Demonetisation: હે ભગવાન! સરકારે 500, 1000 રૂપિયાની જ નહીં પરંતુ આ નોટ પણ ચલણમાંથી કરેલી છે બહાર, વિગતો જાણો
ભારતમાં નવી નોટો છાપવાની અને તેમને ચલાવવાની જવાબદારી આરબીઆઈ પર છે. દેશમાં એક રૂપિયાના સિક્કાથી લઈને 2000 રૂપિયા સુધીની નોટ ચાલે છે. વર્ષ 2016માં સરકારે દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. જેમાં 500 અને 1000 રૂપિયાની નોટોને ડીમોનેટાઈઝ કરવામાં આવી હતી. આવું પહેલીવાર નથી થયું કે જ્યારે કોઈ નોટ ચલણમાંથી બહાર કરી દેવાઈ હોય. એક એવી નોટ પણ હતી જેને એક નહીં બે વાર ડીમોનેટાઈઝ કરવામાં આવી હતી.
Trending Photos
Currency Note In India: ભારતમાં નવી નોટો છાપવાની અને તેમને ચલાવવાની જવાબદારી આરબીઆઈ પર છે. દેશમાં એક રૂપિયાના સિક્કાથી લઈને 2000 રૂપિયા સુધીની નોટ ચાલે છે. વર્ષ 2016માં સરકારે દેશમાં નોટબંધીની જાહેરાત કરી હતી. જેમાં 500 અને 1000 રૂપિયાની નોટોને ડીમોનેટાઈઝ કરવામાં આવી હતી. એટલે કે 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ હતી. જો કે સરકારે 500 રૂપિયાની નવી નોટ તો છાપી દીધી પરંતુ 1000 રૂપિયાની નવી નોટ ફરીથી છાપી નહીં. હાલમાં જ સુપ્રીમ કોર્ટે પણ એક ચુકાદો આપ્યો જેમાં કહ્યું કે નોટબંધીનો નિર્ણય યોગ્ય હતો.
આવું પહેલીવાર નથી થયું કે જ્યારે કોઈ નોટ ચલણમાંથી બહાર કરી દેવાઈ હોય. એક એવી નોટ પણ હતી જેને એક નહીં બે વાર ડીમોનેટાઈઝ કરવામાં આવી હતી. પરંતુ તે નોટ વિશે લોકોને વધુ જાણકારી નથી. અમે જે નોટની વાત કરી રહ્યા છીએ તેને સૌથી પહેલા 1938માં છાપવામાં આવી હતી. પરંતુ તેની સફર બહુ લાંબી જોવા મળી નહીં અને માત્ર 9 વર્ષમાં તે બંધ કરી દેવાઈ હતી. ત્યારબાદ તેને ફરીથી ચલણમાં લાવવામાં આવી. જ્યારે આ નોટ માર્કટમાં ફરીથી આવી ત્યારે ભારત એક આઝાદ દેશ હતો અને વર્ષ હતું 1954નું. આ વખતે આ નોટ લાંબા સમય સુધી ચલણમાં રહી. લાંબા સમય સુધી ચલણમાં રહ્યા બાદ આ નોટને ફરીથી બંધ કરી દેવાઈ. આ નોટ હતી 10,000 રૂપિયાની.
આ વીડિયો પણ ખાસ જુઓ
હાલ દેશમાં જે નોટ ચલણમાં છે તે 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની છે. આરબીઆઈ અધિનિયમ 1934ની કલમ 24 મુજબ આરબીઆઈને 2,5,10,20, 50, 100, 200, 500, અને 2000, 5000, 10,000 રૂપિયાની નોટ છાપવાનો હક છે. આ પ્રકારના અન્ય મૂલ્યવર્ગ કે જે 10,000 રૂપિયાથી વધુ ન હોય તેને છાપવાનો અધિકાર મળેલો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે