Hijab Row: હિજાબ વિવાદ વચ્ચે ઓવૈસીની ટ્વીટ, કહ્યું- 'એક દિવસ એક હિજાબી દેશની PM બનશે'
કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદની આગ આખા દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મામલે રાજકીય નિવેદનો અને દલીલો વચ્ચે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ એકવાર ફરીથી મોટું નિવેદન આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદની આગ આખા દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મામલે રાજકીય નિવેદનો અને દલીલો વચ્ચે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ એકવાર ફરીથી મોટું નિવેદન આપ્યું છે.
હિજાબી બનશે પ્રધાનમંત્રી
AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ પોતાના હાલના ટ્વીટમાં લખ્યું છે કે 'ઈન્શા' અલ્લાહ એક દિવસ એક હિજાબી પ્રધાનમંત્રી બનશે. ટ્વીટ કરાયેલા વીડિયોમાં ઓવૈસી કહી રહ્યા છે કે આપણે આપણી દીકરીઓને ઈન્શા અલ્લાહ, જો તેઓ નિર્ણય કરે કે અબ્બા-અમ્મી હું હિજાબ પહેરીશ. તો અમ્મા-અબ્બા કહેશે બીટી તુ પહેર, તમે કોણ રોકે છે અમે જોઈશું. હિજાબ, નકાબ પહેરીશું કોલેજ પણ જઈશું, કલેક્ટર પણ બનીશું, બિઝનેસમેન, એસડીએમ પણ બનીશું અને એક દિવસ આ દેશમાં એક બાળકી હિજાબ પહેરીને પ્રધાનમંત્રી બનશે.
જુઓ વીડિયો...
इंशा’अल्लाह pic.twitter.com/lqtDnReXBm
— Asaduddin Owaisi (@asadowaisi) February 12, 2022
બંધારણ આપે છે હક
આ અગાઉ અસદુદ્દીન ઓવૈસીએ હિજાબ વિવાદમાં પુટ્ટાસ્વામી ચુકાદાનો હવાલો આપ્યો હતો. ઓવૈસીએ કહ્યું હતું કે ભારતનું બંધારણ અધિકાર આપે છે કે તમે ચાદર ઓઢો, નકાબ ઓઢો કે હિજાબ ઓઢો...પુટ્ટાસ્વામીનું જજમેન્ટ તમને એ વાતની મંજૂરી આપે છે. આ અમારી ઓળખ છે. હું સલામ કરુ છું એ છોકરીને જેણે તે છોકરાઓને જવાબ આપ્યો. ડરવાની અને ગભરાવવાની જરૂર નથી. ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા ઓવૈસીએ કહ્યું હતું કે કોઈ પણ મુસ્લિમ મહિલા ડર વગર હિજાબ પહેરી શકે છે.
કેવી રીતે શરૂ થયો મામલો
અત્રે જણાવવાનું કે આ મહિનાની શરૂઆતમાં કર્ણાટકના ઉડુપીમાં એક કોલેજમાં હિજાબ પહેરીને આવનારી કેટલીક વિદ્યાર્નીઓને પ્રશાસને રોકી હતી અને ત્યારબાદ અલ્લાહ હૂ અકબરનો નારો લગાવીને એક વાયરલ વીડિયો દ્વારા સમગ્ર દેશમાં જાણીતી થયેલી બીકોમ સેકન્ડ યરની વિદ્યાર્થીની મુસ્કાનને મુસ્લિમ સમાજની શેરની જેવા સંબોધન સાથે કોઈએ તેને પાંચ લાખનું ઈનામ આપવાની વાત કરી તો કર્ણાટકમાં વિપક્ષમાં બેઠેલા જેડીએસે પણ તેના માટે ઘણી જાહેરાતો કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે