સુહાગરાતે દુલ્હનની હાલત જોઈ ભાંગી પડ્યો વરરાજા, પત્ની પેટમાં લઈને આવી હતી 8 મહિનાનું બાળક

Wedding Story: ઘટના એવી છે કે હવે આ કેસમાં પોલીસની એન્ટ્રી થઈ છે. મલમાં સીઓ સેકન્ડ આશિષ પ્રતાપ સિંહ કહે છે કે આ પ્રકરણની ફરિયાદ SSPને કરવામાં આવી હતી. તેમણે મને તપાસ માટે તેમની પાસે મોકલ્યો છે. નિવેદનના આધારે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

સુહાગરાતે દુલ્હનની હાલત જોઈ ભાંગી પડ્યો વરરાજા, પત્ની પેટમાં લઈને આવી હતી 8 મહિનાનું બાળક

યુપીના બરેલીમાં (Bareilly) કિલ્લાના સરાઈ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્ન બાદ દુલ્હન (Bride Pregnant) 8 મહિનાની ગર્ભવતી નીકળી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. વરરાજાના પરિવારજનોએ આ અંગે એસએસપીને ફરિયાદ કરી છે. ફરિયાદ બાદ એસએસપીએ સીઓ સેકન્ડ આશિષ પ્રતાપને તપાસ અને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. એસએસપીએ સીઓ ફોર્ટને તપાસ કરીને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ, કિલ્લાનો યુવક ફૂટવેરની દુકાનમાં કામ કરે છે. તેના લગ્ન દસ દિવસ પહેલા જ વિસ્તારની એક યુવતી સાથે થયા હતા.

દસ દિવસ પછી નવી વધૂને અચાનક પેટમાં દુઃખાવો ઉપડ્યો, વરરાજાએ ડોક્ટરને બોલાવીને બતાવ્યું પછી ડોક્ટરે જે કહ્યું એ સાંભળીને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. નવવધૂ ગર્ભવતી હોવાની જાણ વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. લગ્નના દસ દિવસ બાદ યુવતી 8 માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું.

જો કે કેટલાક લોકો એવું પણ કહે છે કે યુવક અને યુવતી વચ્ચે પહેલાથી જ સંબંધ હતા જ્યારે યુવકનું કહેવું છે કે તેને યુવતી સાથે કોઈ અફેર નથી. યુવતીના પરિવારજનોએ તેની સાથે લગ્ન કરવા દબાણ કર્યું. લગ્ન બાદ યુવતી ઘરે આવી ત્યારે ખબર પડી કે તે આઠ માસનો ગર્ભ છે. આ પછી પરિવારમાં હોબાળો મચી ગયો હતો. હવે વર પક્ષનું કહેવું છે કે યુવતીના લખનૌના રહેવાસી તેની બહેનના દેવર સાથે સંબંધો હતા અને આ બાળક પણ તેનું જ છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આ યુવતી તેના પ્રેમી સાથે જ લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેના પરિવારજનોએ તેને લગ્ન કરવા દબાણ કર્યું.

નવ વધૂનો મેડિકલ ટેસ્ટ થશે
યુવતીએ તેના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદમાં આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ઘરવાળા તેના પ્રેમી લગ્ન કરાવવા માગતા ન હતા, જેના કારણે તેણે મારી સાથે તેના લગ્ન કરાવી દીધા હતા. હવે અમે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી છે, પોલીસ અધિકારીઓ તપાસ બાદ કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે. આ મામલે સીઓ સેકન્ડ આશિષ પ્રતાપ સિંહનું કહેવું છે કે આ પ્રકરણની ફરિયાદ SSPને કરવામાં આવી હતી. તેમણે મને તપાસ માટે તેમની પાસે મોકલ્યો છે. નિવેદનના આધારે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દુલ્હનની મેડિકલ તપાસ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે જેથી સત્ય જાણી શકાય.

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news