અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કટોકટી સમયની માનસિકતા આજે પણ કેમ છે?

''45 વર્ષ પહેલાં એક પરિવારે સત્તાની લાલચમાં દેશમાં ઇમરજન્સી લગાવી દીધી. કોંગ્રેસના નેતા હતાશ થઇ રહ્યા છે. દેશમાં લોકતંત્ર છે પરંતુ કોંગ્રેસમાં લોકતંત્ર નથી.

અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- કટોકટી સમયની માનસિકતા આજે પણ કેમ છે?

નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટીની મંગળવારે થયેલી બેઠકમાં ચીન સાથે વિવાદને લઇને રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર હુમલો કર્યો હતો. તેમણે બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે તે પીએમ મોદીથી ડરતા નથી અને તેમના પર સતત નિશાન સાધતો રહીશ. રાહુલ ગાંધીએ સાથે જ પાર્ટીના મોટા નેતાઓ પર પીએમ પર સીધા હુમલા કરવાથી બચવાનો આરોપ પણ લગાવ્યો હતો. ઇમરજન્સીના 45 વર્ષ પર આ સમાચારને લઇને ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah on Emergency) એ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ટોણો માર્યો છે. 

ઇમરજન્સીની વરસી પર ભાજપે કોંગ્રેસને ચોતરફ હુમલો કર્યો હતો. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાથી માંડીને ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસને ઘેરી છે. અમિત શાહે આરોપ લગાવ્યો છે કે દેશમાં લોકતંત્ર છે કોંગ્રેસમાં નથી. સત્તાની લાલચમાં એક પરિવારે દેશમાં 45 વર્ષ પહેલાં એક પરિવારે ઇમરજન્સી લગાવી દીધી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં બધાનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે. નડ્ડાએ પણ ટ્વિટ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 

— Amit Shah (@AmitShah) June 25, 2020

શાહે કહ્યું- કોંગ્રેસમાં નથી લોકતંત્ર
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસમાં અત્યાર સુધી ઇમરજન્સીની વિચારધારા છે. તેમણે કહ્યું કે ''45 વર્ષ પહેલાં એક પરિવારે સત્તાની લાલચમાં દેશમાં ઇમરજન્સી લગાવી દીધી. કોંગ્રેસના નેતા હતાશ થઇ રહ્યા છે. દેશમાં લોકતંત્ર છે પરંતુ કોંગ્રેસમાં લોકતંત્ર નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કેટલાક નેતાઓએ મુદ્દા ઉઠાવ્યા તો લોકો બૂમો પાડવા લાગ્યા. એક પાર્ટી પ્રવક્તાને સમજયા વિચાર્યા વિના સસ્પેંડ કરી દીધા. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રવક્તા સંજય ઝાને એક લેખના કારણે પ્રવક્તા પદેથી હટાવી દીધા હતા. 

— Amit Shah (@AmitShah) June 25, 2020

Why does the Emergency mindset remain?

Why are leaders who don’t belong to 1 dynasty unable to speak up?

Why are leaders getting frustrated in Congress?

Else, their disconnect with people will keep widening.

— Amit Shah (@AmitShah) June 25, 2020

અમિત શાહે પૂછ્યો કોંગ્રેસને પ્રશ્ન
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના એક વિપક્ષી દળના રૂપમાં કોંગ્રેસે પોતાને પ્રશ્ન પૂછવાની જરૂર છે. આખરે કેમ તેમની ઇમરજન્સીની માનસિકતા યથાવત છે. આખરે કેમ એક રાજવંશ સાથે સંબંધ ન રાખનાર તે પાર્ટીના નેતા બોલી શકતા નથી? કેમ ત્યાં નેતા નિરાશ છે? આ ઉપરાંત પાર્ટીનો અલગાવ યથાવત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news