Zee Digital Super Exclusive: ઈન્ટરનેટ પર 40 કરોડથી વધુ યૂઝર્સના નંબર અને ઈમેલ વેચાઈ રહ્યાં છે, એક મોબાઇલ નંબર જાણવાની કિંમત માત્ર 30 રૂપિયા

Zee Digital Super Exclusive : 40 કરોડથી વધુ યૂઝર્સના મોબાઇલ નંબર અને ઈમેલ લીક થઈને વેચાઈ રહ્યાં છે ઈન્ટરનેટ પર. એલન મસ્ક, માર્ક ઝુકરબર્ગથી લઈને મોટા-મોટા ભારતીય ઉદ્યોગપતિઓના મોબાઇલ અને ઈમેલ વેચાઈ રહ્યાં છે. એક વ્યક્તિના મોબાઇલ નંબર જાણકારી કિંમત માત્ર 30 રૂપિયા છે. ઝી ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ...

Zee Digital Super Exclusive: ઈન્ટરનેટ પર 40 કરોડથી વધુ યૂઝર્સના નંબર અને ઈમેલ વેચાઈ રહ્યાં છે, એક મોબાઇલ નંબર જાણવાની કિંમત માત્ર 30 રૂપિયા

શિવાંક મિશ્રા, નવી દિલ્હીઃ આજના દિવસોમાં ઇન્ટરનેટ વ્યક્તિગત ડેટાનું માર્કેટ બની ચુક્યુ છે. જ્યાં યૂઝર પોતાનો વ્યક્તિગત ડેટા અલગ-અલગ વેબસાઇટને આપી રહ્યો છે અને આ ડેટા લીક થઈને કે પછી હેક કરી ઈન્ટરનેટ કે બીજી વેબસાઇટો પર હજારો રૂપિયા મહિનાના ભાવથી વેચાઈ રહ્યો છે. ડેટા કઈ હદ સુધી લીક થયો છે, શું ઈન્ટરનેટ પર યૂઝર્સના વ્યક્તિગત ફોન નંબર, ઈમેલ પણ વેચાઈ રહ્યું છે અને વેચાઈ રહેલા ડેટામાં સામાન્ય લોકોની સાથે ભારત સહિત વિશ્વના મોટા-મોટા ઉદ્યોગપતિના પણ મોબાઇલ નંબર અને ઈમેલ સામેલ છે. બસ આ તપાસ કરવા માટે અમારી ટીમ નિકળી પડી ઈન્ટરનેટ માર્કેટમાં તપાસ કરવા અને જે પરિણામ સામે આવ્યા તે ચોંકાવનારા હતા. 

ઈન્ટરનેટની માર્કેટમાં અમારી કલાકોની તપાસમાં સામે આવ્યું કે ઇન્ટરનેટ પર લિંકડિનના 40 કરોડથી વધુ કથિત યૂઝર્સનો ડેટા એક વેબસાઇટ 3 હજાર મહિનાના ભાવે વેચી રહી હતી. આ 40 કરોડ લોકોમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્ક, ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, ટ્વિટરના પૂર્વ સીઈઓ જેક ડોર્સી, ટ્વિટરના વર્તમાન સીઈઓ પરાગ અગ્રવાલ, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટના સત્ય નડેલા, એબોડના સીઈઓ શાંતનુ નારાયણ, એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસ, ઓલાના સીઈઓ ભવિષ અગ્રવાલ, પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઇન્દિરા નૂયી, ઉબેર ઈન્ડિયાના પ્રમુખ પ્રભજીત સિંહ,  RPG GROUP ના ચેરમેન હર્ષ ગોયનકા, મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રા સહિત દેશની ઘણી મોટી હસ્તિઓ અને મલ્ટિનેશનલ કંપનીના પ્રમુખોના વ્યક્તિગત મોબાઇલ નંબર અને ઈમેલ સામે આવવા લાગ્યા અને આ ક્યારેય સમાપ્ત ન થનારૂ લિસ્ટ હતું જેમાં દેશ-વિદેશના મોટા-મોટા સીઈઓ અને ઉદ્યોગપતિ હતા. 

Image preview

Image preview

વ્યક્તિગત નંબર અને ઈમેલના લિસ્ટમાં લિંકડિનના સીઈઓ જેફ વીનર અને લિંકડિન ભારતના પ્રમુખ આશુતોષ ગુપ્તાનો પણ મોબાઇલ નંબર અને ઈમેલ હતું. હવે જાણવુ જરૂરી હતું કે જે મોબાઇલ નંબર અને ઈમેલ આ વેબસાઇટ પર વેચાઈ રહ્યાં હતા શું તે ખરેખર અસલી છે. તેવામાં અમારી ટીમે વેબસાઇટ પર હાજર લિંકડિન ભારતના પ્રમુખ આશુતોષ ગુપ્તાના મોબાઇલ નંબર પર ફોન કર્યો. ફોન ઉપાડ્યો અને જાણવા મળ્યું કે ખરેખર આ નંબર આશુતોષ ગુપ્તાનો જ હતો. આશુતોષને પણ ખ્યાલ નહોતો કે તેમનો નંબર ઇન્ટરનેટ પર હાજર છે અને વેચાઈ રહ્યો છે. 

