પેટ્રોલ અને ડીઝલ પહેલા GST અંતર્ગત આવી શકે છે નેચરલ ગેસ
માનવામાં આવી રહ્યું છે કે આગામી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં આ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે
- પેટ્રોલ અને ડિઝલ પહેલા જીએસટી અંતર્ગત આવશે નેચરલ ગેસ
- જીએસટીમા આવ્યા બાદ પીએનજી અને સીએનજી થશે સસ્તા
- નેચરલ ગેસના જીએસટી અંતર્ગત આવ્યા બાદ ઇન્ડસ્ટ્રીને ફાયદો
Trending Photos
નવી દિલ્હી : પેટ્રોલિય પદાર્થોનાં સતત વધી રહેલા ભાવ મુદ્દે ચોતરફી હૂમલાઓ સહી રહેલ મોદી સરકારનું આગામી પગલું પેટ્રોલ અને ડિઝલ પહેલા નેચરલ ગેસને જીએસટી અંતર્ગત લાવવાનું છે. તેનાં માટેના પ્રયાસો પણ ઝડપી કરી દીધા છે. સુત્રો અનુસાર ઘણા રાજ્યોએ જીએશટી કાઉન્સિલને નેચરલ ગેસ સાથે જોડાયેલ રેવન્યુ અંગેનો અહેવાલ સોંપી પણ દીધો. મળતી માહિતી અનુસાર પંજાબ અને પશ્ચિમ બંગાળના પ્રાકૃતિક ગેસ અંગેના રિપોર્ટ સોંપ્યા છે. સુત્રો અનુસાર આગામી થોડા દિવસોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર પણ પોતાનો રિપોર્ટ સોંપશે.
ઇનપુટ ટેક્સ ક્રેડિટ નહી મળવાનાં કારણે થઇ રહી છે પરેશાન
આગામી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં આ અંગે ચર્ચા થઇ શકે છે. આશા કરવામાં આવી રહી છે કે જીએસટી કાઉન્સિલની આગામી બેઠક આ મહિનાના અંત સુધીમાં હોઇ શકે છે. સુત્રો અનુસાર સરકાર ઝડપથી નેચરલ ગેસને જીએસટી અંતર્ગત લાવવા માંગે છે. કારણ કે ઇન્ડસ્ટ્રીને હાલ તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ નથી મળી રહી. જેમાં કોસ્ટ ઓફ પ્રોડક્શનમાં પણ વધારો થઇ રહ્યો છે.
પીએનજીના જીએસટીમા આવ્યા બાદ ગ્રાહકોને ફાયદો મળશે
અત્રે ઉલ્લેખીય છે કે, સ્ટીલ, કેમિકલ, ફર્ટિલાઇઝર અને સીમેન્ટ જેવી ઇન્ડસ્ટ્રીમાં નેચરલ ગેસનો સૌથી વધારે ઉપયોગ થાય છે. જે કારણે ઇન્ડસ્ટ્રી તેને તુરંત જ જીએસટીમાં લાવવા માટેની ડિમાન્ડ કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવાનાં કારણે ફાઇનલ પ્રોડક્ટની કિંમતો પણ ઘટશે. જેનાં કારણે તેનો સીધો લાભ ગ્રાહકોને પણ થશે. સીમેન્ટ, ખાદ્ય, સ્ટીલની બાય પ્રોડક્ટની કિંમતો ઘટશે જેનો ફાયદો પણ ગ્રાહકોને મળશે.
આ પાંચ પદાર્થો હાલ જીએસટીની બહાર છે
એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, નેચરલ ગેસને જીએસટીનાં વર્તુળમાં લાવવા અંગે પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ) અને સીએનજી(કંપ્રેસ્ડ નેચરલ ગેસ) થોડી સસ્તી થઇ શકે છે. અહીં તમને જણાવી દઇએ કે હાલ પાંચ પેટ્રોલિયમ ઉત્પાદન કાચુ તેલ, ડિઝલ, પેટ્રોલ, એટીએફ અને નેચરલ ગેસ જીએસટીની બહાર છે. હવે તે જીએસટી કાઉન્સિલને નિશ્ચિત કરે છે આ પાંચેય ઉત્પાદન પર ક્યારે જીએસટી લગાવવામાં આવે. કારણ કે આ પેટ્રોલિયમ ઉત્પાદનને જીએસટીનાં વર્તુળમાં લાવવાની ડિમાન્ડ ઘણા લાંબા સમયથી ઉઠી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે