Corona Update: ભારતમાં પગપેસારો કરી ચૂકેલો કોરોનાનો આ નવો સ્ટ્રેન ભારતીયો માટે કેટલો ઘાતક? ખાસ જાણો જવાબ

New Corona Strain અંગે AIIMS ના ડાઈરેક્ટરે વિગતવાર માહિતી આપી. જે દરેકે જાણવી ખુબ જરૂરી છે. 

Corona Update: ભારતમાં પગપેસારો કરી ચૂકેલો કોરોનાનો આ નવો સ્ટ્રેન ભારતીયો માટે કેટલો ઘાતક? ખાસ જાણો જવાબ

નવી દિલ્હી: બ્રિટનમાં આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેને ધીરે ધીરે ભારતમાં પગપેસારો કરી દીધો છે. દેશમાં આ નવા સ્ટ્રેનના અત્યાર સુધીમાં 20 કેસ સામે આવી ચૂક્યા છે. આ બધા વચ્ચે એમ્સના ડાઈરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયા(Dr. Randeep Guleria)એ નવા સ્ટ્રેન વિશે કહ્યું કે તે ખુબ જ ચેપી છે અને તેનાથી આપણે વધારે સાવધાની વર્તવાની જરૂર છે. 

કેટલો ખતરનાક છે કોરોનાનો આ નવો સ્ટ્રેન
નવા કોરોના સ્ટ્રેન વિશે જાણકારી આપતા એમ્સના ડાઈરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે 'કોવિડ-19 વાયરસે દુનિયાભરમાં અનેક જગ્યાએ પોતાનું સ્વરૂપ બદલ્યું છે. પરંતુ બ્રિટનથી શરૂ થયેલા આ નવા કોરોના સ્ટ્રેનને લઈને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે તે વધુ ચેપી અને ઝડપથી ફેલાય છે.'

લાંબા સમયથી ભારતમાં નવો સ્ટ્રેન
રણદીપ ગુલેરિયાએ એવી શક્યતા પણ વ્યક્ત કરી કે નવો સ્ટ્રેન ઘણા લાંબા સમયથી ભારતમાં આવી ચૂક્યો છે. તેમણે કહ્યું કે 'એવું બની શકે કે બ્રિટનનો આ નવો સ્ટ્રેન નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરની શરૂઆતમાં જ ભારતમાં આવી ગયો હોય. આંકડા જણાવે છે કે આ સ્ટ્રેન ખુબ જ ઝડપથી ફેલાય છે. પરંતુ ભારતમાં કોરોના કેસમાં છેલ્લા 4 થી 6 અઠવાડિયા દરમિયાન કોવિડના કેસમાં કોઈ ભારે વધારો જોવા મળ્યો નથી.'

— ANI (@ANI) December 30, 2020

નવા સ્ટ્રેનની આ ચીજો પર પડશે અસર
એમ્સના ડાઈરેક્ટરે કહ્યું કે નવા સ્ટ્રેનથી કોરોના વાયરસના કેસ અને હોસ્પિટલાઈઝેશન પર અસર પડી શકે છે. આવામાં આપણે વધુ સાવધાની વર્તવાની જરૂર છે. જેથી કરીને તેને ભારતમાં વ્યાપર સ્તરે ફેલાતો અટકાવી શકાય. 

બ્રિટનથી આવનારી અને જનારી ફ્લાઈટ્સ પર રોક
નવા સ્ટ્રેનના વધતા કેસ જોતા ભારત સરકારે બ્રિટનથી આવતી અને જતી ફ્લાઈટ્સ પર લગાવેલી રોકને 7 જાન્યુઆરી 2021 સુધી આગળ વધારી છે. આ અગાઉ સરકારે 31 ડિસેમ્બર સુધી વિમાનોના ઓપરેશન પર રોક લગાવી હતી. 

ભારતમાં અત્યાર સુધીમાં 20 કેસ
બ્રિટનથી શરૂ થયેલા કોરોના વાયરસના આ નવા સ્ટ્રેનથી અત્યાર સુધીમાં 20 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.  રિપોર્ટ મુજબ 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધીમાં બ્રિટનથી લગભગ 33000 મુસાફરો ભારત આવ્યા હતા. જેમાંથી 100થી વધુ લોકો કોરોના સંક્રમિત થયા.

કયા કયા દેશોમાં પહોંચી ગયો છે આ નવો સ્ટ્રેન?
અત્રે જણાવવાનું કે કોરોનાના આ નવા સ્ટ્રેનની સૌપ્રથમ પુષ્ટિ બ્રિટનમાં થઈ હતી ત્યારબાદ તે ભારત સહિત અનેક દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. બ્રિટન, ભારત, અમેરિકા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, ડેનમાર્ક, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, લેબનાન, સિંગાપુર, અને નાઈજેરિયામાં કોરોનાના આ નવા સ્ટ્રેનના કેસ જોવા મળ્યા છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકામાં કોરોનાનો એક નવો જ સ્ટ્રેન જોવા મળ્યો છે જે બ્રિટનમાં મળી આવેલા સ્ટ્રેન કરતા અલગ  છે. 

Total cases: 1,02,66,674

Active cases: 2,57,656

Total recoveries: 98,60,280

Death toll: 1,48,738 pic.twitter.com/hKm8A2aBHO

— ANI (@ANI) December 31, 2020

ભારતમાં કોરોનાના નવા 21,821 કેસ
ભારતમાં હાલ કોરોનાની લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 21,821 કેસ નોંધાયા છે. જ્યારે 26,139 લોકો સાજા થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,02,66,674 પર પહોંચી છે. જેમાંથી 2,57,656  લોકો હજુ પણ સારવાર હેઠળ છે અને 98,60,280 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાના કારણે 299 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,48,738 થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news