નિર્મલા સીતારમણે રાહુલને પુછ્યું શું કોંગ્રેસ 2019ની ચૂંટણી ધર્મના આધારે લડશે?
નિર્મલા સીતારમણે કોંગ્રેસ પાર્ટી પર 2019ની લોકસભા ચૂંટણી પહેલા દેશને ધર્મના આધારે વહેંચવાનો આરોપ લગાવ્યો
Trending Photos
નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પુછ્યું કે તેઓ માને છે કે કોંગ્રેસ એ મુસ્લિમ પાર્ટી છે. જો તેઓ માને છે તો સ્પષ્ટ કરે. તેમણે સાથે જ કોંગ્રેસ પાર્ટી પર 2019ની લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ધર્મના આધારે વહેંચવાનો આરોપ લગાવ્યો. ભાજપના વરિષ્ઠ નેતા સીતારમણે પાર્ટી મુખ્યમથકમાં પત્રકારોને કહ્યું કે, એક સમાચાર પત્રનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવિઓ સાથે વાર્તાલાપમાં કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવિઓ સાથે વાર્તાલાપમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી એક મુસ્લિમ પાર્ટી છે. તેમણે સવાલ રક્યો કે, અમે કોંગ્રેસ અધ્યક્ષને પુછવા માંગે છે કે શું તેઓ માને છે કે કોંગ્રેસ એક મુસ્લિમ પાર્ટી છે ? રાહુલ ગાંધી સ્પષ્ટ કરે કે બેઠકમાં શું ચર્ચા થઇ બીજી તરફ કોંગ્રેસે મુસ્લિમ બુદ્ધિજીવિઓ સાથે રાહુલ ગાંધીની મુલાકાત મુદ્દે એક ઉર્દુ દૈનિક સમાચારને ફગાવતા આજે કહ્યું કે તેઓ ભારતનાં તમામ ધર્મો જાતીઓ અને વર્ગોની પાર્ટી છે.
કોંગ્રેસની સ્પષ્ટતા
એક ઉર્દુ દૈનિકે દાવો કર્યો કે, ગાંધીએ મુસ્લિમ બુદ્ધિજીવિઓની સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે, કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે આ સમાચારોને કોરી અફવા ગણાવતા કહ્યું કે, જ્યારે સરકારના સરદાર અને પોતે સરકાર ખોટા પર ચાલતી હોય તો ફરી અફવાહ જ સરકારની મુખ્ય નીતિ બની જાય છે. ભારત જંગ એ આઝાદીનો ઇતિહાસ અને કોંગ્રેસના ઇતિહાસની સાથે નોંધાયેલ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 132 કરોડ દેશવાસીઓની પાર્ટી હતી, છે અને સદૈવ રહેશે.
તોફાન ફેલાવવાનું કોઇ ષડયંત્ર તો નથી.
સીતારમણે કહ્યું કે, શું કોંગ્રેસ 2019ની ચૂંટણી ધર્મના આધારે લડશે? તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓના નિવેદન આપણને 1947ની સ્થિતીની યાદ અપાવે છે જ્યારે ધર્મના આધારે દેશની વહેંચણી કરવામાં આવી હતી. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, જો કોંગ્રેસ પાર્ટીનો ઇરાદો 2019નો ચૂંટણી ધર્મના આધારે લડવાનો છે ત્યારે અમને ડર છે કે સામ્પ્રદાયિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં તોફાનો કરવાનું કોઇ ષડયંત્ર તો નહી હોય? તેમણે કહ્યું કે, જો કોઇ સાંપ્રદાયિક તણાવ પેદા થાય છે તો તેની
જવાબદારી કોંગ્રેસ પાર્ટીની હશે.
સીતારમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સાંપ્રદાયિક વહેચણીને ખતરનાક રમત રમી રહી છે અને સામ્પ્રદાયિક વૈમનસ્વ પેદા કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ નેતા શશિ થરૂર હિન્દુપાકિસ્તાનનો ઉલ્લેખ કરી ચુક્યા છે. તેની પાસેથી પહેલા જ નેતા ભગવા આતંકવાદનો શબ્દ બનાવી ચુક્યા છે. કર્ણાટક કોંગ્રેસના એક નેતા શરિયા કોર્ટનું સમર્થન કરી ચુક્યા છે. ભાજપ નેતાએ કહ્તયું કે, અમે રાહુલ ગાંધીજીને પુછવા માંગીએ છીએ કે શું તેઓ શરિયા કોર્ટને લાગુ કરવાના સમર્થનમાં છે ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે