ઇન્ડિયા ટુડે-એક્સિસ એક્ઝિટ પોલ: ઓરિસ્સામાં ભાજપના પુરમાં બીજદનો કિલ્લો તણાય તેવી શક્યતા

લોકસભા ચૂંટણી 2019માં ભાજપને ઓરિસ્સામાં મોટો ફાયદો થઇ શખે છે. તે આ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. છેલ્લા બે દશકથી ઓરિસ્સાની સત્તા પર રહેલ નવીન પટનાયકનો કિલ્લો ભાજપની લહેર સામે ખળભળતો દેખાય છે. આ વખતે ઇન્ડિયા ટુડે-એક્સિસ ઇન્ડિયા એક્ઝીટ પોલનાં અનુસાર તે 15થી 19 સીટો ઓરિસ્સામાં જીતી શકે છે. 
ઇન્ડિયા ટુડે-એક્સિસ એક્ઝિટ પોલ: ઓરિસ્સામાં ભાજપના પુરમાં બીજદનો કિલ્લો તણાય તેવી શક્યતા

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019માં ભાજપને ઓરિસ્સામાં મોટો ફાયદો થઇ શખે છે. તે આ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. છેલ્લા બે દશકથી ઓરિસ્સાની સત્તા પર રહેલ નવીન પટનાયકનો કિલ્લો ભાજપની લહેર સામે ખળભળતો દેખાય છે. આ વખતે ઇન્ડિયા ટુડે-એક્સિસ ઇન્ડિયા એક્ઝીટ પોલનાં અનુસાર તે 15થી 19 સીટો ઓરિસ્સામાં જીતી શકે છે. 

ઓરિસ્સાનાં સત્તાધારી બીજુ જનતા દળ (બિજદ)ને 2019 લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્યની 21માંથી 15-19 સીટો જીતી શકે છે. આ અનુમાન ઇન્ડિયા ટુડે-એક્સિસ ઇન્ડિયા એક્ઝીટ પોલની સામે આવ્યું છે. 

#ZeeMahaExitPoll: અસમમાં ભાજપ ક્લિન સ્વિપ કરે તેવી શક્યતા
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં એક સીટ જીતી હતી. નવીન પટનાયકની બીજદે 20 સીટો જીતી હતી. એક્ઝિટ પોલના અનુસાર બીજદની સીટ સંખ્યા 2014નાં 20થી ઘટીને આવખતે 2 -6 હોઇ શકે છે. મતગણતરી 23 મેનાં રોજ થશે. 
ભાજપે 2014 બાદ જે રાજ્યો પર પોતાનું ધ્યાન લગાવ્યું હતું, તેમાં એક રાજ્ય ઓરિસ્સા પણ હતું. ભજાપ નેતૃત્વ અને અમિત શાહ પોતે 5 વર્ષમાં ભાજપને ઓરિસ્સામાં ઉભુ કરવા માટે પોતાની સંપુર્ણ શક્તિ કામે લગાડી હતી. જેનો લાભ તેને લોકસભા ચૂંટણીમાં મળી શકે છે. 

લોકસભા ચૂંટણી પહેલા બીજદનાં અનેક મોટા નેતા પણ પાર્ટી બદલીને ભાજપમાં આવી ગયા હતા. તેમાં જયંત પાંડાનું પણ નામ હતું. તેઓ નવીન પટનાયકનાં ઘણા ખુબ જ નજીકનાં માનવામાં આવ્યા હતા, જો કે ગત્ત થોડા વર્ષોમાં બંન્નેના સંબંધો બદલાઇ ગયા. ત્યાર બાદ તેઓ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં આવી ગયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news