Netaji Subhas Chandra Bose Jayanti 2020: જાણો સુભાષચંદ્ર બોસ વિશે રોચક વાતો

નેતાજી સુભાષ ચંદ્રનો જન્મ 23 જાન્યુઆરી 1897માં થયો હતો. તેમણે પહેલાં ભારતીય સશસ્ર બળની સ્થાપના કરી હતી જેનું નામ આઝાદ હિંદ ફૌજ રાખવામાં આવ્યું હતું. તેમણે 'તુમ મુજે ખૂન દો મેં, તુમ્હે આઝાદી દૂંગા'ના નારા વડે ભારતીયોના દિલોમાં દેશભક્તિની ભાવના અને બળવાન થતી હતી. આજે પણ તેમના આ નારાથી બધાને પ્રેરણા મળે છે. 

Netaji Subhas Chandra Bose Jayanti 2020: જાણો સુભાષચંદ્ર બોસ વિશે રોચક વાતો

નવી દિલ્હી: નેતાજી સુભાષ ચંદ્રનો જન્મ 23 જાન્યુઆરી 1897માં થયો હતો. તેમણે પહેલાં ભારતીય સશસ્ર બળની સ્થાપના કરી હતી જેનું નામ આઝાદ હિંદ ફૌજ રાખવામાં આવ્યું હતું. તેમણે 'તુમ મુજે ખૂન દો મેં, તુમ્હે આઝાદી દૂંગા'ના નારા વડે ભારતીયોના દિલોમાં દેશભક્તિની ભાવના અને બળવાન થતી હતી. આજે પણ તેમના આ નારાથી બધાને પ્રેરણા મળે છે. 

નેતાજીનો જન્મ ઓડિશામાં થયો હતો અને તે બ્રિલિએન્ટ વિદ્યાર્થી હતા. સ્કૂલ અને યૂનિવર્સિતી બંનેમાં હંમેશા તેમનો ટોપ રેન્ક આવતો હતો. 1918માં તેમણે ફિલોસોફીમાં ગ્રેજુએશન ફર્સ્ટ ક્લાસમાં પુરી કરી હતી. 

1920માં તેમણે સિવિલ સર્વિસ પરીક્ષા ઇગ્લેંડમાં પાસ કરી હતી, જોકે થોડા દિવસો બાદ 23 એપ્રિલ 1921માં તેમણે ભારતીય સ્વતંત્રતા સંઘર્ષને જોતાં રાજીનામું આપી દીધું હતું. 

1920 અને 1930માં તે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસના યુવા અને કટ્ટરપંથી નેતાઓમાં ગણતરી થવા લાગી. ત્યારબા 1938 અને 1939માં તે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા.  

1921 થી 1941 દરમિયાન તે પૂર્વ સ્વરાજ માટે ઘણીવાર જેલ પણ ગયા હતા. તેમનું માનવું હતું કે અહિંસા દ્વારા સ્વતંત્રતા મેળવી ન શકાય.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમણે સોવિયત સંઘ, નાજી જર્મની, જાપાન જેવા દેશોની યાત્રા કરી અને બ્રિટીશ સરકાર વિરૂદ્ધ સહયોગ માંગ્યો. ત્યારબાદ જાપાનમાં તેમણે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી.

પહેલાં આ ફૌજમાં તે લોકો સામેલ કરવામાં આવ્યા, જે જાપાન દ્વારા બંધી બનાવવામાં આવ્યા હતા. પછી આ ફૌજમાં બર્મા અને મલાયા સ્થિત ભારતીય સ્વંયસેવક પણ ભરતી કરાવવામાં આવ્ય. સાથે જ તેમાં દેશની બહાર વસવાટ કરતા લોકો પણ સેનામાં સામેલ થઇ ગયા. 

તેમણે આઝાદ હિંદ રેડિયો સ્ટેશન જર્મનીમાં શરૂ કર્યું અને પૂર્વી એશિયામાં ભારતીય રાષ્ટ્રીય આંદોલનનું નેતૃત્વ કર્યું. સુભાષ ચંદ્ર બોસ માનતા હતા કે ભગવત ગીતા તેમના માટે પ્રેરણાનો મુખ્ય દ્વાર હતો. 

જલિયાવાલા બાગ હત્યાકાંડે તેમણે આ પાત્ર વિચલિત કરી દીધું કે તે ભારતની આઝાદીની લડાઇમાં કૂદી પડ્યા.

નેતાજીના કોલેજના દિવસોમાં એક અંગ્રેજી શિક્ષકના ભારતીયોને લઇને વાંધાજનક નિવેદનો પર તેમણે ખૂબ વિરોધ કર્યો, જેના લીધે તેમને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યા. 

1941માં તેમણે એક ઘરમાં નજરબંધ કરીને રાખવામાં આવ્યા હતા, જ્યાંથી તે ભાગી ગયા હતા. નેતાજી કાર વડે કલકત્તાથી ગોમો માટે નિકળી પડ્યા. ત્યાંથી તે ટ્રેન વડે પેશાવર માટે નિકળી પડ્યા. ત્યાંથી તે કાબુલ પહોંચ્યા અને પછી કાબુલથી જર્મની રવાના થયા જ્યાં તેમને મુલાકાત અડોલ્ફ હિટલર સાથે થઇ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news