તમારા બાળકોને Nestle ની આ વસ્તુ આપતા હોવ તો ચેતી જજો, સામે આવી કંપનીની કાળી કરતૂત

નેસ્લે પર ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. તેનાથી સામે આવ્યું છે કે નેસ્લે ભારત સહિત ઘણા દેશોમાં બાળકોને અપાતા સેરેલેક અને મિલ્ક પાઉડરમાં ભેળસેળ કરી રહ્યું છે. 

તમારા બાળકોને Nestle ની આ વસ્તુ આપતા હોવ તો ચેતી જજો,  સામે આવી કંપનીની કાળી કરતૂત

Nestle Cerelac: જો તમે પણ તમારા બાળકને દૂધ અને ખાવા માટે Nestle ની પ્રોડક્ટ્સ ઉપયોગમાં લઈ રહ્યાં છો તો સાવધાન થઈ જજો. ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં જાણવા મળ્યું છે કે Nestle ભારત, અન્ય એશિયન દેશો અને આફ્રિકી દેશોમાં બાળકો માટે અપાતા દૂધ અને સેરેલેકમાં ભેળસેળ કરે છે. જ્યારે યુરોપ અને બ્રિટનની બજારોમાં તે શુદ્ધ અને ભેળસેળ વગરનું સેરેલેક ઉપલબ્ધ કરાવી રહ્યું છે.  Nestle ની આ કાળી કરતૂત પર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ભડકી ગયું છે. તેણે કહ્યું કે આ પ્રકારની પ્રોડક્ટ બાળકોને શરૂઆતથી છ મહિના અને બે વર્ષ સુધી આપવામાં આવે છે. પ્રોડક્ટ્સમાં ભેળસેળ બાળકો માટે ઘાતક છે. તેનાથી બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

Nestle ની પ્રોડક્ટ્સમાં ભેળસેળનો ખુલાસો સ્વિસ તપાસ સંગઠન પબ્લિક આઈ અને આઈબીએફએએને કર્યો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું કે 
Nestle શિશુઓને અપાતા દૂધમાં સુદરનો વધુ ઉપયોગ કરી રહ્યું છે. તે માત્ર એશિયન અને ગરીબ આફ્રિકી દેશો અને લેટિન દેશોમાં આવું કરી રહ્યું છે. પરંતુ યુરોપ અને બ્રિટનની બજારોમાં કંપની આમ કરતી નથી. હકીકતમાં તપાસ ટીમે ભારત, અન્ય એશિયન દેશ, આફ્રિકી, લેટિન અમેરિકામાં વેચાતા Nestle ના મિલ્ક પાઉડર અને સેરેલેકને તપાસ માટે બેલ્જિયમની લેબમાં મોકલ્યા, જેમાં આ ખુલાસો થયો છે. 

ભારતમાં  Nestle નો ખુબ મોટો કારોબાર છે. 2022માં તેનું વેચાણ 250 મિલિયન અમેરિકી ડોલરને પાર કરી ગયું હતું. તેવામાં  Nestle ને લઈને આ રિપોર્ટ ચોંકાવનારો છે. રિપોર્ટથી ખ્યાલ આવે છે કે Nestle ના બધા સેરેલેક બેબી પ્રોડક્ટ્સમાં એવરેજ 3 ગ્રામ એડેડ સુગર હોય છે. 

બુધવારે જાહેર થયેલા પબ્લિક આઈની તપાસમાં કહેવામાં આવ્યું કે જર્મની, ફ્રાન્સ અને યુકેમાં નેસ્લે દ્વારા વેચાતા છ મહિનાના બાળકો માટે સેરેલેકમાં એડડ સુગર નથી, જ્યારે તેની આ પ્રોડક્ટને અન્ય દેશમાં વેચવા પર દરેક પ્રોડક્ટ પર 6 ગ્રામથી વધુ એડડ સુગરનો ઉપયોગ થઈ રહ્યો છે. 

આ ચોંકાવનારા રિપોર્ટ પર WHO ના એક વૈજ્ઞાનિક નિગેલ રોલિંસનું કહેવું છે કે આ બેવડા માપદંડને ચલાવી શકાય નહીં. તેમણે કહ્યું કે સત્ય છે કે નેસ્લે સ્વિત્ઝર્લેન્ડમાં આ ઉત્પાદનોમાં એડડ સુગરનો ઉપયોગ કરતું નથી, જ્યારે કેટલાક દેશોમાં કરી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ મામલામાં ચેતવણી આપી કે કોઈ શિશુના જીવનની શરૂઆતમાં સુગર આપવા પર તેનામાં મોટાપો અને અન્ય બીમારીનો ખતરો વધી શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની આ ચિંતા યોગ્ય છે કારણ કે 2022માં WHO એ બાળકો માટે માર્કેટમાં ઉપલબ્ધ ખાદ્ય પદાર્થોમાં એડડ સુગર ઇઅને મિઠાસ પર પ્રતિબંધ લગાવવાનું આહ્વાન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news