વિજ ગ્રાહકો માટે એલર્ટ ! 68 લાખ ગ્રાહકોને મોટો ફાયદો આપવા જઇ રહી છે સરકાર
Trending Photos
નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે ભાજપ શાસિત આ રાજ્યમાં વિજળીનાં દરોમાં કોઇ વધારો નહી કરવામા આવે. હરિયાણાની ખટ્ટર સરકારે આ વાતનો નિર્ણય લીધો છે. સરકારનાં આ પગલાને કારણે લગભગ 68 લાખ વિજ ગ્રાહકોને ફાયદો મળશે. હરિયાણા વિદ્યુત નિયામક પચે કહ્યુ કે, મહામારીમાં લોકો ખુબ જ પરેશાન છે તેવામાં વિજ બિલમાં વધાર કરવો કોઇ પણ રીતે તર્કસંગત નથી.
કૃષી આધારિત ઉદ્યોગો માટે નવી કેટેગરી
આ સાથે જ રાજ્ય સરકારે કૃષી આધારિત ઉદ્યોગો માટે એખ નવી કેટેગિરી બનાવી છે. જે ઉદ્યોગો પાસે 20 કેવીએનો લોડ છે તેના પ્રત્યે કિલોવોટ 4.75 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. આ અગાઉ તેમને 7.05 રૂપિયા પ્રતિ કિલોવોટ ચાર્જ લેવામાં આવે છે. તેના કારણે એવા ઉદ્યોગોની વાર્ષિક સરેરાશ 42.5 કરોડ રૂપિયાનો ફાયદો થશે. પંચના ચેરમેને ડી.એસ ધેસી અને સભ્ય પ્રવિણ સિંહ ચૌહાણ તથા નરેશ સરદાનાએ કહ્યું કે, નવા દરો 1 જૂનથી પ્રભાવિત થશે.
આટલું બિલ આવશે
હવે સ્થાનિક ગ્રાહકો જે માસિક રીતે 150 યૂનિટ વિજળીનો ઉપયોગ કરે છે, તેમને 50 યૂનિટ સુધી 2 રૂપિયા પ્રતિ યૂનિટના દરથી વિજળી મળશે. બીજી તરફ 800 યૂનિટ વિજળી દર મહીને ઉપયોગ કરનારાઓ માટે 42 પૈસા પ્રતિયૂનિટનો ઘટાડો આવ્યો છે. જેના કારણે તેનું બિલન 10 ટકા ઘટી જશે.
ઉદ્યોગો, ખેડૂતો માટે કોઇ છુટછાટ નહી
જો કે ઉદ્યોગો તથા ખેડૂતો માટે બિલમાં કોઇ પ્રકારની છુટછાટ નથી આપવામાં આવી. ઉદ્યોગોને પહેલાની જેમ જ 6.35 રૂપિયાથી 6.95 રૂપિયા પ્રતિ યૂનિટની ચુકવણી કરવી પડશે. ખેડૂતોથી ટ્યૂબવેલ ચલાવવા માટે પહેલાની જેમ જ 10 પૈસા પ્રતિ યૂનિટનો ચાર્જ લેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે