Stock Market: શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે ખુશખબર, NSEએ 1 એપ્રિલથી બદલ્યો આ નિયમ

NSE Transaction Charges: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ 1 એપ્રિલથી કેશ ઇક્વિટી અને ફ્યુચર એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં 6 ટકાનો વધારો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. વધારાની ફી 1 જાન્યુઆરી, 2021થી લાગુ કરવામાં આવી હતી. 
 

 Stock Market: શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે ખુશખબર, NSEએ 1 એપ્રિલથી બદલ્યો આ નિયમ

Share Market Tips: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ 1 એપ્રિલથી કેશ ઇક્વિટી અને ફ્યુચર એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં 6 ટકાનો વધારો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. વધારાની ફી 1 જાન્યુઆરી, 2021થી લાગુ કરવામાં આવી હતી. NSE ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ ટ્રસ્ટ (NSE IPFT) ની સ્થાપના તે સમયે બજારની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને કોર્પસને આંશિક રીતે વધારવા માટે કરવામાં આવી હતી. NSE વતી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ટ્રાન્ઝેક્શન ફીમાં 6 ટકાના વધારાને પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

સેબીનો પરિપત્ર 1 મે, 2023થી લાગુ થશે
અગાઉ, સેબીએ કહ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે વપરાતું ડિજિટલ વોલેટ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના 'અપને ગ્રાહક કો જાનો' (KYC) સાથે સુસંગત હોવું જોઈએ. માર્કેટ રેગ્યુલેટરે તેના પરિપત્રમાં જણાવ્યું હતું કે આ જોગવાઈ 1 મે, 2023થી લાગુ કરવામાં આવશે. જો તમારા ડિજીટલ વોલેટનું કેવાયસી હજુ સુધી થયું નથી, તો આ કામ વહેલી તકે પૂર્ણ કરો.

તમને જણાવી દઈએ કે 8 મે 2017ના રોજ સેબીએ યુવા રોકાણકારોને ધ્યાનમાં રાખીને નિયમોમાં થોડી છૂટછાટ આપી હતી. સેબી દ્વારા જારી કરાયેલા આ પરિપત્ર મુજબ યુવા રોકાણકારોને ઈ-વોલેટ દ્વારા રૂ. 50,000 સુધીના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની છૂટ આપવામાં આવી છે. આ પગલું મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા અને મૂડી બજારમાં બચત લાવવાના પ્રયાસોનો પણ એક ભાગ હતો. આ ફેરફાર પછી, મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news