હવે યુએસ અને ઇઝરાયલની જેમ પલટવાર કરે છે ભારત, અમિત શાહે કોને આપી આ ચેતવણી

ગૃહમંત્રીએ પૂર્વની કોંગ્રેસ સરકારનને લચર સુરક્ષા વ્યવસ્થા માટે જવાબદાર ઠેરવતા કહ્યુ કે જ્યારે પાકિસ્તાન સમર્થિક આતંકવાદી હુમલા કરતા હતા તો ભારત નિવેદન જાહેર કરતું હતું પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદથી વસ્તુમાં સુધાર થયો છે.

હવે યુએસ અને ઇઝરાયલની જેમ પલટવાર કરે છે ભારત, અમિત શાહે કોને આપી આ ચેતવણી

બેંગલોરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યુ કે, ભારત પોતાની સરહદોની સાથે છેડછાડ કરનાર પર અમેરિકા અને ઇઝરાયલની જેમ પલટવાર કરી શકે છે. તેમણે પુલવામાં આતંકવાદી હુમલા બાદ થયેલી સર્જિકલ સ્ટ્રાઇક તરફ પણ ઇશારો કર્યો હતો. ગૃહમંત્રીએ પૂર્વની કોંગ્રેસ સરકારનને લચર સુરક્ષા વ્યવસ્થા માટે જવાબદાર ઠેરવતા કહ્યુ કે જ્યારે પાકિસ્તાન સમર્થિક આતંકવાદી હુમલા કરતા હતા તો ભારત નિવેદન જાહેર કરતું હતું પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદથી વસ્તુમાં સુધાર થયો છે.

હવે જવાબી કાર્યવાહી કરે છે ભારત
તેમણે નૃપતુંગા વિશ્વવિદ્યાલય, અને તેમના એકેડમિક વિભાગ તથા અન્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યુ- પહેલા માત્ર બે દેશ અમેરિકા અને ઇઝરાયલ તેમની સરહદો અને સેના સાથે છેડછાડ થવા પર જવાબી કાર્યવાહી કરતા હતા. પરંતુ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કારણે આપણો દેશ ભારત પણ આ સમૂહમાં સામેલ થઈ ગયો છે. શાહે સભાને સંબોધિત કરતા કહ્યુ કે, નરેન્દ્ર મોદી પીએમ બન્યા બાદ ઉરીમાં 2016માં અને પુલવામામાં 2019માં આતંકવાદી હુમલા થયા હતા અને અમે 10 દિવસની અંદર પાકિસ્તાનની અંદર સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી. 

દુનિયા જાણે છે સત્ય
ગૃહમંત્રીએ કહ્યુ- કેટલાક લોકો પૂછે છે કે આ (સર્જિકલ અને એર સ્ટ્રાઇક) નો શું પ્રભાવ પડ્યો. હું કહેવા ઈચ્છુ છું કે તેની અસર થઈ છે. હવે દુનિયા જાણે છે કે કોઈપણ ભારતીય સરહદ સાથે છેડછાડ ન કરી શકે. બાકી વળતો જવાબ આપવામાં આવશે. શાહે મોદી સરકારની સિદ્ધિઓ ગણાવતા કહ્યુ કે, આર્ટિકલ 370, 35-એ અને નાગરિકતા સંશોધન કાયદા જેવા મુદ્દાનું સમય રહેતા સમાધાન કરવામાં આવ્યું. તેમણે કહ્યું, 5 ઓગસ્ટ 2019 ભારતીય ઈતિહાસમાં સવર્ણ અક્ષરે લખવામાં આવશે. લોકો કહેતા હતા કે આર્ટિકલ 370 સમાપ્ત થયો તો લોહી-લુહાણ થશે પરંતુ કોઈએ બંગળી ફેંકવાની પણ હિંમત ન કરી. પ્રધાનમંત્રી મોદીએ આર્ટિકલ 370ની જોગવાઈ સમાપ્ત કરી કાશ્મીરને બાકી ભારત સાથે જોડ્યુ છે. 

મોદી સરકારમાં શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ સુધરી
દેશમાં શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે અનેક પગલા ગણાવતા શાહે મોદી સરકારમાં 6 નવી કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, 7 ભારતીય આઈઆઈએમ, 7 આઈઆઈટી, 209 મેડિકલ કોલેજ, 320 વિશ્વવિદ્યાલય અને 5709 કોલેજ તૈયાર થઈ. તેમણે કહ્યું કે, દેશમાં 410 ગ્રામીણ વિશ્વવિદ્યાલય અને ઘણી વ્યાવસાયિક વિશ્વવિદ્યાલય પણ ખોલવામાં આવી. કર્ણાટકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સૌથી પહેલા લાગૂ કરવા પર રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈને શુભેચ્છા આપતા શાહે કહ્યુ કે, આ નીતિનો ઉદ્દેશ ભારતને મહાન દેશ બનાવવાનો છે જે લોકોને તક આપે અને યુવાઓને દુનિયાની સાથે સ્પર્ધા કરવાનું મંચ પ્રદાન કરે. 

NEPથી મજબૂત થશે ભારતીય સંસ્કૃતિ
તેમણે કહ્યું કે એનઈપીમાં ભારતીય સંસ્કૃતિને મજબૂત કરવા, જાગરૂકતા લાવવા અને ભારતને જ્ઞાનની મહાશક્તિ બનવા પર ભાર આપવામાં આવ્યો છે. અક્ષય તૃતીયા અને 12મી સદીના પ્રસિદ્ધ સમાજ સુધારક બસવેશ્વરની જયંતિ પર લોકોને શુભેચ્છા આપતા શાહે યુવાઓને બસવેશ્વરના વચનોનું અનુસરણ કરવાનું કહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news