Omicron variant: ભારતમાં નોંધાયેલા ઓમિક્રોનના તમામ દર્દીઓમાં આ એક વાત છે કોમન, થઈ જજો સાવધાન

કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ડેલ્ટા સહિત અન્ય વેરિયન્ટની તુલનામાં સૌથી વધુ સંક્રમણ ફેલાવતો વાયરસ માનવામાં આવી રહ્યો છે. આ વેરિયન્ટ ઝડપથી ફેલાવવા પાછળ તેનું મુખ્ય કારણ અસામાન્ય રીતે મ્યૂટેટ થવું મનાય છે.

 Omicron variant: ભારતમાં નોંધાયેલા ઓમિક્રોનના તમામ દર્દીઓમાં આ એક વાત છે કોમન, થઈ જજો સાવધાન

Omicron covid 19 new variant symptoms: કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ડેલ્ટા સહિત અન્ય વેરિયન્ટની તુલનામાં સૌથી વધુ સંક્રમણ ફેલાવતો વાયરસ માનવામાં આવી રહ્યો છે. આ વેરિયન્ટ ઝડપથી ફેલાવવા પાછળ તેનું મુખ્ય કારણ અસામાન્ય રીતે મ્યૂટેટ થવું મનાય છે. દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનને ખુબ જ ઓછા સમયમાં ડેલ્ટાનું સ્થાન લઈ લીધું છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે તેના ઘણા બધા મ્યુટેશનને કારણે ફરીથી ચેપ પણ લાગી શકે છે. જો કે હજુ સુધી કોઈ ચોક્કસ લક્ષણો જોવા મળ્યા નથી.

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને ભારતમાં પગપેસરો કરી દીધો છે. ભારતમાં અત્યાર સુધી તેના 23 કેસ સામે આવી ચૂક્યા છે. દિલ્હીના LNJP હોસ્પિટલમાં હાઈરિસ્કવાળા દેશોમાંથી આવનાર અન્ય બે દર્દી Covid-19થી સંક્રમિત મળ્યા છે. અત્યાર સુધીના ઓમિક્રોનના સૌથી વધુ કેસમાં હળવા લક્ષણો જ સામે આવ્યા છે, જ્યારે રાજસ્થાનના ઓમિક્રોન વેરિઅન્ટના તમામ 9 દર્દીઓ એસિમ્પટમેટિક (Omicron asymptomatic) છે એટલે કે તેમનામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

જો કે, ઓમિક્રોનના હળવા લક્ષણોને લઈને વૈજ્ઞાનિકોને બીજી એક ચિંતા પરેશાન કરી રહી છે. નિષ્ણાતોના મતે, જ્યારે ઓછા લક્ષણો દેખાય છે ત્યારે લોકો ટેસ્ટિંગ ઘટાડે છે. કેટલાક લોકોને ખબર પણ નથી હોતી કે તેમને કોરોના થઈ ગયો છે. તેથી, હળવા લક્ષણો સાથેનો ચેપ વધુ વાયરલ લોડ સાથેના તાણ કરતાં વધુ ઝડપથી ફેલાઈ શકે છે. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોનું પણ કહેવું છે કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓના લક્ષણો સામાન્ય શરદી જેવા જ છે. અન્ય પ્રકારોથી વિપરીત, તેનો ચેપ ગંભીર લક્ષણો દર્શાવતો નથી. તેમાં શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા પણ થતી નથી.

જયપુરના મુખ્ય ચિકિત્સા સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર નરોત્તમ શર્માએ જણાવ્યું હતું કે, અમે Covid-19ના 11 નવા કેસ મળ્યા છે જે કોઈને કોઈ રીતે ઓમિક્રોન સંક્રમિત પરિવારો સાથે સંબંધ ધરાવે છે અથવા તો તેઓ જર્મનીથી પાછા ફર્યા છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જે લોકો ઓમિક્રોનથી પોઝિટીવ મળ્યા છે, તેમાં બીમારીના કોઈ લક્ષણ જણાઈ રહ્યા નથી.

જ્યારે LNJP હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર સુરેશ કુમારે જણાવ્યું હતું કે, ઓમિક્રોનના એક દર્દીમાં નાકમાંથી પાણી અને ગળામાં ખરાશ સિવાય અન્ય કોઈ લક્ષણો જોવા મળી રહ્યા નથી, કારણ કે સૌથી વધુ દર્દી એસિમ્ટોમેટિક છે. એરપોર્ટથી આવનાર માટે અમારી પાસે 50 આઈસોલેટેડ બેડ્સ છે. તેના સિવાય અમારી પાસે રામ લીલા મેદાનમાં 500 અલગ અલગ ICU Covid-19 બેડ્સ છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટના પહેલા દર્દીનો કોરોના રિપોર્ટ પણ નેગેટિવ આવી ચૂક્યો છે. 33 વર્ષીય આ દર્દી વ્યવસાયે મેકેનિકલ એન્જિનિયર હતો અને તે ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયો હતો. કલ્યાણ ડોંબિવલી નગર આયુક્ત વિજય સૂર્યવંશીએ જણાવ્યું હતું કે દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે અને 7 દિવસ માટે હોમ કોરન્ટાઈનમાં રહેવાની સલાહ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news