બધાનો બાપ નીકળ્યો NOTA : ગુજરાતમાં તો છોડો, આ રાજ્યોમાં કચકચાવીને નોટાને વોટ મળ્યાં

Vote For NOTA : લોકસભા ચૂંટણીમાં NOTA ના વિકલ્પનો સૌથી વધુ ઉપયોગ કરાયો, ચૂંટણી પંચના રિપર્ટ અનુસાર આ લોકસભા ચૂંટણીમાં .99 ટકા લોકોએ આ વિકલ્પને પસંદ કર્યું

બધાનો બાપ નીકળ્યો NOTA : ગુજરાતમાં તો છોડો, આ રાજ્યોમાં કચકચાવીને નોટાને વોટ મળ્યાં

Lok Sabha Election Results: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ ૨.૮૮ કરોડ મત પડ્યા હતા અને તેમાંથી ૪.૫૯ લાખ મતદારોએ ‘નન ૧ ઓફ ધ અબોવ ' (NOTA) ઉપર પસંદગી ઉતારીને તેમની સમક્ષ ઉપલબ્ધ તમામ ઉમેદવારોના વિકલ્પને જાકારો આપ્યો હતો. ‘NOTA' નો સૌથી વધુ ઉપયોગ કરવામાં દાહોદ-છોટા ઉદેપુર-બારડોલી જેવી આદિવાસી બેઠક મોખરે રહ્યાં. સતત બીજી લોકસભા ચૂંટણીમાં નોટા મોખરે રહ્યું હતું. ૨૦૧૯માં ૩૧,૯૩૬ જ્યારે ૨૦૨૪માં ૩૪,૯૩૫ મતદારોએ ‘NOTA' ઉપર પસંદગી ઉતારી હતી. આખરે કેમ લોકોને નોટા પર વિશ્વાસ વધ્યો છે. 

દેશમાં હવે એનડીએ સરકાર બનવા જઈ રહી છે. 543 સદસ્યોવાળી લોકસભામાં NDA ગઠબંધનને 293 સીટ મળી છે. તો ઈન્ડિયા એલાયન્સના ખાતામાં 234 સીટ આવી છે. ચૂંટણી દરમિયાન સૌથી મોટી પાર્ટી બનનાર બીજેપીની 23.60 રોડથી વધુ લોકોએ વોટ આપ્યા છે. તો બીજી મોટી પાર્ટી કોંગ્રેસને 13.68 કરોડ જેટલા વોટ મળ્યા છે. આ બાદ સમાજવાદી પાર્ટીને 2.96 રોડ, તૃણમૂલ કોંગ્રેસને 2.83 કરોડ, ડીએમકેને 1.18 કરોડ, ટીડીપીને 1.28 રોડ અને જેડીયુના ખાતામાં 80.40 લાખ વોટ આવ્યા છે. આટલી બધી રાજકીય પાર્ટી વચ્ચે પણ લોકોએ NOTA નો ઓપ્શન વધારે પસંદ કર્યો છે. 

63.72 લાખ NOTA ને વોટ
ચૂંટણી પંચ પાસેથી મળતી માહિતી અનુસાર, આ લોકસભા ચૂંટણીમાં 63,72,220 લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું. NOTA માં નાંખવામાં આવેલા વોટના પરસન્ટેજ ગણીએ તો, આ .99 ટકાથી વધારે છે. સૌથી મોટી પાર્ટી બનીને ઉભરનાર બીજેપીને 36.56 ટકા વોટ મળ્યાં છે. મધ્ય પ્રદેશઅને ઈન્દોર લોકસભા સીટ પર તો NOTA એ રેકોર્ડ તોડ્યો છો. અહી 2 લાખથી વધુ લોકએ NOTA ના ઓપ્શનને પસંદ કર્યું અને 13 ઉમેદવારોનો ઘા કરી દીધો. 

ગુજરાતની 24 સીટ પર ત્રીજા ક્રમે NOTA
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ લોકોએ NOTA ના વિકલ્પને વધુ પસંદ કર્યું. ગુજરાતની 25 માંથી 24 સીટ પર NOTA ત્રીજા સ્થાન પર રહ્યું છે. ગુજરાતમાં NOTA ને 1.52 ટકા વોટ મળ્યાં છે. તો 4 લાખ 49 હજાર 252 લોકોએ NOTA નો વિકલ્પ પસંદ કર્યો હતો. રાજ્યમાં ભાજપને 61.86 ટકા વોટ મળ્યાં છે. રાજ્યમાં જામનગર એકમાત્ર એવી સીટ છે, જ્યાં NOTA વોટ કુલ નાંખવામાં આવેલ વોટમાં ચોથા સ્થાન પર રહ્યું. 

દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર મોટી મુસીબત : મહામૂલી જમીનમાંથી પસાર થનારા વીજલાઈનનો વિરોધ
 
વારાણસી-લખનઉમાં છવાયેલુ રહ્યું NOTA
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંસદીય સીટ વારાણસી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહની સીટ લખનઉમાં પણ લોકોએ NOTA ના ઓપ્શનનો જોરદાર ઉપયોગ કર્યો. વારાણસીમાં 8478 વોટ NOTA ને મળ્યાં છે. જો પર્સન્ટેજના હિસાબથી આંકડો જોઈએ તો, 72 ટકા છે. પ્રધાનમંત્રીને અહીં 41.37 ટકા વોટ મળ્યાં છે. અહીં NOTA વોટના મામલામાં ચોથા સ્થાન પર રહ્યું. તો રાજનાથ સિંહની સીટ લખનઉમાં 7350 વોટ NOTA ને મળ્યાં છે. અહીં પણ NOTA 11 ઉમેદવારમાં ચોથા સ્થાન પર રહ્યું. 

ઈન્દોરે તોડ્યો NOTA નો રેકોર્ડ
ચૂંટણી પંચના આંકડા અનુસાર, ઈન્દોરમાં NOTA એ બિહારના ગોપાલગંજનો રેકોર્ડ તોડ્યો છે. ઈન્દોરમાં 2,18,674 વોટ NOTA ને મળ્યાં છે. 14 માંથી 13 ઉમેવારોને મ્હાત આપીને આ નવો રેકોર્ડ સર્જાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news