નીતિન ગડકરીએ મહારાષ્ટ્રની રાજનીતિ અને કોરોના સંકટ પર કહી આ વાત

ઝી હિન્દુસ્તાનના ઈ વિમર્શમાં મોદી કેબિનેટના એક એવા મંત્રી સામેલ થયા જે ભાજપના સૌથી સીનિયર નેતાઓમાંથી એક છે. આ છે કેન્દ્રીય માર્ગ પરિવર્ગન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી. તેમણે પોતાના મંત્રાલય અને વર્તમાન પરિસ્થિતિઓ પર સવાલના જવાબ આપ્યા હતા. 

નીતિન ગડકરીએ મહારાષ્ટ્રની રાજનીતિ અને કોરોના સંકટ પર કહી આ વાત

નવી દિલ્હીઃ ઝી હિન્દુસ્તાનના ઈ-વિમર્શ ડાયરેક્ટ વિથ મિનિસ્ટરમાં કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી વિગતવાર અનેક સવાલોના જવાબ આપ્યા હતા. 

સવાલઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પાસે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય છે. આ સાથે-સાથે તેમની પાસે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય પણ છે. બંન્ને મહત્વપૂર્ણ મંત્રાલયની જાવાબદારી તમારી પાસે આ સમયે છે. સવાલ તે છે કે એક તરફ 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું લક્ષ્ય બીજીતરફ કોરોના સંકટનો સમય. જ્યારે અર્થવ્યવસ્થા એકદમ પાટા પરથી ઉતરી ગઈ છે. તમે મહારાષ્ટ્રથી આવો છો મુંબઈને આર્થિક રાજધાની કહેવામાં આવે છે. તેની સ્થિતિ સૌથી ખરાબ છે. કેટલો મોટો ઝટકો લાગ્યો છે સરકારને કોરોના સંકટમાં અને પડકારને પાર કરવા શું તૈયારીઓ થઈ ચુકી છે?

જવાબઃ કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યુ કે, તે વાત સાચી છે કે વિશ્વમાં કોરોનાનું સંકટ છે અને સ્વાભાવિક રૂપથી આપણા દેશ પર પણ છે અને તેનો અસ્વીકાર ન થવો જોઈએ કારણ કે તે સત્ય છે. સત્ય તે છે કે આ જે સંકટ છે તેના કારણે કેટલિક જગ્યાએ નેગેટિવિટી છે. હું માનુ છું કે નેગેટિવિટી ફ્રસ્ટ્રેશન નિરાશા છે અને ડર તો કોઈ સમસ્યાનો જવાબ નથી, ઉલ્ટુ નુકસાન છે. જરૂરીયાત તે વાતની છે કે પોઝિટિવિટીની સાથે આત્મ વિશ્વાસની સાથે આ સંકટ પર વાત કરવી છે. વ્યક્તિના જીવનમાં તમે પણ જે મહાપુરૂષોનું ચરિત્ર જોયુ છે. ભલે તે ઉદ્યોગ જગતના હોય. ભલે તે રાજનીતિના ક્ષેત્રમાં હોય તેણે સંકટોનો સામનો કરવો પડે છે. સંકટનો સામનો કર્યા બાદ જે સામે આવે છે તે અલ્ટીમેટ લીડર બને છે. મને લાગે છે કે આ જે સંકટ છે. આ જે સમસ્યા છે તેને આપણે આશીર્વાદના રૂપમાં માનીએ અને આ સંકટનો સામનો કરીએ. તેમાં વાત છે પ્રથમ લડાઈ છે જે કોરોના વિરુદ્ધ છે અને મને લાગે છે કે તે માટે જે કોરોના વાયરસ છે તેની વેક્સીન છે તે આવનારા સમયમાં ઉપલબ્ધ થશે અને આપણે તેને લઈ લીધી તો કોઈ સંકટ હશે નહીં. આપણે તેમાંથી બહાર આવીશું અને બીજી લડાઈ આર્થિક લડાઈ પણ છે. આ લડાઈ ખુબ મુશ્કેલ છે. 

નીતિન ગડકરીએ કહ્યુ કે, આપણી ટોટલ જીડીપી 200 લાખ કરોડની છે જેમાં 10 ટકા એટલે કે 20 લાખ કરોડનું અમે પેકેજ આપ્યું છે અને રાજ્ય સરકાર અને ભારત સરકારનું ભેગુ કરીએ તો જે રાજકીય ખાધ છે તે 10 લાખ કરોડની આવશે. એવું અનુમાન છે કે 30 લાખ કરો તો તેમાં ગયા. તો ચોક્કસપણે સમસ્યા મુશ્કેલ છે પરંતુ અસંભવ નથી અને તે માટે આપણે પ્રયત્નો કરવા પડશે. હું એમએસએમઈનો મંત્રી છું. આપણા દેશના જીડીપી વિકાસમાં 29 ટકા એમએસએમઈનું યોગદાન છે. ત્યારબાદ 48 ટકા એક્સપોર્ટ એમએસએમઈથી થાય છે. અત્યાર સુધી 11 કરોડ નોકરી એમએસએમઈએ આપી છે. અમારા વિલેજ ઇન્ડસ્ટ્રિઝની વાત કરીએ તો હેન્ડીક્રાફ્ટ, ખાદીમાં અમે લાખો લોકોને રોજગાર આપીએ છીએ. તેનું ટર્ન ઓવર 88 હજાર કરોડનું છે. 

સવાલઃ આપણે અનલોક ફેસ-1માં છીએ પરંતુ આ લૉકાઉન દરમિયાન ઘણી તસવીરો પ્રવાસી મજૂરોને પરત ફરવાની રહી. ખુબ મોટુ યોગદાન સ્મોલ અને માઇક્રો ઇન્ડસ્ટ્રીના મજૂરોનો રહ્યો છે જે લોકો કામ કરે છે તેને પરત લાવવા માટે તેનો ડર સમપ્ત કરવા માટે તેનો વિશ્વાસ ફરી જાગે તે માટે શું તૈયારી છે?

જવાબઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ કહ્યુ કે, ચોક્કસપણે આ બધા લેબર છે જે ગરીબ મજૂર અને કિસાન કે અમારા વિકાસના કાર્યક્રમમાં સૌથી મોટી પ્રાથમિકતા છે પર હું માત્ર તમને જ્યારે ટીવી પર સાંભળુ છું. ચર્ચા કરુ છું તો એક તે પ્રકારનું પરસેપ્શન તૈયાર થાય છે કે ઈન્ડસ્ટ્રીઝ આપણા માઇગ્રન્ટ લેબર પર ચાલી રહી છે. આ સત્ય નથી. તેમાં એવું છે કે 10થી 20 ટકા લોકો બહારના છે. 80 ટકા લોકો સ્થાનીક છે તો તેના ગયા બાદ ઈન્ડસ્ટ્રીઝ બંધ થઈ જશે તેવી સ્થિતિ નથી. ઘણા ઉદ્યોગો શરૂ થઈ ગયા છે. 

અમારો પ્રયાસ છે અને તેની નીતિ અમે લોકો એમએસએમઈ દ્વારા ખોલી રહ્યાં છીએ. મારી પ્રધાનમંત્રીના પ્રિન્સિપલ એડવાઇઝર સીમાજી, પેટ્રોલિયમના સચિવ, એગ્રીકલ્ચરના સચિવ અને એમએસઈના સચિવની સાથે વાત થઈ. જેમ ઘઉં સરપ્લસ છે. હવે અમારે ક્રોપ પેટર્ન બદલવી પડશે. 3 વર્ષ સુધીના ઘઉં ચોખા આપણી પાસે છે. અમારો પ્રયાસ છે કે બંધ પડેલી મોટી શુગર મિલોનું કન્વર્ઝન કરીએ. અમે તેને શરૂ કરીને ઉત્પાદન કરીશું. 

નીતિન ગડકરીએ કહ્યુ કે, અત્યાર સુધી 5 ટકા ઇથેનોલ આપણા દેશમાં તૈયાર થતો હતો. અમારે 20 ટકા સુધી તેનો વધારવો છે અને 4 ગણો થઈ જાય તો વધુ સારૂ. બાદમાં ઇથેનોલને અમે સીધો ગાડી, બસ, સ્કૂટરમાં પ્રયોગ કરીશું. અમે બે બાઇક ઇથેનોલ પર ચાલનારી લોન્ચ કરી છે. અમે લોકો ફિશિંગમાં કામ કરી રહ્યાં છીએ. ફિશિંગમાં અમારે 5 લાખ કરોડની ઇકોનોમી બનાવવી છે. અમારો 7.5 હજાર કિલોમીટરનો જે સમુદ્ર કિનારો છે અને નદીઓ તળાવ છે, ડેમ છે અને સોલ્ટ વોટરમાં ફિશિંગ અને સ્વીટ વોટરમાં ફિશિંગ વધારીશું. તેમાં હજુ સમુદ્રમાં માત્ર 7 નોટિકલ માઇલ સુધી જઈએ છીએ. હાલ અમે કોચિંગ શિપ એડમિનિસ્ટ્રેશન તૈયાર કરી છે જે 100 નોટિકલમાં જઈ શકે છે. 

સવાલઃ તમારી સરકારે દરેક વર્ગ માટે વિચાર્યુ છે. એક માગ જથાબંધ વેપારીને ઘણા લાંબા સમયથી રહી છે કે તેને એમએસએમઈનો દરજ્જો આપવામાં આવે. તેના વિશે કંઇ વિચારવામાં આવી રહ્યું છે. બીજીતરફ આપણે સ્વદેશી અને લોકલ થયા બાદ આત્મનિર્ભર થવાના મંત્ર પર કામ કરી રહ્યાં છીએ પરંતુ તે માટે આપણે શ્રમ દોઈએ. શ્રમની સાથે ટેક્નોલોજી જોઈએ. 

જવાબ- નીતિન ગડકરીએ કહ્યુ કે, તમે જે કહી રહ્યા છે તે ટ્રેડર્સ છે. તેને માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી અને તેમાં હવે સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચર સેક્ટરને અમે એક કર્યું છે. ટ્રેડર્સ માટે કોઈને કોઈ યોજના હોવી જોઈએ. આ તેની માગ છે અને તેમની માગ યોગ્ય છે. તેનો પણ અર્થવ્યવસ્થામાં ફાળો છે. તેથી ચોક્કસપણે હું પ્રયાસ કરીશ કે વર્તમાન કાયદામાં શું થઈ શકે છે, શું નહીં. તેના પ્રત્યે સહાનુભૂતિ છે અને હાલ હું તેનો જવાબ આપી શકીશ નહીં. તેનો સંપૂર્ણ વેરિફિકેશન કર્યા બાદ પોઝિટિવ વિચારી શકીએ તો વિચારીશું. 

સવાલઃ આત્મનિર્ભર ભારત બનાવવા માટે પૂછ્યુ કે શ્રમ, ટેકનિક અને નાણા મહત્વપૂર્ણ છે. આ ત્રણેયની વ્યવસ્થા કરવી અને તેની સાથે પરફોર્મ કરવુ છે. શું હજુ પણ આપણી સામે પડકાર છે જ્યારે આપણે લોકલથી ગ્લોબલ થવાની વાત કરીએ છીએ?

જવાબઃ નીતિન ગડકરીએ કહ્યુ કે, મને લાગે છે કે આ ખુબ સારી રીતે સંભવ છે. હું તમને ઉદાહરણ સહિત જણાવીશ. આપણે આયાત ઓછી કરવી અને નિકાસ વધારવાની છે. અમારૂ લક્ષ્ય છે કે દેશમાં વિદેશી રોકાણ લાવવુ જેથી માર્કેટમાં લિક્વિડિટી વધે અને સાથે સાથે મહત્વપૂર્ણ વસ્તુ છે કે જ્યારે કેપિટલ રીએમ્બસ્મેન્ટ આવશે તો રોજગારનું નિર્માણ કરવું સરળ થશે. એગ્રીકલ્ચર અને રૂરલ ટ્રાઈબલ અને એક્સપેરિમેન્ટલ ડિસ્ટ્રિક જે 115 છે. ત્યાં જઈને તેને પ્રાથમિકતા આપવી પડશે. આ અમારો રોડમેપ છે અને જેમ હવે તમને ઉદાહરણ માટે જણાવું છું કે આત્મનિર્ભર ભારતનું એક સારૂ ઉદાહરણ તમને જણાવુ છુંય આ પીપીઈ કિટ્સ 2 મહિના પહેલા અમે ચીનથી સ્પેશિયલ વિમાનથી મંગાવી હતી. આપણા દેશમાં હવે એટલી પીપીઈ કીટ બની રહી છે. આશરે 5 લાખ કીટ દરરોજ બની રહી છે. હવે નિકાસની પણ મંજૂરી છે અને આપણા દેશથી હવે કેનેડા, અમેરિકા અને દુબઈ બધી જગ્યા પર પીપીઈ કીટની નિકાસ થઈ રહી છે. તેમાં આપણે આત્મનિર્ભર બની ગયા. ઉદાહરણ માટે જે સેનેટાઇઝરનો ઉપયોગ થઈ રહ્યો છે.

તેનો ભાવ 1200 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો હતો. પછી અમે એમએસએમઈમાં શુગર મિલને આહ્વાન કર્યું. પરિણામ તે આવ્યું કે, સેનેટાઇઝરનો ભાવ 160 રૂપિયા પ્રતિ લીટર થી ગયો. હવે આપણે સેનેટાઇઝરની નિકાસ કરવાની સ્થિતિમાં છીએ. 

સવાલઃ માર્ગ પરિવહન મંત્રાલયની વાત કરીએ તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવવા અને યોજનાઓને લાગૂ કરવામાં તમે માહેર માનવામાં આવો છે. તેની પ્રશંસા દરેક કરે છે જે તમે પ્રોજેક્ટ ચાલુ કર્યાં છે કે પછી હવે જે નવા પ્રોજેક્ટ આવી રહ્યાં છે તેની સામે શું પડકાર છે?

જવાબઃ નીતિન ગડકરીએ કહ્યુ કે, માર્કેટમાં આપણે લિક્વિડિટીને વધારવી પડશે. તેને સરળ ભાષામાં કહુ તો લિક્વિડિટી વધારવી એટલે કે લોકોની પાસે પૈસાનું સરકુલેશન વધારવું. તેનાથી તેની ખરીદી કરવાની શક્તિ વધશે. તે જ્યારે વધશે તો માર્કેટમાં પૈસાની હેરફેર થશે. લિક્વિડિટી લાવવામાં બેન્કોએ પોતાની કેપિટલ વધારવી પડશે. વિદેશી રોકાણ જોઈએ. જો અમે લોકો એફડીઆઈ લાવશું તો તેનો પણ ફાયદો થશે. રૂપિયા ક્યારેય ચુપચાપ બેસતા નથી. ઉદાહરણ માટે તમારા ટીવી ચેનલને જાહેરાતથી આવત આવશે તો તમારા કર્મચારીનો સારો પગાર મળશે. જો તેને સારો પગાર મળશે તો તમે ગાડી ખરીદશો, જેથી ગાડી વાળાને વેપાર મળશે તો મેન્યુફેક્ચર ડિલર લાવશે. 

ભારત જીતશે કોરોના વિરુદ્ધ લડાઈ
નીતિન ગડકરીએ કહ્યુ કે, કોરોનાની લડાઈ પણ જીતીશું અને તેની સાથે અર્થવ્યવસ્થાની લડાઈ પણ જીતીશું. આ ભાવ ઉભો કરવાની જરૂર છે. હું અટલ બિહારી વાજપેયીની તે કવિતાને યાદ કરુ છું... કદમ સે કદમ મિલાકર ચલના હોગા.. બીજી કવિતા હતી કોશિશ કરને વાલોં કી કભી હાર નહીં હોતી.. એકવાર તે ગીતને જરૂર યાદ કરુ છું કે હમ હોંગે કામયાબ... 5 ટ્રિલિયનની આપણી ઇકોનોમી પણ બનશે. હિન્દુસ્તાન આત્મનિર્ભર બનશે અને પ્રધાનમંત્રી મોદીજીનું સપનું ચોક્કસ પૂરુ થશે. મારો વિશ્વાસ છે કે આ પોઝિટિવિટીની સાથે આપણે આગળ જવાનું છે જેનાથી દેશને ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news