ઇન્ટરનેટ પર 40 કરોડથી વધુ લોકોના મોબાઇલ નંબર અને ઈમેલ વેચનારી કંપનીનો દાવો છે કે તેમની વેબસાઇટ પર હાજર તમામ નંબર લિંકડિનના યૂઝર્સના છે અને તે વેબસાઇટ 100 મોબાઇલ નંબર દર મહિને 3000 રૂપિયામાં વેચે છે. હવે સમય હતો લિંકડિન પાસે જવાબ માંગવાનો તો લિંકડિને ઝી ન્યૂઝને ઈમેલ દ્વારા જવાબ આપ્યો કે  Linkedin તેના યૂઝર્સની મંજૂરી વગર તેના કોઈ અંગત ડેટાનો ઉપયોગ ખોટો માને છે અને આ વર્ષે ફેબ્રુઆરીમાં કંપનીએ સિંગાપુરની Mantheos Ptd. Ltd પર કેસ પણ કર્યો કારણ કે આ કંપની લિંકડિનના લાખો યૂઝર્સના ડેટાનો ખોટો ઉપયોગ કરી રહી હતી. 

Image preview

 

Image preview

છેલ્લા કેટલાક વર્ષોમાં લિંકડિના યૂઝર્સનો ડેટા ડાર્કવેબ પર તો વેચાવાના સમાચાર સામાન્ય હતા અને ક્યારેક લિંકડિને તેનેલીકેજ માન્યુ પરંતુ ઈન્ટરનેટ પર 40 કરોડથી વધુ પ્રોફેશનલ યૂઝર્સના પર્સનલ મોબાઇલ નંબર એક જગ્યાએ હોવો અને તેને વેચવાને સાઇબર નિષ્ણાંત મોટો ખતરો માની રહ્યાં છે. દેશના જાણીતા સાઇબર નિષ્ણાંત અમિત દુબે પ્રમાણે 40 કરોડ પ્રોફેશનલ લોકોનો ડેટા એક જગ્યા પર વેચાવો મોટો ખતરો છે. કોઈપણ સાઇબર ગુનેગાર આ ડેટાને ખરીદી 40 કરોડમાંથી કેટલાક યૂઝર્સને નોકરીની લાલચ આપી મોટી રકમ પ્રાપ્ત કરી શકે છે, કારણ કે મોટા ભાગના લોકો લિંકડિન જેવા પ્લેટફોર્મનો પ્રયોગ નોકરી શોધવા માટે કરે છે. 

સાઇબર નિષ્ણાંત અમિત દુબે પ્રમાણે દેશ-વિદેશના મોટા ઉદ્યોગપતિઓ અને મોટી-મોટી કંપનીના સીઈઓ જેવા અધિકારીઓએ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તેના મોબાઇલ નંબર અને મેલ ઈન્ટરનેટ પર હાજર છે અને સ્પૂફ કોલિંગના સહારે તેને સરકારના મોટા અધિકારી કે મંત્રી બની તેને છેતરવાનો પ્રયાસ થઈ શકે છે. જે રીતે સુકેશ ચંદ્રશેખરે 200 કરોડની છેતરપિંડી ગૃહમંત્રાલયના નામે કરી હતી. 

Image preview

 લિંકડિન એક અમેરિકી employment-oriented ઓનલાઇન સર્વિસ છે. તેના આ સમયે 200 દેશોમાં 83 કરોડથી વધુ યૂઝર્સ છે, જેમાં 7 કરોડ ભારતીય યૂઝર્સ પણ છે. તેવામાં તમારા માટે નિષ્ણાંતોએ ત્રણ સલાહ આપી છે. 

1. જો તમને સતત unknown નંબરથી કોલ આવતો રહે છે અને તમને લાગે છે કે તમારો નંબર લીક થયો તો તે નંબરને બ્લોક કરી દો. 

2. જો તમારી પાસે નોકરી માટે કોઈ કોલ કે મેલ આવે છે તો સૌથી પહેલા તેની તપાસ કરો, જે સંસ્થાથી મેલ કે કોલ આવ્યો હોય ત્યાંના સત્તાવાર નંબર પર કોલ કરી વેરિફાઈ કર્યા બાદ વિશ્વાસ કરો. 

3. તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કોઈપણ એકાઉન્ટના પાસવર્ડના રૂપમાં ક્યારેય ન કરો. 

(નોંધઃ આ સમાચારમાં અમે તમને વેબસાઇટનું નામ જણાવી રહ્યાં નથી. અમે ઈચ્છતા નથી કે અમે સાઇબર ગુનેગારોને તે માર્ગ દેખાડીએ.. અમારો ઈરાદો માત્ર તમને સાવચેત કરવાનો છે)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news