બિહારના મુખ્યમંત્રી કોણ બનશે? નીતિશકુમારે આપ્યો આ જવાબ
રાજધાની પટણામાં મુખ્યમંત્રી નીતિશકુમાર (Nitishkumar) ના ઘરે ચાલી રહેલી એનડીએ (NDA) ના ઘટક પક્ષોની બેઠક પૂરી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ 15 નવેમ્બરે બપોરે 12:30 વાગે એનડીએ વિધાયક દળોની બેઠક થશે.
Trending Photos
પટણા: રાજધાની પટણામાં મુખ્યમંત્રી નીતિશકુમાર (Nitishkumar) ના ઘરે ચાલી રહેલી એનડીએ (NDA) ના ઘટક પક્ષોની બેઠક પૂરી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ 15 નવેમ્બરે બપોરે 12:30 વાગે એનડીએ વિધાયક દળોની બેઠક થશે. આ બેઠકમાં બધા નિર્ણયો લેવાશે. આ સાથે તે જ દિવસે વિધાયક દળના નેતાના નામની પણ જાહેરાત થશે.
બેઠક બાદ મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે 15મીએ એનડીએની વિધાયક દળની બેઠક થશે. તે દિવસે બધુ નક્કી થઈ જશે. આજે કેબિનેટની બેઠક થશે જેમાં વર્તમાન વિધાનસભાને ભંગ કરાશે. કેબિનેટની પૂરી જાણકારી આપવામાં આવશે. હવે નવા વિધાયકો ચૂંટાઈ આવ્યા છે. જૂની વિધાનસભાને ભંગ કરવાની રહેશે.
बिहार: NDA की बैठक हुई खत्म, सरकार की रुपरेखा को लेकर हुई बातचीत. pic.twitter.com/gLuQinURN9
— Zee Bihar Jharkhand (@ZeeBiharNews) November 13, 2020
મળતી માહિતી મુજબ બિહાર કેબિનેટ બેઠક હવે સાંજે ચાર વાગે થશે. મુખ્યમંત્રી નિતિશકુમારની અધ્યક્ષતામાં આ બેઠક થશે. બેઠકમાં સરકારને ભંગ કરવાનો પ્રસ્તાવ મૂકાશે. બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. એનડીએના ઘટક પક્ષોની બેઠકમાં સુશીલ મોદી, સંજય ઝા, આરસીપી સિંહ, અશોક ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ, અમ અધ્યક્ષ જીતનરામ માંઝી, અને વીઆઈપી અધ્યક્ષ મુકેશ સાહની હાજર રહેશે.
અત્રે જણાવવાનું કે બિહારમાં નવી સરકારની રચનાની સાથે સાથે જ નીતિશકુમાર સાતમી વાર રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લેશે. નોંધનીય છે કે આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએને 125 બેઠકો મળી છે. જેમાં ભાજપ 74 બેઠકો સાથે એનડીએના સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે. જ્યારે જેડીયુને 43, હમ- 4, વીઆઈપી- 4 બેઠકો જીત્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે