કોરોનિલની ક્લીનિકલ ટ્રાયલ કરનાર નિમ્સના ચેરમેનનો ખુલાસો, કહ્યુ- રામદેવ જાણે, કઈ રીતે બનાવી દવા


 પતંજલિની સાથે કોરોનાની દવા (Corona medicine)ની ક્લીનિકલ ટ્રાયલ કરનાર નિમ્સ વિશ્વવિદ્યાલય (Nims University)ના માલિક અને ચેરમેન બીએસ તોમર (Owner and Chairman BS Tomar) ફરી ગયા છે. તેમણે કહ્યું કે, અમે અમારી હોસ્પિટલોમાં કોરોનાની દવાની કોઈ ક્લીનિકલ ટ્રાયલ કરી નથી. 

કોરોનિલની ક્લીનિકલ ટ્રાયલ કરનાર નિમ્સના ચેરમેનનો ખુલાસો, કહ્યુ- રામદેવ જાણે, કઈ રીતે બનાવી દવા

જયપુરઃ પતંજલિની સાથે કોરોનાની દવા (Corona medicine)ની ક્લીનિકલ ટ્રાયલ કરનાર નિમ્સ વિશ્વવિદ્યાલય (Nims University)ના માલિક અને ચેરમેન બીએસ તોમર (Owner and Chairman BS Tomar) ફરી ગયા છે. તેમણે કહ્યું કે, અમે અમારી હોસ્પિટલોમાં કોરોનાની દવાની કોઈ ક્લીનિકલ ટ્રાયલ કરી નથી. બીએસ તોમરે કહ્યુ કે, અમને ઇમ્યૂનિટી બુસ્ટરના રૂમાં અશ્વગંધા, ગિલોય અને તુલસી આપી હતી. હું નથી જાણતો કે યોગ ગુરૂ રામદેવે કોરોનાની 100 ટકા સારવાર કરતી દવા કેમ ગણાવી દીધી છે. 

આ સંપૂર્ણ મામલા પર ચોંકાવનારી વાત છે કે 20 મેએ નિમ્સ યુનિવર્સિટીને સીટીઆરઆઈ પાસેથી ઔષધિયોના ઇમ્યૂનિટી ટેસ્ટિંગની મંજૂરી મળી હતી. 23 મેએ ટ્રાયલ શરૂ કરવામાં આવી  અને 23 જૂને યોગ ગુરૂ રામદેવે સાથે મળીને એક મહિનાની અંદર લોકોની સામે દવા રજૂ કરી દીધી હતી. નિમ્સના ચેરમેનનું કહેવુ છે કે અમારી ફાઇન્ડિંગ હજુ 2 દિવસ પહેલા આવી છે. પરંતુ યોગ ગુરૂ રામદેવે દવા કઈ રીતે બનાવી તે તેઓ જણાવી શકે છે, હું આ વિશે કંઇ જાણતો નથી. 

કોરોના વાયરસ જેવી મહામારીને માત આપનારી વેક્સીન બનાવવાનો દાવો કર્યા બાદ આયુષ મંત્રાલયે પતંજલિની દવા કોરોનિલ પર પ્રતિબંધ લગાવ્યો અને ટેસ્ટ સેમ્પલ, લાઇસન્સ, વગેરેને લઈને સંપૂર્ણ જાણકારી માગી હતી. પતંજલિએ જવાબમાં જણાવ્યું કે, આ દવાને કોરોના વાયરસથી પીડિત કોઈ ગંભીર દર્દી પર ટેસ્ટ કરવામાં આવી નથી. ઓછા લક્ષણ વાળા દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યો છે. 

12 ઓગસ્ટ સુધી નહીં ચાલે રેગ્યુલર ટ્રેન, મળશે 100% રિફંડ

આયુષ મંત્રાલયમાં પતંજલિ તરફથી દાખલ રિસર્ચ પેપર અનુસાર કોરોનિલનો ક્લીનિકલ ટેસ્ટ 120 એવા દર્દીઓ પર કરવામાં આવ્યો છે, જેમાં કોરોના વાયરસના લક્ષણ ખુબ ઓછા હતા. આ દર્દીઓની ઉંમર 15થી 80 વર્ષ વચ્ચે હતી અને તેમાં પુરૂષ તથા મહિલા બંન્ને વર્ગના લોકો સામેલ કરવામાં આવ્યા. ટ્રાયલ દરમિયાન આ બધાને તેના વિશે જણાવવામાં આવ્યું હતું અને તેની મંજૂરી લેવામાં આવી હતી. આ સંપૂર્ણ ટ્રાયલમાં બે મહિનાનો સમય લાગ્યો હતો. 

તે સ્પષ્ટ છે કે કોરોનાની 100 ટકા સારવાર કરનારી દવા કોરોનિલના દાવાને લઈને પતંજલિની મુશ્કેલી વધી ગઈ છે. એક તરફ રાજસ્થાન સરકારે બાબા રામદેવ પર કેસ દાખલ કરાવવાની વાત કહી છે તો ઉત્તરાખંડ સરકારે પણ પતંજલિને નોટિસ મોકલી છે. ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગે નોટિસ જારી કરીને પૂછ્યુ કે દવા લોન્ચ કરવાની મંજૂરી ક્યાંથી મળી?
 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news