PM મોદીના માતાના નિધન પર ધોરણ-2ના બાળકે લખ્યો શોક પત્ર, મોદીનો જવાબ વાંચી થઈ જશે ભાવુક

બાળકના શોક પત્રનો જવાબ આપતા પીએમ મોદીએ લખ્યુ કે, માતાનું નિધન થવું અપૂરણીય ક્ષતિ હોય છે અને તેની પીડાને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. 

PM મોદીના માતાના નિધન પર ધોરણ-2ના બાળકે લખ્યો શોક પત્ર, મોદીનો જવાબ વાંચી થઈ જશે ભાવુક

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાના મોત પર દુખ વ્યક્ત કરતા એક ધોરણ-2માં અભ્યાસ કરતા બાળકે પીએમને પત્ર લખ્યો છે. હકીકતમાં 30 ડિસેમ્બર 2022ના પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાનું નિધન થયું હતું. તેવામાં તેનો શોક વ્યક્ત કરવા આશરે 6-7 વર્ષના આરૂષ શ્રીવાસ્તવે પ્રધાનમંત્રીને પત્ર લખી પોતાની ભાવના વ્યક્ત કરી છે. 

નોંધનીય છે કે ભાજપ નેતા અને ધારાસભ્ય ખુશબુ સુંદરે એક ટ્વીટ કર્યું છે જેમાં તેમણે આરૂષ શ્રીવાસ્તવ અને પીએમના પત્રને શેર કર્યો છે. પીએમ મોદીએ ન માત્ર આરૂષ શ્રીવાસ્તવના પત્રનો જવાબ આપ્યો છે પરંતુ માતા પ્રત્યે પોતાની ભાવના પણ જાહેર કરી છે. 

પત્રમાં આરુષ શ્રીવાસ્તવે શું લખ્યું છે
ધારાસભ્ય ખુશબુ સુંદર દ્વારા શેર કરવામાં આવેલા ટ્વીટમાં આરૂષ શ્રીવાસ્તવના પત્રને પોસ્ટ કરવામાં આવ્યો છે. આરૂષ શ્રીવાસ્તવે પોતાના શોક પત્રમાં લખ્યું છે, 'પ્રધાનમંત્રી જી નમસ્કાર, આજે ટીવી પર તમારા પરમપ્રિય માતના નિધનના સમાચાર જોઈને ખુબ દુખ થયું.' આ નાના બાળકે આગળ લખ્યું કે- મહેરબાની કરી મારી સંવેદનાઓ સ્વીકાર કરો, હું પ્રાર્થના કરૂ છું કે ઈશ્વર તમારા માતાના આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે. પ્રણામ. 

— KhushbuSundar (@khushsundar) February 15, 2023

પ્રધાનમંત્રી મોદીએ આપ્યો આ જવાબ
આરૂષ શ્રીવાસ્તવના શોક પત્ર પર પીએમ મોદીએ પણ જવાબ આપ્યો છે અને લખ્યું છે, 'આરુષ શ્રીવાસ્તવ જી, હું તમારી હાર્દિક સંવેદનાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરૂ છું, જે તમે મારા માતાના નિધન પર વ્યક્ત કરી છે.' પીએમ મોદીએ આગળ લખ્યું કે- માતાનું નિધન થવું અપૂરણીય ક્ષતિ હોય છે અને તેની પીડા શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. તમારા વિચારો અને પ્રાર્થનાઓમાં જગ્યા આપવા માટે હું તમારો આભારી છું, તમારી આ પ્રાર્થના મને આ દુખમાંથી બહાર આવવાની શક્તિ અને હિંમત પ્રદાન કરે છે. હું એકવાર ફરી તમારી સંવેદનાઓ માટે આભાર વ્યક્ત કરૂ છું. 

ટ્વીટને શેર કરતા ભાજપ નેતાએ શું લખ્યું
ખુશબુ સુંદરે બંને પત્રને પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી શેર કરતા લખ્યું કે આ એક સાચા સ્ટેટ્સમેનની ખુબી છે કે તે એક બાળક દ્વારા લખેલા પત્રનો જવાબ પણ આપે છે. તેમના અનુસાર પીએમ મોદી દ્વારા આપવામાં આવેલ જવાબી પત્ર જીવન બદલનાર સંકેત છે. તેવામાં આ સંકેત આ યુવાના જીવનને સાચી દિશા આપી શકે છે, તેવું ભાજપના નેતાનું માનવું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news