જેનો ડર હતો એ જ બન્યું! કોરોના હજુ ગયો નથી, ઓમિક્રોન અને ડેલ્ટા ભેગા થઈને બન્યો નવો વેરિયન્ટ, WHOની મોટી ચેતવણી!
મીડિયા રિપોર્ટ્સના મતે, ફ્રાંસમાં જાન્યુઆરી 2022માં આ વાયરસના ફેલાવવાની શરૂઆત થઈ ચૂકી છે. અગાઉ પણ ઘણા વૈજ્ઞાનિકો જણાવી ચૂક્યા છે કે કોરોના વાયરસના ઘણા વેરિયન્ટ હજુ સામે આવશે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર પુરી થઈ ગઈ છે, ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ આ તમામ વાતો વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) તરફથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં એક નવા અભ્યાસમાં ખબર પડી છે કે કોરોના વાયરસનો ખતરનાક ડેલ્ટા વેરિયન્ટ અને ઓમિક્રોન વેરિયન્ટ મળીને એક નવો વાયરસ બની ચૂક્યો છે. તેનો પુરાવો પણ મળી ચૂક્યો છે. WHO નું કહેવું છે કે ડેલ્ટા અને ઓમિક્રોન ઝડપથી ફેલાશે તેની આશંકા પહેલાથી જ સેવવામાં આવી હતી.
જાન્યુઆરી 2022 થી વાયરસ ફેલાવવાનું થયું શરૂ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડેલ્ટા ઔપ ઓમિક્રોનથી બનેલો નવો વાયરસ કેટલો ખતરનાક છે. તેને લઈને ઘણા અભ્યાસ ચાલી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સના મતે, ફ્રાંસમાં જાન્યુઆરી 2022માં આ વાયરસના ફેલાવવાની શરૂઆત થઈ ચૂકી છે. અગાઉ પણ ઘણા વૈજ્ઞાનિકો જણાવી ચૂક્યા છે કે કોરોના વાયરસના ઘણા વેરિયન્ટ હજુ સામે આવશે.
WHO ની સાઈન્ટિસ્ટે આપી જાણકારી
WHO નું કહેવું છે કે ઓમિક્રોન અને ડેલ્ટાનું રિકૉમ્બિનેંટ વાયરસ ફેલાઈ રહ્યો છે. WHOના વૈજ્ઞાનિક મારિયા વાન કરખોવે ટ્વીટ કર્યું છે કે SARSCov2 ના ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટ સાથે મળીને ફેલાવવાની આશંકા અગાઉથી હતી. તેનું સર્કુલેશન ઝડપથી થઈ શકે છે. તેમણે એવું પણ લખ્યું છે કે, અમે તેને ટ્રેક કરી રહ્યા છીએ અને તેના પર વાતચીત પણ થઈ રહી છે.
ડેલ્ટા-ઓમિક્રોનના મિશ્રિત વાયરસના મળ્યા મજબૂત પુરાવા
મારિયા એ વાયરોલોજિસ્ટ jeremy kamilની ટ્વીટ રીટ્વીટ કરી છે. આ ટ્વીટના મતે, ડેલ્ટા-ઓમિક્રોનના મિશ્રિત વાયરસના મજબૂત પુરાવા મળ્યા છે. જાન્યુઆરી 2022થી આ મિશ્રિત વાયરસનું વેરિયન્ટ ફ્રાંસમાં ફેલાઈ રહ્યું છે. સાથે આજ પ્રોફાઈલનો વાયરસ ડેનમાર્ક અને નેંધરલેન્ડમાં પણ મળી ચૂક્યો છે. જોકે, WHO એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, હાલ આ વાયરસના ઘાતક હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે