નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યુ, રાહુલ ગાંધી આકાશમાંથી તારા તોડી લાવવા જેવી વાતો કરી રહ્યા છે
કોંગ્રેસનો ઇતિહાસ આ પ્રકારનાં ઠાલા વચનો આપીને ચૂંટણી જીતી જવાનો રહ્યો છે, આ વચનો તે પુર્ણ કરી શકતું નથી
Trending Photos
નવી દિલ્હી : નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સોમવારે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ રાહુલ ગાંધીની પાંચ કરોડ ગરીબ પરિવારોને લઘુત્તમ આવક ગેરેન્ટી હેઠળ વાર્ષીક 72 હજાર રૂપિયા આપવાનાં વચનથી દેશનાં રાજકોષનું અનુશાસન ધરાશાયી થઇ જશે અને આ યોજનાથી એક પ્રકારે કામ નહી કરનારા લોકોને પ્રોત્સાહન પણ મળશે. કુમારે ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસનાં જુના રેકોર્ડને જોવામાં આવે તો ચૂંટણી જીતવા માટે ચંદ્રને ધરતી પર લાવવા જેવા વચનો આપે છે. કોંગ્રેસ અધ્યક્ષ જે યોજનાની જાહેરાત તેના કારણે રાજકોષીય અનુશાસન ખતમ થઇ જશે, કામ નહી કરનારા લોકોને પ્રોત્સાહન બનશે અને તે ક્યારે પણ લાગુ થઇ શકે નહી.
રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે, જો તેમની પાર્ટી સત્તામાં આવી તો દેશનાં સૌથી વધારે આશરે 20 ટકા પરિવારોને 72 હજાર રૂપિયા વાર્ષિક રીતે લઘુત્તમ આવક આપવામાં આવશે. એક અન્ય ટ્વીટમાં રાજીવ કુમારે કહ્યું કે, લઘુત્તમ આવક ગેરેન્ટી યોજનાનો ખર્ચ જીડીપીનાં 2 ટકા તથા બજેટનાં 13 ટકા જેટલો છે. તેનાથી લોકોની વાસ્તવિક જરૂરિયાતો પુર્ણ નહી થઇ શકે. કુમારે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતવા માટે 1971માં ગરીબી હટાઓનો નારો આપ્યો, 2008માં વન રેંક વન પેંશનનું વચન આપ્યું, 2013માં ખાદ્ય સુરક્ષાની વાત કરી પરંતુ તેમાંથી એક પણ વચન તે પુર્ણ કરી શકી નહોતી.
બીજી તરફ વડાપ્રધાનનાં આર્થિક સલાહકાર પરિષદ (પીએમઇએસી)એ પણ ટ્વીટર પર ગાંધીની ચૂંટણી પૂર્વ જાહેરાતની ટીકા કરી છે. જો કે ત્યાર બાદ એક ટ્વીટર યુઝરે કહ્યું કે શું ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી કરી રહ્યા, ટ્વીટને હટાવી દીધું હતું. પીએમઇએસીએ ટ્વીટર પર લખ્યું હતું કે, આર્થિક વૃદ્ધી, ફુગાવો તથા રાજકોષીય અનુશાસનનાં યોગ્ય સંતુલનને સ્થાપિત કરવા માટે છેલાલા પાંચ વર્ષમાં ઘણા કામ કરવામાં આવ્યા છે. પરિષદે કહ્યું કે, કોંગ્રેસની આવક ગેરેન્ટી યોજના આ સંતુલનને બગાડી નાખશે અથવા તો સરકારનાં મહત્વપુર્ણ ખર્ચાઓમાં ઘટાડો કરવો પડશે. બંન્ને વિકલ્પ ખતરનાક છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે