કોરોના સામે લડવા માટે મોદી સરકારે બનાવ્યો મેગા પ્લાન, રાજ્યો માટે ખાસ ઇમરજન્સી ફંડ
આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી 100 ટકા ફંડ મળશે. આ પ્રોજેક્ટ ત્રણ અલગઅલગ ફેઝમાં લાગુ કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હી : કોરોના (Coronavirus)ની સમસ્યા સામે આવ્યા પછી કેન્દ્ર સરકાર કમર કસીને ભવિષ્યની તૈયારીમાં લાગી ગઈ છે જેથી અર્થતંત્ર ભાંગી ન પડે. આ માટે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળીને તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે મોદી સરકારે મોટું પેકેજ જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે આ વિશે રાજ્ય સરકારને જાણ પણ કરી દીધી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી દરેક રાજ્યને ચિઠ્ઠી લખીને કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ઇન્ડિયા કોવિડ 10 ઇમરજન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રીપેયર્ડનેસ પેકેજ (India Covid 19 Emergency Response and Health System Preparedness Package)ને મંજૂરી આપી છે.
આ પ્રોજેક્ટનુ 100 ટકા ફંડ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે. મળતી જાણકારી પ્રમાણે આ પ્રોજેક્ટ જાન્યુઆરી 2020થી માર્ચ 2024 વચ્ચે ત્રણ અલગઅલગ ફેઝમાં લાગુ કરવામાં આવશે. કોવિડ - 19 ઇમરજન્સી રિસ્પોન્સ અંતર્ગત રાજ્યોમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે. આ પૈસાનો ઉપયોગ Covid હોસ્પિટલ, આઇસોલેશન વોર્ડ, ICU, વેન્ટિલેટર્સ, ઓક્સિજન સપ્લાય, લેબ, PPE, માસ્ક તેમજ હેલ્થ વર્કરની નિયુક્તિ માટે કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે