરીથી ચૂંટણી કરાવી શકાય છે. સમિતિએ કહ્યું કે લોકસભા માટે જ્યારે ચૂંટણી થાય તો તે ગૃહનો કાર્યકાળ પહેલાની લોકસભાના કાર્યકાળના બાકી સમય માટે હશે. 

કયાં કાયદામાં કરવા પડશે સંશોધન?
તો જ્યારે રાજ્ય વિધાનસભાની ચૂંટણી થાય છે, તો આવી નવી વિધાનસભાનો કાર્યકાળ- જો જલ્દી ભંગ ન થાય તો- લોકસભાના પૂરા કાર્યકાળ સુધી રહેશે. પરંતુ સમિતિએ તે પણ કહ્યું કે આ સિસ્ટમ લાગૂ કરવા માટે બંધારણના આર્ટિકલ 83 (સંસદનો કાર્યકાળ) અને આર્ટિકલ 172 (રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ) માં સંશોધન કરવા પડશે. સમિતિએ કહ્યું- આ બંધારણીય સંશોધનની રાજ્યો તરફથી પુષ્ટિ કરવાની જરૂરીયાત રહેશે નહીં. 

સમિતિએ તે પણ ભલામણ કરી છે કે જો ચૂંટણી પંચ રાજ્ય ચૂંટણી અધિકારીઓની સલાહથી સિંગલ વોટર લિસ્ટ અને વોટર આઈડી તૈયાર કરે. તે માટે વોટર લિસ્ટથી જોડાયેલા આર્ટિકલ 325ને સંશોધિત કરી શકાય છે. હાલમાં ચૂંટણી પંચ લોકસભા અને વિધાનસભા ચૂંટણી કરાવે છે, જ્યારે પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચ પર હોય છે.

કઈ પાર્ટીઓએ કર્યો વિરોધ, કોણ પક્ષમાં?
રામનાથ કોવિંગની આગેવાનીવાળી સમિતિએ વન નેશન વન ઈલેક્શન મુદ્દા પર 62 પાર્ટીઓનો સંપર્ક કર્યો હતો. તેના પર જવાબ આપનાર 47 રાજકીય પાર્ટીઓમાંથી 32 પાર્ટીઓએ એકસાથે ચૂંટણી કરાવવાના વિચારનું સમર્થન કર્યું, જ્યારે 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો છે. જ્યારે 15 રાજકીય પાર્ટીઓએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. 

વિરોધમાં આ પાર્ટીઓ
રાષ્ટ્રીય પાર્ટીઓમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી (બસપા) અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) સિવાય પ્રાદેશિક પાર્ટીઓમાં ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF), તૃણમૂલ કોંગ્રેસ, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI), DMK, નાગા પીપલ્સ ફ્રન્ટ અને સમાજવાદી પાર્ટીએ એક સાથે ચૂંટણી યોજવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. અન્ય પક્ષોમાં સીપીઆઈ (એમએલ) લિબરેશન, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાએ તેનો વિરોધ કર્યો. રાષ્ટ્રીય લોક જનતા દળ, ભારતીય સમાજ પાર્ટી, ગોરખા નેશનલ લિબરલ ફ્રંટ, હિન્દુસ્તાની આવામ મોર્ચા, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજીત પવાર) પણ વિરોધ કરનાર રાજકીય દળોમાં સામેલ છે. 

પક્ષમાં આ પાર્ટીઓ
ભાજપ અને નેશનલ પીપુલ્સ પાર્ટી (એનપીપી) સિવાય અન્નાદ્રમુક, ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યુનિયન, અપના દળ (સોનેલાલ), અસમ ગણ પરિષદ, બીજૂ જનતા દળ, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), મિઝો નેશનલ ફ્રંટ, નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિસ પાર્ટી, શિવ સેના, જનતા દળ (યુનાઇટેડ), સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા, શિરોમણિ અકાલી દળ અને યુનાઇટેડ પીપુલ્સ પાર્ટી લિબરલે પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.

આ પાર્ટીઓએ ન આપી પ્રતિક્રિયા
ભારત રાષ્ટ્ર સમિતિ, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, જનતા દળ (સેક્યુલર), ઝારખંડ મુક્તિ મોર્ચા, કેરલ કોંગ્રેસ (એમ), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર), રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, રિવોલ્યૂશનરી સોશલિસ્ટ પાર્ટી, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ, તેલુગૂ દેશમ પાર્ટી અને વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news