Corona ની સારવાર માટે નવી ગાઇડલાઇન જાહેર, પ્લાઝ્મા થેરેપી પર લાગ્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સારવાર માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. 

Corona ની સારવાર માટે નવી ગાઇડલાઇન જાહેર, પ્લાઝ્મા થેરેપી પર લાગ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે દર્દીઓને અપાતી પ્લાઝ્મા થેરેપીને સારવારમાંથી હટાવી દીધી છે. આ સંગર્ભમાં નવી ગાઇડલાઇન પણ જારી કરવામાં આવી છે. એમ્સ, આઈસીએમઆર, કોવિડ નેશનલ ટાસ્ક ફોર્સ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. એપ્રિલ મહિનામાં આવેલી બીજી લહેર દરમિયાન તેની માંગમાં ખુબ ધવારો થયો હતો. પરંતુ હેલ્થ નિષ્ણાંતો સતત પ્લાઝ્મા થેરેપી વધુ અસરકારક ન હોવાનો મત આપતા આવ્યા છે. 

— ANI (@ANI) May 17, 2021

આ પહેલા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર), નેશનલ ટાસ્ક ફોર્સની બેઠકમાં બધા સભ્યો તે પક્ષમાં હતા કે પ્લાઝ્મા થેરેપીને કોરોનાની સારવારમાંથી હટાવી દેવી જોઈએ. તેમનું કહેવું છે કે આ કોરોના થેરેપીમાં પ્રભાવી નથી અને ઘણા મામલામાં તેનો અયોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news