વૃદ્ધાશ્રમને પણ ન છોડ્યો નરાધમોએ, દેવરિયા કેસનો ચોંકાવનારો ખુલાસો
ઉત્તર પ્રદેશના દેવરિયામાં બાળકીઓના શોષણની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે
Trending Photos
નવી દિલ્હી /ગોરખપુર : દેવરિયાના નારી સંરક્ષણ ગૃહમાં દેહ વેપાર અને છોકરીઓના ઉત્પીડનનો ભાંડાફોડ થયા પછી ભારે વિવાદ ઉભો થયો છે. પ્રશાસન અને પોલીસ દ્વારા આ કેસની પ્રારંભિક તપાસ પરથી માહિતી મળી છે કે ગોરખપુરના ખોરાબાર વિસ્તારના રાનીડીહામાં ગિરિજા ત્રિપાઠીના ખાનગી મકાનમાં જ વૃદ્ધાશ્રમ ચાલે છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ વૃદ્ધાશ્રમની માન્યતા પુરી થયા પછી પણ 1 વર્ષથી અવૈદ્ય રીતે વૃદ્ધાશ્રમનું સંચાલન થઈ રહ્યું છે અને આ જાણકારી પ્રશાસન પાસે હોવા છતાં એના વિરૂદ્ધ કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી.
ચર્ચાસ્પદ એનજીઓ સંચાલિકા ગિરિજા ત્રિપાઠી પોતાના કનેક્શનના કારણે વૃદ્ધાશ્રમનું સંચાલન કરી રહી છે. શહેરથી દુર ઉજ્જડ વિસ્તારમાં આલિશાન વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યો છે. લોકો પર પોતાની ધાક જમાવવા માટે વૃદ્ધાશ્રમની ઓફિસમાં સંચાલિકા ગિરિજા ત્રિપાઠીએ મોટામોટા રાજકારણીઓ તેમજ પોલીસ અધિકારીઓ સાથેની પોતાની તસવીર લગાવી છે.
સ્થાનિક યુવકે વૃદ્ધાશ્રમની આડમાં ખોટું કામ થતું હોવાની આશંકા વ્યક્ત કરી છે. યુવકે જણાવ્યું છે કે અહીં મોડી રાત્રે લક્ઝરીા કારમાં મહિલા અને પુરુષ વૃદ્ધાશ્રમમાં આવતા હતા. સ્થાનિક યુવકે કહ્યું છે કે વૃદ્ધાશ્રમમાં વડીલોની યોગ્ય રીતે સંભાળ નથી લઈ શકાતી. યુવકે ખુલાસો કર્યો છે કે અહીં વડીલોની મૃત્યા પછી તેમના અંતિમ સંસ્કાર પણ યોગ્ય રીતે નથી કરવામાં આવતા. તેણે આરોપ લગાવ્યો હતો કે વડીલોની લાશ ઠેકાણે પાડવા માટે ટેમ્પુ ચાલકને કેટલાક પૈસા આપવામાં આવ્યા છે. અધિકારીઓ જ્યારે નિરિક્ષણ કરવા માટે આવે છે ત્યારે ગ્રામીણોને પૈસા આપીને વૃદ્ધાશ્રમમાં દાખલ કરવામાં આવે છે.
આ વૃદ્ધાશ્રમના આસપાસના લોકોનું કહેવુ છે કે વૃદ્ધાશ્રમમાં અનેક છોકરીઓ જોવા મળી છે. વૃદ્ધાશ્રમના એક કર્મચારીએ સ્પષ્ટતા કરી છે કે અહીં વડીલોના કાઉન્સલિંગ માટે છોકરીઓ આવતી નથી પણ પોલીસ વૃદ્ધાશ્રમમાં તપાસ કરવા ગઈ હતી. નોંધનીય છે કે દેવરિયાની પીડિત કિશોરીએ પોતાના નિવેદનમાં ગોરખપુર કનેક્શનનો ઉલ્લેખ કર્યો હતો અને તેણે કહ્યું હતું કે છોકરીઓને મોડી રાતે ગોરખપુર લાવીને તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે