Train Accident: ટ્રેન અકસ્માત સમયે ડબ્બામાં આ જગ્યાએ બેઠેલા લોકો રહે છે સુરક્ષિત! ખાસ જાણો

Train Crash Safety: ઓડિશામાં શુક્રવારે મોટો ટ્રેન અકસ્માત થયો. જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ ટ્રેન અકસ્માત ખુબ જ જોખમી સાબિત થયો અને તેનો કોઈને પણ અંદાજો નહતો. અત્રે જણાવવાનું કે આ ટ્રેન અકસ્માતમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ જેના કારણે તબાહીનો મંજર જોવા મળ્યો. ટ્રેન અકસ્માતમાં સુરક્ષિત બચવું ખુબ મુશ્કેલ કામ હોય છે.

Train Accident: ટ્રેન અકસ્માત સમયે ડબ્બામાં આ જગ્યાએ બેઠેલા લોકો રહે છે સુરક્ષિત! ખાસ જાણો

Train Crash Safety: ઓડિશામાં શુક્રવારે મોટો ટ્રેન અકસ્માત થયો. જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ ટ્રેન અકસ્માત ખુબ જ જોખમી સાબિત થયો અને તેનો કોઈને પણ અંદાજો નહતો. અત્રે જણાવવાનું કે આ ટ્રેન અકસ્માતમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ જેના કારણે તબાહીનો મંજર જોવા મળ્યો. ટ્રેન અકસ્માતમાં સુરક્ષિત બચવું ખુબ મુશ્કેલ કામ હોય છે. કારણ કે ટ્રેનની ઝડપ એટલી વધુ હોય છે કે અકસ્માત સમયે એક પણ મુસાફરને સંભાળવાની તક મળતી નથી. ટ્રેન અકસ્માતમાં કેવી રીતે બચી શકાય તે વિશે અમે તમને આજે જણાવીશું. હકીકતમાં જે ડબ્બામાં તમે બેઠેલા હોવ છો ત્યાં એક જગ્યા એવી હોય છે જ્યાં બેસીને મુસાફરો પોતાને સુરક્ષિત રાખી શકે છે. જો તમને આ અંગે જાણકારી ન હોય તો અમે તમને આજે તેના વિશે વિસ્તારપૂર્વક જણાવીશું. 

કોઈ પણ ટ્રેન અકસ્માતમાં ત્યારે સુરક્ષિત રહેવાની સંભાવના વધુ રહે છે જ્યારે તમને વચ્ચે બેઠેલા હોવ છો. તેનો અર્થ એ થયો કે તમારી આજુબાજુ લોકો બેઠા છે અને તમે સીટ પર તેમની વચ્ચે બેઠા છો. આમ કરવાથી ટ્રેન અકસ્માત સમયે તમે સીધા ટ્રેનના કમ્પાર્ટમેન્ટની દીવાલ કે પછી છતવાળા ભાગથી ટકરાવવાથી બચી શકો છો અને સુરક્ષિત રહો છો. આ રીત ખુબ કારગર છે અને ટ્રેન અકસ્માતને જીવલેણ થવાથી બચાવી શકાય છે. 

હંમેશા સીટ પર પાછળની તરફ જોર લગાવીને બેસો
જે દિશામાં ટ્રેન આગળ વધી રહી હોય છે તે દિશા કરતા વિપરિત તમને જોર મહેસૂસ થાય છે અને આવામાં તમારી સીટ પર પાછળની તરફ ભાર દઈને બેસવું જોઈએ. આમ કરવાથી તમે અકસ્માત સમયે ગંભીર ઈજાઓથી પોતાને બચાવી શકશો. કારણ કે એવું જોવા મળ્યું છે કે જે લોકો ખુબ આરામથી બેસે છે તેમને ટ્રેન અકસ્માત સમયે પાછળની તરફ ઝટકો લાગે છે અને તેઓ સીધા ટકરાય છે. આવામાં તેમને ગંભીર ઈજાઓ થઈ શકે છે. 

બારી એક સુરક્ષિત સ્થાન
કોઈ પણ અકસ્માત સમયે તમે ટ્રેનની અંદર ફસાઈ શકો છો અને આવામાં તમારો જીવ પણ જઈ શકે છે.. આવી સ્થિતિમાં તમારે બારી તરફ રહેવું જોઈએ. અહીં ઈમરજન્સી વિન્ડોમાંથી તમે બહાર નીકળી શકો છો અને તમારો જીવ બચાવી શકો છો. તમને ઈમરજન્સી વિન્ડો અંગે જાણકારી હોવી જોઈએ કારણ કે તે તમને સુરક્ષિત રાખવામાં ખુબ મદદગાર સાબિત થઈ શકે છે. આવામાં ક્રુને પણ તેમના વિશે પૂછી શકાય છે. 

ટ્રેનમાં હરતા ફરતા રહેવાથી બચો
તમે ટ્રેનમાં વારંવાર આમતેમ ઘૂમતા રહો છો અને સતત ચાલતા રહો છો અને સીટ પર બેસતા નથી તો એવું માની લો કે ટ્રેન અકસ્માત સમયે તમને જીવલેણ ઈજા થવાનું જોખમ થઈ શકે છે. આવામાં જો તમે તમારી જાતને સુરક્ષિત રાખવા માંગતા હોવ તો તે માટે સૌથી પહેલા તમારે તમારી સીટ પર બેસવું જોઈએ. સીટ પર બેસવાથી અકસ્માત દરમિયાન જે ઝટકો લાગે છે તેની અસર ઓછી થઈ જાય છે. જો તમે હલન ચલન કરતા રહો તો ઝટકો ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. તમે દીવાલ સાથે પટકાઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news