IS પ્રેરિત આતંકી મોડ્યુલ પકડ્યાના કેટલાક દિવસોમાં NIAના અમરોહામાં બીજી વખત દરોડા

ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પાડેલા દરોડા બાદ NIA દ્વારા જે શકમંદોને અટકમાં લેવામાં આવ્યા છે તેનું લિસ્ટ પણ જાહેર કરાયું છે 

IS પ્રેરિત આતંકી મોડ્યુલ પકડ્યાના કેટલાક દિવસોમાં NIAના અમરોહામાં બીજી વખત દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA) દ્વારા મંગળવારે અમરોહામાં પાંચ સ્થળોએ ફરીથી દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં ગયા અઠવાડિયે ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથથી પ્રેરિત આતંકી મોડ્યુલ શોધી કાઢ્યા બાદ એનઆઈએ દ્વારા આ બીજી વખત દરોડા પાડવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, NIA દ્વારા ગુપ્તા માહિતી બાદ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં જુદી-જુદી જગ્યાએ દરોડા પાડીને આઈએસથી પ્રેરિત આતંકી મોડ્યુલને શોધી કાઢવામાં આવ્યું હતું અને 10 શકમંદોને પણ અટકમાં લીધા હતા. 

— ANI UP (@ANINewsUP) January 1, 2019

આ દરોડા બાદ NIA દ્વારા ખુલાસો કરાયો હતો કે, પકડવામાં આવેલા આ શકમંદો નજીકના ભવિષ્યમાં દેશના VVIPને ટાર્ગેટ કરીને ફિદાયિન હુમલા કરવાની તૈયારી કરી રહ્યા હતા. 

આ સાથે જ NIA દ્વારા ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પાડવામાં આવેલા સંયુક્ત દરોડા બાદ શકમંદોની યાદી પણ બહાર પાડવામાં આવી હતી. 

એ સમયે NIAના આઈજીએ પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, ઈસ્લામિક સ્ટેટથી પ્રેરિત આતંકી મોડ્યુલ 'હરકત-ઉલ-હર્બ-એ-ઇસ્લામ' ઉત્તર ભારત અને ખાસ કરીને દિલ્હીમાં હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news