કરતારપુર કોરિડોર મુદ્દે પાક.ના નખરા, બેઠક માટે સમય ન ફાળવ્યો

કરતારપુર કોરિડોરને ગુરૂનાનક દેવની 550મી જયંતી સુધીમાં ખોલવાનો નિર્ણય લેવાયો છે, તે મુદ્દે ઝડપથી કામ પણ ચાલી રહ્યું છે

કરતારપુર કોરિડોર મુદ્દે પાક.ના નખરા, બેઠક માટે સમય ન ફાળવ્યો

નવી દિલ્હી : કરતારપુર કોરિડોરનાં નિર્માણ મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે બેઠકની માંગ અંગે હજી પાકિસ્તાન તરફથી કોઇ જ જવાબ આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સુત્રોનું કહેવું છે કે ભારત દ્વારાઓગષ્ટનાં પહેલા અઠવાડીયામાં પાકિસ્તાન સાથે કરતારપુર કોરિડોર અંગે ચર્ચા કરવા માટે બેઠકની માંગ કરવામાં આવી હતી. જણાવાઇ રહ્યું છે કે, તે મુદ્દે રિમાઇન્ડર પણ ઇશ્યું કરાયું હતું. તેમ છતા પાકિસ્તાન દ્વારા કોઇ સ્પષ્ટ જવાબ હજી સુધી સામે આવ્યો નથી. 

કોંગ્રેસને આજે મળશે નવા અધ્યક્ષ? CWC માં કોંગ્રેસી નેતાઓનો મેળાવડો જામ્યો
સુત્રોનું કહેવું છે કે, આ બેઠક ત્રણ મુદ્દે ચાલી રહી છે. જેમાં પહેલો મુદ્દો રાવી નદી પર પુલનું નિર્માણ, ભારત સરકારનું કહેવું છે કે જ્યા સુધી રાવી નદી પર પુલનું નિર્માણ નથી થતું, ત્યાસ સુધી પાકિસ્તાન એક સર્વિસ રોડનું નિર્માણ કરે. બીજી તરફ ઇમરજન્સી સ્થિતી શ્રદ્ધાળુઓની સહાયના પ્રાવધાનની સાથે જ શ્રદ્ધાળુઓ અંગે સંપુર્ણ માહિતી વહેંચવાનાં મુદ્દે પણ ચર્ચા થવાની હતી. સુત્રોનું કહેવું છે કે ગુરૂ નાનક દેવની 550મી જયંતી સુધીમાં કરતારપુર કોરિડોરને ખોલવા માટે અમે પાકિસ્તાન તરફતી ફુરતીથી જવાબની અપેક્ષા કરી રહ્યા છીએ.

VIDEO: પૂરમાં ફસાઈ ગયા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, બોટથી રેસ્ક્યુ કરાયા 
અત્રે ઉલ્લેખનીય છે કે, કરતારપુર કોરિડોર ખોલવા માટે અમે સ્ફુર્તિની અપેક્ષા કરી રહ્યા છીએ. કરતારપુર કોરિડોર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી 3  બેઠક થઇ ચુકી છે. આ બેઠક માર્ચ, એપ્રીલ અને મે મહિનામાં થઇ હતી. આ બેઠકો દરમિયાન જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ 370 અને 35 એ હટાવ્યા બાદ પાકિસ્તાન ભારત સાથેનાં રાજદ્વારી અને દ્વિપક્ષીય વ્યાપાર સંબંધ તોડ્યા છે. જો કે પાકિસ્તાન દ્વારા કહેવાયું છે કે આ નિર્ણયથી કરતારપુર કોરિડોરનું કામ પ્રભાવિત નહી થાય. હાલમાં જ પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ જણાવ્યું હતું કે, કોરિડોરનાં નિર્માણનું કાર્ય બદસ્તૂર ચાલતું જ રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news