કૃષિ કાયદા વિરુદ્ધ ભારતીય કિસાન યૂનિયનના વધુ એક ગ્રુપે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો
અરજીકર્તાના વકીલ એપી સિંહે કહ્યુ કે, કૃષિ સંબંધિત ત્રણેય કાયદા બંધારણીય નથી અને કિસાનોની વિરુદ્ધ છે. આ કાયદા બાદ બજાર સમિતી સમાપ્ત થઈ જશે. અરજીકર્તાએ કહ્યું કે, નવો કાયદો લાગૂ થયા બાદ કિસાન સમુદાય માટે ભયંકર આપદાની જેમ હશે કારણ કે એક સમાનાંતર બજાર તૈયાર થશે અને તેના પર કોઈ નિયંત્રણ હશે નહીં.
Trending Photos
નવી દિલ્હીઃ કૃષિ કાયદા વિરુદ્ધ ભારતીય કિસાન યૂનિયન (લોક શક્તિ) તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ભારતીય કિસાન યૂનિયન (લોકશક્તિ) તરફથી એડવોકેટ એપી સિંહે અરજી દાખલ કરી ત્રણેય કૃષિ કાયદાને પડકાર્યા છે અને આ પહેલાના પેન્ડિંગ મામલામાં દખલ દેવાની વિનંતી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નવો કૃષિ કાયદો કોર્પોરેટના હિતોને પ્રાથમિકતા આપતો કાયદો છે. દિલ્હી બોર્ડર પર સતત કિસાનો કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. ભારતીય કિસાન યૂનિયન (લોકશક્તિ) તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મામલામાં દખલ પહેલાથી પેન્ડિંગ અરજીની સાથે તેમની અરજીને જોડવામાં આવે.
કૃષિ કાયદો બિન-બંધારણીયઃ અરજીકર્તા
અરજીકર્તાના વકીલ એપી સિંહે કહ્યુ કે, કૃષિ સંબંધિત ત્રણેય કાયદા બંધારણીય નથી અને કિસાનોની વિરુદ્ધ છે. આ કાયદા બાદ બજાર સમિતી સમાપ્ત થઈ જશે. અરજીકર્તાએ કહ્યું કે, નવો કાયદો લાગૂ થયા બાદ કિસાન સમુદાય માટે ભયંકર આપદાની જેમ હશે કારણ કે એક સમાનાંતર બજાર તૈયાર થશે અને તેના પર કોઈ નિયંત્રણ હશે નહીં. આ રીતે કિસાનોનું શોષણ થવાનું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કિસાન આ કાયદાને લીધે ડરેલા છે કારણ કે કાયદાને કારણે કૃષિ ક્ષેત્ર પણ કંપનીઓના હાથમાં પહોંચી જશે. પછી સંપૂર્ણ એગ્રીકલ્ચર માક્રેટ અને કિંમત નક્કી કરવાની સિસ્ટમ પર કોર્પોરેટનો કબજો થઈ જશે.
આ પણ વાંચોઃ West Bengal Assembly Election: બંગાળમાં સાથે લડશે કોંગ્રેસ અને લેફ્ટ, ગઠબંધનને મળી મંજૂરી
બીકેયૂનું ભાનુ ગ્રુપ આપી ચુક્યુ છે અરજી
આ પહેલા સુપ્રીમ કોર્ટમાં કૃષિ બિલ વિરુદ્ધ દાખલ અરજીમાં દખલ માટે ભારતીય કિસાન યૂનિયન (ભાનુ ગ્રુપ)એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હકીકતમાં સુપ્રીમ કોર્ટે પહેલા 12 ઓક્ટોબરે છત્તીસગઢ કિસાન કોંગ્રેસ, ડીએમકે સાસંદ તિરુચિ શિવા, એમપી મનોજ ઝા સહિત અન્યની તરફથી કૃષિ બિલ વિરુદ્ધ દાખલ અરજી પર કેન્દ્રને નોટિસ આપેલી છે. કૃષિ બિલની કાયદેસરતાને પડકારનારી અરજી પર સુપ્રીમ કોર્ટ પહેલા જ સુનાવણી કરી ચુકી છે અને તે અર્જીમાં ભારતીય કિસાન યૂનિયન તરફથી દખલની વિનંતી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં ભારતીય કિસાન યૂનિયન તરફથી અરજી દાખલ કરી કહેવામાં આવ્યું હતું કે કૃષિ કાયદો મનમાની અને ગેરબંધારણીય છે આ કિસાન વિરોધી પણ છે. 12 ઓક્ટોબરે કૃષિ કાયદાને પડકારનારી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલામાં સરકારને જવાબ દાખલ કરવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેની આગેવાની વાળી બેંચે મામલામાં સરકારને નોટિસ ફટકારી ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવાનું કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે