Scoiety Rules: કુંવારો છોકરો હોય કે છોકરી આ સોસાયટીમાં રાત રોકાઇ શકશે નહી, જાણો શું છે નવા નિયમો અને શરતો

Society Rules: તમને જાણીને નવાઈ લાગશે પણ આ નિયમોએ ઘણાના હોંશ ઉડાવી દીધા છે. નોઇડાની સુપ્રીમ ટાવર સોસાયટીના એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (એઓએ) ભાડુઆતના ઘરે રાત્રે આવનાર અપરણિત મહેમાનો પર પાબંધી લગાવવા જઇ રહી છે. નોઇડા જેવા આધુનિક શહેરોમાં પણ ઘણી સોસાયટી એઓએ નક્કી કરશે કે કોના ઘરે કોણ રોકાશે. લોકોએ તેને ગોપનીયતાનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું. લોકો પાસે આ મુદ્દે મંતવ્યો માંગવામાં આવ્યા છે. 

Scoiety Rules: કુંવારો છોકરો હોય કે છોકરી આ સોસાયટીમાં રાત રોકાઇ શકશે નહી, જાણો શું છે નવા નિયમો અને શરતો

Society ACT: સેક્ટર-99 સ્થિત સુપ્રીમ ટાવર સોસાયટીના એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન (એઓએ) ભાડુઆતના ઘરે રાત્રે આવનાર અપરણિત મહેમાનો પર પાબંધી લગાવવા જઇ રહી છે. તેને લઇને એઓએ બોર્ડ તરફથી નોટીસ જાહેર કરવામાં આવી છે. 

આ અંતગર્ત ભાડુઆતોને પોતાના ઘરમાં રાત રોકાનાર અપરણિત મહેમાનો માટે એઓએ બોર્ડમાંથી પરવાનગી લેવી પડશે. તેને લઇને ભાડુઆતોએ વિરોધ શરૂ કરી દીધો છે. સાથે જ એઓએનો આ પત્ર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઇ રહી છે. તેને લઇને લોકો એઓએના નિર્ણયની જોરદાર ટીકા કરી રહ્યા છે. 

સોસાયટી એઓએ બોર્ડ તરફથી સુરક્ષા, સ્વચ્છતાને લઇને નવી નીતિ બનાવવામાં આવી છે. તેના અંતગર્ત સોસાયટીના રહેવાસીઓને લઇને પણ ઘણા નિયમો બનાવવામાં આવ્યા છે. 

ભાડુઆતના ઘરે આવનાર અપરણિતોને લઇને પણ તેમાં નિયમ બનાવામાં આવ્યા છે. એઓએ બોર્ડ તરફથી નવી નિયમાવલી રહેવાસીઓને મોકલવામાં આવી છે. જ્યારે રહેવાસીઓએ આ નિયમાવલી વાંચી તો તેમના હોશ ઉડી ગયા. 

એઓએ નક્કી કરશે રાત્રે તમારા ઘરે કોણ રોકાશે!
નોઇડા જેવા આધુનિક શહેરોમાં પણ ઘણી સોસાયટી એઓએ નક્કી કરશે કે કોના ઘરે કોણ રોકાશે. લોકોએ તેને ડાયરેક્ટ ગોપીનિયતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ સાથે જ એઓએ તરફથી કોમન એરિયામાં સિગરેટ પીવાની પાબંધી, સોસાયટીમાં વાહનોની ગતિ સીમા 10 કિમી પ્રતિ કલાક સહિત અન્ય નિયમો બનાવ્યા છે. 

આ મામલે એઓએ તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યારે નીતિ બનાવવામાં આવી છે. લોકો પાસે તેના પર સજેશન મંગાવવામાં આવ્યા છે. જો કોઈ રહેવાસીને કોઈ વાંધો હશે તો સુનાવણી બાદ જ પોલિસી લાગુ કરવામાં આવશે. કોઇ નિયમ થોપવામાં નહી આવે. સર્વસંમતિથી લાગૂ થશે. 

સુપર ટેક એમરાલ્ડ કોર્ટમાં લાગ્યો હતો પ્રતિબંધ
આ પ્રકારનો મામલો ગત વર્ષે નોઈડાની સુપરટેક એમરાલ્ડ કોર્ટ સોસાયટીમાં આવ્યો હતો. ત્યારે એઓએએ અપરણિતોને ફ્લેટ આપવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. પછી રહેવાસીઓના વિરોધ બાદ નિર્ણય પરત લેવામાં આવ્યો હતો. પોલીસ વેરિફિકેશનની શરત જ રાખવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news